ખોટા ભ્રમ ન પાળો, મલાઈવાળું દૂધ પીવાના આ ફાયદા એકવાર જાણો!

27 Nov, 2014

જો તમે એવું વિચારીને મલાઈવાળું દૂધ નથી પીતા કારણ કે તેનાથી તમારું વજન વધી જશે તો આ ખોટા ભ્રમ મનમાંથી કાઢી નાખો. એક વેબસાઈટમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ ફુલ ક્રિમ દૂધ, ઓલિવ ઓઈલ, હાઈ ફેટ નટ્સ અને માછલીનું સેવન વજન ઘટાડવામાં બહુ મદદ કરે છે.

 ન્યોયર્કના એલ્બર્ટ આઈન્સટાઈન કોલેજ ઓફ મેડિસિનના સંશોધનકર્તાઓએ પોતાના સંશોધનમાં આ દાવો કર્યો છે. સંશોધનકર્તાઓએ આ પ્રકારના ડાયટને ડાઈટિંગ માટે કારગર અને ફાયદાકારક જણાવી છે સાથે જ લો ફેટ્સ ડાયટને ખોટા ભ્રમ કહીને નકારી છે.
 
શોધકર્તા ડોક્ટર સીન મુજબ લ્યૂકનની કેલરી પર ધ્યાન આપવાથી ભ્રામક સ્થિતિ પેદા થાય છે અને આ નુકસાનકારક હોય છે. ફુલ ક્રિમ દૂધ અને ડ્રાયફ્રુટના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે જેથી આપણે ઓવરડાયટથી બચીએ છીએ. ત્યાં જ લો કેલરી ડાયટથી ભૂખ સંતોષાતી નથી અને આપણે ઓવરઈટિંગ કરી લેતા હોઈએ છીએ. આ શોધ પબ્લિક હેલ્થ ન્યૂટ્રિશન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.