Health Tips

આ 15 ઘરેલુ વસ્તુ તમે સેક્સ્યુઅલી સ્ટોન્ગ બનાવશે નહીં જરૂર પડે વાયેગ્રાની

 આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાકને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ જાતીય સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે, જેની પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો તેને ઠીક થતાં બહુ સમય લાગી જાય છે. જેથી આજે અમે પુરૂષોની આવી સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવી ઔષધિઓના પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી પુરૂષોની


 
શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.
 
આમલી
 
અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ શીઘ્રસ્લખન જેવા રોગ દૂર કરી યૌન શક્તિને વધારશે.
 
લસણ
 
200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંદ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.
 
અજમો
 
100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી પીસેલી સાકર મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.      
 
સફેદ મૂસળી
     
સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.
 
હળદર
 
1 ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્ષ કરીને રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી સંભોગ કરવાથી શક્તિમાં વધારો થાય છે. 
 
ત્રિફળા
 
એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવી શકે છે.
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post