પાસ્તામાં ટેસ્ટ કરો અવનવી વાનગી રાજમા પનીર પાસ્તા

28 Mar, 2015

પાસ્તા બાળકોને બહુ જ ભાવે છે. ઝડપથી થઈ રહેલા શરીરના વિકાસ માટે બાળકોને વધુ કેલેરીની જરૂર રહે છે. આ જરૂરીયાત પૂરી પાડશે રાજમા પનીર પાસ્તા. આ ડીસ બનાવવા માટે રાજમા બાફેલા હોવા જોઈએ. જો ન હોય તો રાજમાને આગલી રાતે ગરમ પાણીમાં પલાળીને બીજે દિવસે સવારે કુકરમાં બાફીને મૂકી રાખવા.

રાજમા તૈયાર હોય તો બનાવવા માટે તૈયારી કરતા 10 થી 15 મિનિટ લાગે છે
બનાવતા 15થી 25 મિનિટ લાગે છે

સામગ્રીઃ
રાજમા - 1  નાની વાડકી બાફેલા
કાંદો - 1
બારીક સમારેલું લીલું મરચું - 1 ટી સ્પૂન
પાસ્તા - 1 કપ બાફેલા
પનીર ઘેર બનાવેલું - 3 ટેબલ સ્પૂન
ટામેટાં ઝીણા સમારેલા - 5 નંગ
ડુંગળી ઝીણી સમારેલી - 1 નંગ ( બે ભાગ કરવા)
કળી લસણ - 4 કળી પીસેલું
સૂકા લાલ મરચાં - 2
અજમો-ઓરેગનો - પા ચમચી
ખાંડ -  1 ટેબલ સ્પૂન
વિનેગાર - 1 ટી સ્પૂન
કેપ્સિકમ - 1 નંગ
ટોમાટો કેચપ - 1 ટેબલ સ્પૂન
તેલ - વધાર માટે

બનાવવાની રીતઃ
1.
રાજમાને એક રાત ગરમ પાણીમાં પલાળી રાખ્યા પછી પ્રેશર કૂકરમાં બાફી લેવા.
2.
એક પેનમાં તેલ મૂકી એક ભાગ ડુંગળી સાંતળવી. તેમાં બાફેલા રાજમા ઉમેરી મસાલા જેવા કે મીઠું, લીલાં મરચાં તથા ટમાટો કેચપ નાંખો. પછી હલાવીને ઉતારી લો.
3.
એક બીજા પેનમાં તેલ લો. તેમાં બીજા ભાગની ડુંગળી, ટમેટાં તેમજ પીસેલું લસણ ઉમેરી સાંતળો. તેમાં મીઠું, લાલ મરચા, ખાંડ ઓરેગનો કે અજમો નાંખી સાંતળવુ.  દરમિયાન પનીરને હાથથી છુંદી નાંખી ભૂકો તૈયાર કરી લો.
4.
ટમેટા ગળી જાય એટલે ગ્રેવી જેવું બની જશે. તેમાં વિનેગર ઉમેરવો.
5.
તૈયાર થયેલી ગ્રેવી રાજમા નાંખી ઉપર છુંદેલું પનીર ભભરાવવું.
6.
હવે બાફેલા પાસ્તામાં જરૂરીયાત મુજબ મીઠું ઉમેરી હલાવો તેને  પછી પેનમાં રાજમા સાથે ભેળવો.
7.
રાજમા પનીર પાસ્તા તૈયાર છે. ગરમ ગરમ સર્વ કરો.