બનાવો ઓલ ટાઈમ ફેવરેઈટ સબ્જી પનીર ટીક્કા મસાલા

08 Jan, 2015

પનીર ૨૦૦ ગ્રામ,
2 ડુંગળી, 8-10  લસણની કળીની ગ્રેવી
ટોમેટો સોસ ત્રણ ચમચી,
6થી 8 નંગ ટમેટાંની ગ્રેવી,
ખસખસ એક ચમચી,
આખા ધાણા એક ચમચી,
તમાલપત્ર,
વરિયાળી એક ચમચી,
મગજતરીના બી બે ચમચી,
જાવંત્રી ૨ નંગ,
આદું ચાર ચમચી,
લાલ મરચું ચાર ચમચી,
સમારેલ ધાણા,
માવો ૧૦૦ ગ્રામ.

રીત :
-૨૦૦ ગ્રામ પનીરના ચોરસ પીસ કરી ગરમ તેલમાં તળી લો.
-ત્યાર બાદ ઠંડા પાણીમાં નાખો.
-ડુંગળી, લસણ પીસી ગ્રેવી કરવી.
-કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગ્રેવી સાંતળવી.
-ત્યાર બાદ ટોમેટો કેચઅપ તથા બાકીની તમામ સામગ્રી મિક્સ કરવી.
-હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
-ત્યાર બાદ માવો અને ૫૦ ગ્રામ પનીર ખમણી મિક્સ કરવું.
- થોડું પાણી ઉમેરી બેથી ત્રણ મિનિટ ઉકાળી પનીરના પીસ ઉમેરવા.
-ત્યાર બાદ સમારેલ ધાણાથી સજાવી સર્વ કરવું.