સોહા-કુનાલનો આ ફોટો પાડનાર થઇ જશે માલામાલ

16 Apr, 2015

કોઇ માણસ, ચીજ વસ્તુ કે પ્રાણી ખોવાઇ જાય તો તેની તપાસ કરે, પણ હાલમાં સોહા અલી ખાન એક ફોટોગ્રાફરને શોધી રહી છે જેણે તેનો અને કુણાલનો આ ફોટોગ્રાફ પાડ્યો છે.

સોહાને આ ફોટોગ્રાફ બહુ પસંદ પડ્યો છે, પણ તેને આ ફોટો કોણે પાડ્યો તે ખબર નથી એટલે તે તેના મિત્રો અને સગાવાલાઓને ફોટોગ્રાફ મોકલીને પુછી રહી છે. થોડા દિવસો પહેલાં ઇન્ટરનેટ સર્ફિંગ કરતાં સોહાને આ ફોટો મળી આવ્યો હતો.

તે દિવસથી સોહાએ આ ફોટોગ્રાફરને શોધવાનું કામ શરૂ કરી દીધું. સોહાને આ ફોટોગ્રાફનો હાઈ રેઝોલ્યુશન સ્નેપ જોઈએ છે એટલે તે ફોટોગ્રાફરને શોધી રહી છે. આ માટે સોહા જે તે વ્યક્તિને કિંમત પણ ચુકવવાં તૈયાર છે. જો આ ફોટોગ્રાફ પાડનારાને તમે ઓળખતા હો કે તમે તેના વિશે કાંઈ જાણતા હો તો સોહા અલી ખાનને તેનો કોન્ટેક્ટ www.twitter.com/sakpataudi પર આપવાનું કહ્યું છે.