ઍસ્પૅરૅગૅસ પીત્ઝાએટા
સામગ્રી
૧૦ નાના પીત્ઝા બેઝ વિથ ઑલિવ ઑઇલ
દોઢ કપ ઍસ્પૅરૅગૅસ ટિપ્સ કટ અડધો ઇંચ
૧ ટી-સ્પૂન બેસિલ
૧ ટી-સ્પૂન થાઇમી
૧ ટી-સ્પૂન ગાર્લિક સૉલ્ટ
અડધો કપ મેયોનીઝ
૧/૪ કપ ક્રીમ ચીઝ
અડધી ટી-સ્પૂન મીઠું
અડધી ટી-સ્પૂન મરી
અડધી ટી-સ્પૂન મસ્ટર્ડ પેસ્ટ
૨ ટેબલ-સ્પૂન પાર્મેશન ચીઝ
૨-૩ ટેબલ-સ્પૂન પીત્ઝા
સીઝનિંગ
ગાર્નિશ
સ્લાઇસ ચેરી ટમૅટો
રીત
૧. પીત્ઝા બેઝ પર બટર લગાડી પ્રી-હીટ અવનમાં ક્રિસ્પ કરી લેવા.
૨. ઍસ્પૅરૅગૅસને કટ કરી એમાં મીઠું નાખીને ઑઇલ કરી લેવું.
૩. એક બોલમાં બેસિલ, ઍસ્પૅરૅગૅસ, થાઇમી, ગાર્લિક સૉલ્ટ અને મીઠું નાખીને મિક્સ કરી લેવું.
૪. બીજા બોલમાં મેયોનીઝ, ક્રીમ ચીઝ, મીઠું, મરી અને મસ્ટર્ડ પેસ્ટને મિક્સ કરવાં.
૫. એક પીત્ઝા બેઝ પર એક ટી-સ્પૂન મેયોનીઝ મિક્સ્ચર લગાડી એના પર ઍસ્પૅરૅગૅસ મિક્સ્ચર લગાડી એના પર ચીઝ અને પીત્ઝા સીઝનિંગ સ્પિþન્કલ કરવા. એને ચેરી ટમૅટોની સ્લાઇસથી ગાર્નિશ કરી અવનમાં ૩-૪ મિનિટ માટે બેક કરી સર્વ કરવું.