કાનના દુખાવાથી લઇ આંખની સમસ્યામાં અજમો આપે છે 10 અકલ્પિત લાભ!

07 Mar, 2016

 ભારતીય ખાવામાં અજમાનો ઉપયોગ મસાલાના રૂપમાં સદીઓથી કરવામાં આવે છે પણ અજમો માત્ર એક મસાલો જ નથી, પણ ઘણાં પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર છે. આયુર્વેદ મુજબ અજમો પાચન તંત્રને તંદુરસ્ત રાખે છે. અજમાના ઘણાં ઘરેલુ ઉપાય છે, જે સ્વાસ્થ્ય સમસ્યામાં કારગર સાબિત થાય છે. એસિડિટી, કબજિયાત, ગેસ વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવા માટે અજમાનો ઉપયોગ કરવામાં આવે છે.

અજમાના પ્રતિ 100 ગ્રામમાં પ્રોટીન 17.1 ટકા, ફેટ 21.8 ટકા, મિનરલ્સ 7.9 ટકા, ફાઇબર 21.2 ટકા અને કાર્બોહાઇડ્રેટ 24.6 ટકા મળી આવે છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, થિયામીન, રાઇબોફ્લેવિન, ફોસ્ફરસ, આર્યન અને નિયાસીન પણ મળી આવે છે. સારા સ્વાસ્થ્ય માટે તેને જરૂરી માનવામાં આવે છે.
1. કાનના દુખાવા માટેઃ-
તલના તેલમાં 1 ચમચી લસણ અને 2 ચમચી અજમાને પીસવો. ઠંડુ થવા પર તેનું એક ટીપું કાનમાં નાખવું. કાનના દુખાવામાં આરામ મળે છે. સાથે જ, તેનાથી કાનની સફાઈ પણ થાય છે.
2. આંખની સફાઈઃ-
આંખની સફાઈ માટે પણ અજમો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાણીમાં અજમાને નાખીને થોડી વાર ઉકાળવું. ત્યાર પછી તેને ઠંડુ થવા દેવું. ત્યાર પછી આંખને આ પાણી વડે ધોઇ લેવી. આંખની સફાઈની સાથે જ આરામ પણ મળશે.
3. એસિડિટીઃ-
અજમો અને જીરાની એક-એક ચમચી માત્રામાં થોડો આદુનો પાવડર મિક્સ કરીને રોજ સેવન કરવાથી પાચન યોગ્ય રહે છે. તેની સાથે જ, અજમો એસિડિટીની સમસ્યાને પણ દૂર કરવામાં ફાયદાકારક છે.
4. કબજિયાતઃ-
પેટ સાથે સંબંધિત બધા જ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં અજમો રામબાણ ઇલાજ માનવામાં આવે છે. કબજિયાતની સમસ્યાના લક્ષણ દેખાવા પર રોજ સવારે ગરમ પાણીની સાથે અજમાનું સેવન શરૂ કરવું અને થોડા જ દિવસોમાં તેની અસર તમને જોવા મળશે.
5. મુખની બીમારી દૂર થશેઃ-
દાંતનો દુખાવો, શ્વાસની બદબૂ અને નબળા દાંતની સમસ્યા સાથે જોડાયેલાં લોકો અજમાનું સેવન કરીને આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકે છે. લવિંગ અને અજમાનું તેલ અને પાણીના સાથે કોગળા કરવાથી પણ ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે.
6. ડાયરિયાઃ-
અજમો ડાયરિયાની સમસ્યાને દૂર કરવાનો નેચરલ ઉપાય માનવામાં આવે છે. એક ગ્લાસ પાણીમાં અજમો નાખીને તેને ઉકાળવું અને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. અજમાથી ડાયરિયાને દૂર કરવાના આ ઇલાજને ઘણા લોકો કારગર પણ માને છે.
7. આર્થરાઇટિસઃ-
આર્થરાઇટિસમાં સાંધામાં થતા દુખાવામાં પણ અજમો ખૂબ જ અસરદાર સાબિત થાય છે. તેના તેલથી એફેક્ટેડ એરિયામાં મસાજ કરવાથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે.
8. બ્લીડિંગ રોકે છેઃ-
મહિલાઓમાં બ્લીડિંગની સમસ્યા સામાન્ય વાત છે. માસિકથી લઇને ગર્ભાવસ્થા સુધી તેમને બ્લીડિંગની સમસ્યાથી પરેશાન થવું પડે છે. તેનાથી બચવા માટે અજમાને આખી રાત પાણીમાં પલાળીને સવારે તેને પીસી તે પાણીનું સેવન કરવું જોઇએ. બ્લીડિંગની સાથે જ દુખાવામાં પણ રાહત મળે છે.
9. અસ્થમાઃ-
ગરમ પાણીની સાથે અજમાનું સેવન શરદી-ઉધરસથી રાહત અપાવે છે, પરંતુ મ્યૂકસની સમસ્યા પણ દૂર થાય છે. દમાના દર્દીઓને ઇલાજમાં અજમો ખૂબજ કારગર સાબિત થાય છે. ગોળની સાથે તેનું સેવન જલ્દી અસર દેખાડે છે.
10. કિડનીની સમસ્યા દૂરઃ-
કિડનીમાં સ્ટોનની સમસ્યા માટે પાણી અને ભોજનમાં ગડબડીને જવાબદાર માનવામાં આવે છે. તેને દૂર કરવા માટે અજમાનું સેવન કરવું જોઇએ. અજમો માત્ર સ્ટોનના કારણે ઉઠતા દુખાવા શાંત કરે છે સાથે જ, ધીરે-ધીરે સ્ટોનને ખત્મ પણ કરે છે.