એસિડિટી માટેના આ ઘરગથ્થુ ઉપચાર મટાડશે ફટાફટ

17 Jul, 2015

અત્યારની જીવનશૈલી અને ખાવાપીવાની આદતના લીધે પેટ સંબંધિત તકલીફો થવાના ચાન્સીસ વધી ગયાં છે. ચિકિત્સકો એ બાબત સારી રીતે જાણતા હોય છે કે જે લોકો માનસિક તણાવ, ખાવાપીવાની અનિયમિતતા, તીવ્ર હરીફાઈવાળું જીવન, ચા, કોફી, તમાકુ, મધ, સિગારેટ, તીખું, ખાટું, ખારું ખાવાની ટેવવાળા લોકોને જ હાઇપર એસિડિટી અને પેપ્ટીક અલ્સર થવાની સૌથી વધારે શક્યતા રહે છે. તમે ઉશ્કેરાટ અને ગુસ્સામાં રહેતા હો અને ઉપર્યુક્ત ચીજોના વ્યસની હો તો તમારે તમારા જીવન પર ગંભીર રીતે ધ્યાન આપવાની જરૂર છે. અહીં તમને એસિડિટી મટાડવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય બતાવવામાં આવ્યાં છે.

    અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.
    સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
    એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.
    કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
    સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
    અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરનજમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે
    ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્‍યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
    ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
    તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
    આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
    લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
    કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
    સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે
    સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.