સલમાન-કરીનાની ફિલ્મ બજરંગી ભાઈજાનનું સિક્રેટ આવ્યું બહાર, તમે જાણ્યું?

19 Dec, 2014

સલમાન ખાન અને કરીના કપૂર હાલ તેમની અપકમિંગ મુવી બજરંગી ભાઈજાનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન એક મુસ્લિમ યુવકનો રોલ કરી રહ્યો છે જ્યારે કરીના કપૂર એક હિન્દુ યુવતી બતાવવામાં આવી છે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કરીના કપૂર આ ફિલ્મમાં એક બ્રાહ્મણ યુવતી બતાવવામાં આવી છે. બજરંગી ભાઈજાનમાં કરીના લખનૌથી દિલ્હીના ચાંદની ચોકમાં આવે છે અને ત્યાં તેની મુલાકાત સલમાન એટલેકે બજરંગી ભાઈ જાન સાથે થાય છે. આ ફિલ્મમાં રાજકીય મુદ્દાઓને સમેટવામાં આવ્યાં છે અને બેબો આ ફિલ્મમાં એકદમ દેસી અવતારમાં જોવા મળે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં કરીનાએ ચુડીદાર કુર્તા પણ પહેર્યા છે.

મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની આ લવ સ્ટોરીમાં નવાઝુદ્દીન પણ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ આગામી વર્ષે ઈદના દિવસે રિલીઝ થવાની છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 27 ડિસેમ્બરે સલમાન ખાનનો જન્મ દિવસ છે તેથી આ દિવસે ફિલ્મનો ફર્સ્ટલુક પણ રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે.

બજરંગી ભાઈજાનના શૂટિંગના ઘણાં ફોટો લીક થયાં છે. અત્યાર સુધીમાં બજરંગી ભાઈજાનમાં સલમાન ખાન ક્રિકેટ રમતા, વાંદરાને બિસ્કીટ ખવડાવતાં અને કરીના કપૂર સાથે સેલ્ફી લેતા પણ ઘણાં ફોટો લીક થયાં છે. ફિલ્મનું નિર્દેશન એક થા ટાઈગર અને ન્યૂયોર્કના નિર્દેશક કબીર ખાન કરી રહ્યા છે. ફિલ્મ 16 જુલાઈ 2015માં રિલીઝ થશે.