આ કારણથી અમરીશ પુરીએ આમિર ખાનની સાથે કયારેય નથી કર્યું કામ, કારણ જાણીને હેરાન થઇ જશો

13 Jun, 2018

 આમીર ખાન બોલીવુડના એકમાત્ર એવા કલાકાર છે જે મિસ્ટર પરફેકટનીસ્ટના નામથી ઓળખાય છે. આમિર ખાનને પોતાના દરેક કામમાં પરફેકશન પસંદ છે. આમિર ખાનની ફિલ્મ સુપરહીટની ગેરંટી છે. તે વર્ષમાં એક જ ફિલ્મ કરે છે અને તે ફિલ્મ સુપરહિટ થઇને કરોડો કમાઇ લે છે. તેની ફિલ્મોને ઘણા બધા એવોર્ડસ મળે છે પરંતુ તે કયારેય પણ એવોર્ડ લેવા નથી જતો. આમિરના દુનિયાભરમાં લાખો ફૈંસ છે. દરેક હિરોઇન ઓછામાં ઓછા એકવાર તો તેની સાથે કામ કરવા ઇચ્છે છે. આમિરની ફિલ્મોમાં મસાલા ઓછી સ્ટોરી વધારે હોય છે. હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર ઘણી હિટ થઇ હતી. આ ફિલ્મ તેણે પોતાના પ્રોડકશન હાઉસ આમિર ખાન પ્રોડકશન બેનર હેઠળ બનાવી હતી. માત્ર આમિરની ફિલ્મો નહીં પરંતુ તેના પ્રોડકશનમાં બનેલી ફિલ્મો પણ બધાને ઘણી પસંદ આવે છે.

આમીરે અત્યારસુધી પોતાની ફિલ્મી કેરીયરમાં લગભગ બધા મોટા સ્ટાર્સની સાથે કામ કયુંં છે. પરંતુ તેણે એક એવા દિગ્ગજ કલાકારની સાથે કામ નથી કયુર્ર્ં જે હવે આ દુનિયામાં નથી. જણાવી દઇએ કે આમિરખાને પોતાની ફિલ્મી કેરીયરમાં કયારેય પણ અમરીશ પુરીની સાથે કામ નથી કર્યું. અમરીશ પુરી બોલીવુડના એક એવા મહાન અભિનેતા હતા જેનો કોઇ મુકાબલો ન થઇ શકે. તે ભલે આ દુનિયામાં ને અલવિદા કરી ગયા પરંતુ તેની દમદાર અવાજ અને અભિનય આજે પણ લોકોના દિલમાં જીવતા છે.

અમરીશ પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી પ્રતિભાશાળી અને અનુભવી કલાકરોમાંથી એક હતા. તેણે પોતાની ફિલ્મી કેરીયરમાં સકારાત્મક અને નકારાત્મક બંને રીતના અભિનય કર્યા છે. એમ તો દર્શકે તેમને તેમના દ્વારા નિભાવેલા બધા અભિનયમાં પસંદ કરે છે પરંતુ તે વિલેનના રોલમાં વધારે પસંદ કરવામાં આવે છે. પરંતુ આટલા વર્ષથી એક જ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાથી છતાં આમિર ખાન અને અમરીશપુરી કયારેય પણ એકબીજાની સાથે મોટા પડદા પર નજર નથી આવ્યા. શું તમે વિચાર્યું છે આવું કેમ ? શા માટે બે મોટા કલાકારોએ કયારેય એકબીજાની સાથે કામ નથી કર્યું. તેની પાછળ એક મોટું કારણ છે, ચાલો તમને જણાવી દઇએ.

હકીકતમાં આમિર ખાનના કાકા નાસિર હુસૈન ફિલ્મ ડાયરેકટર હતા. વર્ષ ૧૯૮૫માં એક ફિલ્મની શુટીંગ ચાલી રહી હતી. જેમાં ડાયરેકટર નાસિર હુસેન એટલે કે આમિરના કાકા હતા. આ ફિલ્મમાં અમરીશ પુરી, જયા પ્રદા, સંજીવકુમાર અને સની દેેઓલ જેવા મોટા કલાકાર હતા. ફિલ્મમાં આમિર પોતાના કાકાને આસિસ્ટ કરી રહયો હતો. આ સમયે આમિર નવો હતો અને તે અમરીશ પુરી વાર્રવાર શુટીંગ દરમ્યાન ટોકતો હતો. આમિર ખાનના વારંવાર ટોકાટોકી કરવાથી અમરિશ પુરીને ગુસ્સો આવી ગયો અને તેને સેટ પર બધાની સામે તેને ખરું ખોટુ સંભાળવી દીધું. ત્યારપછી આમિર ત્યાંથી ચાલ્યો ગયો પરંતુ જુનીયર હોવા છતાં તેણે અમરિશ પુરીની માફી માંગી નહીં. આ ઘટના પછી કયારેય પણ બંનેએ એકબીજાની સાથે વાત નથી કરી અને કયારેય બંને સાથે ફિલ્મમાં નજર નથી આવ્યા.