જાણો આજનું તમારું રાશિ ભવિષ્ય , કેવું રહેશે તમારું લક

03 Jun, 2018

Pisces (મીન)

પોઝિટિવઃ- આ વખતે તમને જે તક મળશે, તેમના માટે તમારે તૈયાર રહેવું. આજે તમારી મહત્વકાંક્ષાઓ ચરમ પર હોઈ શકે છે અને સફળતાની દિશામાં તમે પૂરી તાકાત લગાવી દેશો. મનોરંજનનો કોઈ કાર્યક્રમ આજે તમે બનાવી શકો છો. જે વાત કોઈ અન્ય નહીં સમજી શકે તમે તેને સમજી જશો. 
નેગેટિવઃ- 
આજે તમારે સાવધાન રહેવું કે તમારી ઉદારતાનો કોઇ ખોટો ફાયદો ન ઉઠાવી શકે. તમારી કલ્પનાશીલતાને પણ થોડી નિયંત્રણમાં રાખવી. તમારી અને પ્રેમી વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, તો તેનો ઉકેલ લાવવા માટે આ યોગ્ય સમય નથી. 
શું કરવું અને શું નહીં - કોઇ અપોઝિટ જેન્ડરવાળા વ્યક્તિને ચોકલેટ ખવડાવવી. 
લવઃ- પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરવું.
કરિયરઃ- બિઝનેસમાં વિવાદની સ્થિતિ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
 
Aquarius (કુંભ)
પોઝિટિવઃ- આજે તમને રોકાણનો કોઈ એવો પ્રસ્તાવ મળી શકે છે જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો પણ થશે. ઓફઇસમાં તમને એક્સ્ટ્રા વગાર માટે એકસ્ટ્રા કામ કરવાની લાલચ આપવામાં આવી શકે છે. આજે તમારી જવાબદારીઓને પૂરી કરો. કેટલાક લોકો આજે તમારી નજરમાં રહેશે. કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લો. 
નેગેટિવઃ- 
નકારાત્મક વિચાર મનમાં આવી શકે છે. થોડાં મહત્વપૂર્ણ મામલાઓને લઇને નિર્ણયો નહીં કરશો નહીં. મુશ્કેલીઓ અનુભવ કરી શકો છો. થોડાં કાર્યો અઘૂરા પણ રહી શકે છે. 
શું કરવું અને શું નહીં - મુલેઠી ખાવી. 
લવઃ- પાર્ટનરની સાથે સમય વિતશે.
કરિયરઃ- આજે તમારી આવક વધવાના યોગ છે.
સ્વાસ્થ્યઃ- આજે તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું.
 
Capricorn (મકર)
પોઝિટિવઃ- માત્ર એકાગ્રતાના બળ પર આજે તમે ઘણું બધુ હાંસલ કરી શકો છો. આજે તમે સતત એ ધ્યાન રાખો કે તમારો લક્ષ્ય શું છે અને તેને કેવી રીતે પૂરો કરવાનો છે. ઓફિસમાં આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વયંને આવતી વિઘ્નોથી બચીને રહેવાનું રહેશે. 
નેગેટિવઃ- 
તમને પાર્ટનર પાસેથી ઓછું સુખ મળશે. કોઇ જૂનો વિવાદ આજે પણ ચાલું રહી શકે છે. કાર્યોમાં મુશ્કેલીઓ આવવાથી પરેશાની થઇ શકે છે. વ્યસનોથી દૂર રહેવું. 
શું કરવું અને શું નહીં - પાણીમાં તલ મિક્ષ કરીને સૂર્યને જળ અર્પણ કરવું. 
લવઃ- લવ લાઇફ માટે દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.
કરિયરઃ- નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ- દિવસ સ્વાસ્થ્ય માટે ઠીક નથી.
 
Sagittarius (ધન)
પોઝિટિવઃ-  જે કામથી તમે ઘણી ઉમ્મીદ બાંધી રાખી હતી, આજે તમને તેના પરિણામ ખૂબ જ સારા મળશે. આજે કરેલા પ્રયાસોનું પરિણામ તમારા જ હકમાં રહેશે. કોઈ સંવેદનશીલ માહિતી આજે તમને મળી શકે છે. સામાન્યપણે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે. આજે કેટલીક સમસ્યાઓનું સમાધાન તમને અચાનક મળી શકે છે. 
નેગેટિવઃ- 
કોઇપણ પગલું સમજી-વિચારીને જ ઉઠાવવું. તમે કોઇ વાત અથવા કામમાં ઉતાવળ કરવાના કારણે પરેશાન થઇ શકો છો. શારીરિક સુસ્તી અથવા બેચેની અનુભવ થઇ શકે છે. 
શું કરવું અને શું નહીં - પાણી પીવા માટે સ્ટીલ કે કાંચના ગ્લાસનો ઉપયોગ કરવો, બોટલથી પાણી ન પીવું. 
લવઃ- પાર્ટનરની સાથે દિવસ સારો વિતશે.
કરિયરઃ- કાર્યક્ષેત્રમાં વિવાદ દૂર થવાના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- માનસિક અશાંતિથી પસાર થવું પડી શકે છે.
 
Scorpio (વૃશ્ચિક)
પોઝિટિવઃ- આજે તમે પોતાના અંગત લક્ષ્યો પર ધ્યાન આપો અને જૂના મિત્રોને મળો. આજે નવા લોકોને પણ મળવાનું થઈ શકે છે. આજે તમારી ઇમેજ નવી બની શકે છે. આજે નવા-જૂના અને મહત્વપૂર્ણ સંપર્કમાંથી કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ કારગર સાબિત થઈ શકે છે. 
નેગેટિવઃ- 
આજે તમને કોઇ વિષયમાં હળવી બેચેની રહી શકે છે. કોઇ વાતનો અજાણ્યો ભય રહેવાને કારણે તમારા અન્ય કામ બગડી પણ શકે છે. આજે તમને માનસિક તણાવ રહી શકે છે. 
શું કરવું અને શું નહીં - તુલસીના કુંડામાં થોડાં ચોખા નાખીને પ્રણામ કરવાં. 
લવઃ- પતિ-પત્નીની વચ્ચે મનમુટાવ થઇ શકે છે.
કરિયરઃ- આર્થિક દ્રષ્ટિએ દિવસ પ્રોફેશનલ લાઇફ માટે અનુકૂળ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- પિતના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.
 
Libra (તુલા)
પોઝિટિવઃ- આજે જે પણ અગત્યના કામ છે તેમને પ્રાયોરિટીથી આજે પૂરા કરી લો. આજે તમારા વિચારેલા ઘણા કામ સમયસર પૂરા થઈ જશે. આજે તમારા મનમાં ભાવનાત્મક ઊભરો અને સ્વભાવમાં ચીડિયાપણું ખતમ થઈ શકે છે. સમાજમાં પ્રતિષ્ઠા બનશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. કોઈ માંગળિક કામ પૂરું થઈ શકે છે. 
નેગેટિવઃ- 
બિઝનેસ અને સંબંધોના મામલાઓ થોડાં દબાયેલાં જ રહેશે. સાવધાની રાખવી. મહત્વપૂર્ણ મામલાઓ પર તમે કોઇ સ્પષ્ટ નિર્ણય કરી શકવામાં પરેશાની અનુભવ કરી શકો છો. 
શું કરવું અને શું નહીં - કેળાને પીસીને તેમાં ખાંડ મિક્ષ કરીને ખાવી. 
લવઃ- પ્રેમમાં સંબંધ વિચ્છેદ થવાનો ભય બની રહેશે.
કરિયરઃ- આજે તમે જોખમી નિર્ણયો ન કરશો.
સ્વાસ્થ્યઃ- જૂના રોગથી છુટકારો મળી શકે છે.
 
Virgo (કન્યા)
પોઝિટિવઃ- આજે તમારા અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. આજે તમારા મિત્રો અને ભાઈઓની મદદથી ધન લાભ થઈ શકે છે. કોઈ મોટાં કામ ને પૂરું કરવાની જવાબદારી પણ આજે તમને મળી શકે છે. ઓફિસમાં તમારા બોસનું કામ પણ આપવામાં આવી શકે છે. જૂના અટકાયેલા નાણા આજે તમને મળી શકે છે. 
 
નેગેટિવઃ-  
દિવસ વ્યસ્તતા ભર્યો રહી શકે છે. આજે તમે થોડો તણાવ પણ અનુભવ કરી શકો છો. આ તણાવ કામના લીધે હોઇ શકે છે. આજે કંઇક નવું કરવાની કોશિશ ન કરો તો જ સારું છે. 
શું કરવું અને શું નહીં - ઓફિસ કે ગાડી ઉપર પોતાની સીટ ઉપર લાલ કપડું રાખીને બેસવું. 
લવઃ- અવિવાહિત લોકોને વૈવાહિત પ્રસ્તાવ મળી શકે છે.
કરિયરઃ- વેપારિઓ માટે ફાયદાનો સમય છે.
સ્વાસ્થ્યઃ- જરૂરી ચેકઅપ કરાવતાં રહેવું.
 
Leo (સિંહ)
પોઝિટિવઃ- આ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને મદદ મળશે અને તમારા કામ સમયસર પૂરા થશે. બની શકે છે કોઈ સારી ખબર સાંભળવા મળે. તમને અનાપેક્ષિતપણે ધન પ્રાપ્ત થઈ શકે છે. ધન પ્રાપ્તિની કોઈ નવી તક આજે તમને મળી શકે છે. સફળતા મળશે. આત્મવિશ્વાસ વધશે 
નેગેટિવઃ- 
દિવસ તમારી માટે સતત ઉઠાપક કરાવનાર રહી શકે છે. આજે તમારી રાશિનો ચંદ્ર પાંચમાં ભાવમાં રહેશે. થોડી મુશ્કેલ સ્થિતિઓના કારણે જો તમે મનમાં જ બેચેની અનુભવ કરી રહ્યા છો, તો તે ભયમાં બદલાય નહીં તેનું ધ્યાન રાખવું. 
શું કરવું અને શું નહીં - તુલસીને ઘીનો દીવો પ્રગટાવવો. 
લવઃ- પાર્ટનર પાસેથી સહયોગ અને પૈસા મળવાના યોગ છે.
કરિયરઃ- વેપારમાં નવી યોજનાઓ બનશે.
સ્વાસ્થ્યઃ- ગળા સંબંઘી રોગ થવાથી પરેશાની થઇ શકે છે.
 
Cancer (કર્ક)
પોઝિટિવઃ- બુદ્ધિમાનીથી દરેક પ્રકારની સ્થિતિ સંભાળી લેશો. તમારી હાલની સ્થિતિને બદલવા અને યોગ્ય કરવાનો દિવસ છે. નવી જાણકારીની સામે આવ્યાં પછી કોઇ મોટો મતભેદ હલ થઇ શકે છે. કોઇ કામ તમને સોંપવામાં આવે તો તમે તરત જ તેને અપનાવી લેશો. લોકો તમને સમસ્યાઓ તમારી સામે રાખી શકે છે. 
નેગેટિવઃ- 
આજે તમારા જ લોકો તમારી સાથે વિવાદ કરી શકે છે. આજે તમને થોડાં લોકોનો વ્યવહાર સમજમાં આવી શકશે નહીં. ઘર અને કાર્યક્ષેત્ર બંન્ને જગ્યાએ આજે વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહી શકે છે. 
શું કરવું અને શું નહીં - પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું અને ઘીનો દીવો પ્રગટાવવો. 
લવઃ- આજે જીવનસાથીની સાથે મનમુટાવ થવાના યોગ બની રહ્યા છે.
કરિયરઃ- ભાગેદારીના બિઝનેસમાં આજે તમને ફાયદો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે તમારું સ્વાસ્થ્ય ઠીકઠાક રહેશે. 
 
Gemini (મિથુન)
પોઝિટિવઃ- કોઇ જૂનું બિલ ચુકવવું પડી શકે છે. કોઇ જૂના મિત્ર પણ અચાનક તમારા કામ આવી જશે. જે પણ કામ તમારી માટે ખાસ છે, તે દિવસભરમાં પૂર્ણ કરી લેવું. કોઇ નવો ફોન ખરીદવાનું મન બની શકે છે. તમારે તમારા ખાનપાનમાં ધ્યાન રાખવું. આજે તમે શાંત રહેવાની કોશિશ કરશો. દિવસ તમારી માટે સારો રહેશે. 
નેગેટિવઃ- 
આજે મહેનત પણ ઓછી જ રહેશે. કોઇ અંગત પરેશાનીના કારણે મૂડ ખરાબ રહી શકે છે. આજે કોઇ મિત્ર સાથે ટકરાવ થઇ શકે છે. 
શું કરવું અને શું નહીં - ઘર કે ઓફિસની જૂની સાવરણી બદલી દેવી. 
લવઃ- જીવનસાથીની સાથે કોઇ સ્થાને ફરવા જઇ શકો છો.
કરિયરઃ- બિઝનેસ માટે સમય સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
 
Taurus (વૃષભ)
પોઝિટિવઃ- આ રાશિના લોકો આજે કોઈની વાતમાં ન આવે, પોતાના મન પર વિશ્વાસ રાખો અને પગલું પણ એ મુજબ જ વધારો. પાર્ટનરશિપ સાથે જોડાયેલી બાબતો પર આજે વાતચીત થઈ શકે છે. મિત્ર, પ્રેમી અથવા જીવનસાથીની સાથે સંબંધોમાં સુધાર થશે. આજે જે પણ થશે તે તમારા માટે સારું જ રહેશે. 
નેગેટિવઃ- 
રોજમર્રા અને પાર્ટનરશિપના કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. ચંદ્રની સ્થિતિથી તમે થોડાં પરેશાન પણ રહેશો. દિવસ સાવધાની સાથે વિતાવવો. જોશમાં આવીને તમારે કોઇ જોખમ ન લેવું. 
શું કરવું અને શું નહીં - કોઇ બ્રાહ્મણને જનેઉ દાન આપવું. 
લવઃ- લવ લાઇફ માટે દિવસ સારો નહીં રહે.
કરિયરઃ- સરકારી કર્મચારીઓ માટે દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધી રોગ થવાની સંભાવનાઓ બની રહી છે.
 
Aries (મેષ)
પોઝિટિવઃ- ચંદ્ર આજે આ રાશિના લોકો માટે સારો રહેશે. કાર્યક્ષેત્રમાં આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા મનમાં સારા વિચાર આવતા રહેશે. આજે તમે તે વિચારો પર કામ શરૂ કરવાના પ્રયાસ પણ કરશો.  આજે તમારો પાર્ટનર આને તમારું ભાગ્ય બંનોનો સાથ મળશે. ધીરજ રાખો. 
નેગેટિવઃ- 
મકાન અથવા પ્લોટ સંબંધી કામ પૂર્ણ થવામાં પરેશાની આવી શકે છે. આજે તમે આક્રમક રીતે કોઇ કામ કરશો તો જાતે જ પરેશાન થઇ શકશો. કોઇપણ કામ સાવધાનીથી કરવું. 
શું કરવું અને શું નહીં - હનુમાન મંદિરમાં લાલ રેશમી દોરો દાન કરવો. 
લવઃ- આજે કોઇ વાત પર જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે.
કરિયરઃ- રોકાણ કરતી સમયે સાવધાની રાખવી.
સ્વાસ્થ્યઃ- માતાના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.