વરુણ સાથેની ડેટ અને સગાઈ વિશે લિસા હેડને ટ્વિટ કર્યું

03 Nov, 2014

હોલિવૂડ અભિનેત્રી લિસા હેડને તાજેતરમાં પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યું હતું કે તે હાલમાં વરુણ ધવન સાથે ડેટ પર નથી તેમજ તેની સગાઈ પણ નથી થઈ તે હાલમાં કુંવારી જ છે, તેણે પોતાની ચોથી ફિલ્મ ધ શૌકીન્સનાં પ્રમોશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. લિસાએ મૈ તેરા હું ફિલ્મના અભિનેતા વરુણ ધવન બાબતે કોમેન્ટ કરી હતી કે તે વરુણ સાથે કોઈ પણ પ્રકારની ડેટ પર નથી અને વરુણ તેની ગર્લફ્રેન્ડ સાથે હાલમાં એંગેજ છે તે ઉપરાંત તેણે પોતાની ફિલ્મ બાબતે પણ વાતો કરી હતી. વરુણ સાથે ડેટ પર હોવાની ચર્ચાઓને લઈને તણે પોતાના ચાહકોને યોગ્ય જવાબ આપી દીધો હતો અને પોતાના વિરુદ્ધ થઈ રહેલી ચર્ચા બાબતે તાત્કાલિક ખુલાસો કર્યો હતો.તેણે વૃરણ હાલમાં તેના કોઈ પણ પ્રકારના કોન્ટેક્ટમાં નથી તેમજ તેની સગાઈ બાબતે કોઈ જ નિર્ણય લેવાયો નથી અને હાલમાં તે સીંગલ છે તેવુ લિસા એ ટ્વિટ કર્યું હતું.