આ એક ઉપાય અંડરઆર્મ્સના વાળથી આપશે કાયમી છૂટકારો

22 Jun, 2018

અંડરઆર્મ્સના વાળ ન ફક્ત જોવામાં ખરાબ લાગે છે પરંતુ શરીરની ચોખ્ખાઈની દ્રષ્ટીએ પણ આ વાળ નુકસાન કારક સાબિત થઈ શકે છે. વેક્સ, રેઝર, હેર રિમૂવિંગ ક્રીમ જેવા કોઈ ઓપ્શન તમને આમાંથી પરમેનન્ટ સોલ્યુશન ન આપી શકે. 

આ ઘરગથ્થુ પ્રયોગથી તમને અંડર આર્મ્સના વાળમાંથી જ છૂટકારો મળશે તેટલું નહીં પણ તમારા અંડરઆર્મ્સના ડાઘ ધબ્બા પણ દૂર થશે અને તમે બિંદાસ્તપણે ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી શકશો. આ ઉપાય કરવાથી વાળ ધીરે ધીરે મૂળમાંથી જ નબડા પડે છે અને પછી પોતાની જાતે ખરી જાય છે. થોડો સમય નિયમિત પ્રયોયગ વાળને કાયમ માટે દૂર કરી દે છે.

અડધો કપ હળદરની ભૂક્કી, ગુલાબ જળ અથવા દૂધ(જરુર મુજબ), ગરમ પાણી...આ બધી વસ્તુને ભેળવીને એક ગાઢ પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને તમારા અંડરઆર્મ્સ પર લગાવી દો અને તેને સુકાવા દો. હવે ગરમ પાણીના ઉપયોગ કરીને હલ્કા હાથે તેને ઘસી ઘસીને દૂર કરો. બની શકે કે શરુઆતમાં પહેલીવાર તમને વાળ થોડા વધુ ખેંચાય. પરંતુ સપ્તાહમાં નિયમિત 3 દિવસ આ પ્રયોગ કરવાથી થોડા સમયમાં તેનું પરીણામ જોવા મળશે અને વાળ કાયમ માટે દૂર થશે.