ગંભીર બીમારીઓ સામે રક્ષણ જોઈએ તો, રોજ આ રીતે ખાઓ 4 અખરોટ!

25 Feb, 2018

 અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ છે. તેમાં એએલએ(અલ્ફા-લિનોલેનિક એસિડ) હોય છે, જે ખૂબ જ ઉપયોગી તત્વ છે. શાકાહારી લોકો માટે તે કુદરતનું વરદાન છે. ઘણા લોકો અખરોટના ગુણધર્મોથી અજાણ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અખરોટ બહુ સારું ગણાય છે. અખરોટમાં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તે વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને તે અસ્થમા, આર્થરાઇટિસ, ત્વચાની સમસ્યાઓ, એક્ઝીમા અને સોરાયસિસ જેવી બીમારીઓમાં સુરક્ષા પૂરી પાડે છે. અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે જે મગજના કોષોને સતેજ રાખે છે. અખરોટમાં રહેલું મ્લાટોનિન નામનું તત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘ આવે છે. આમ અખરોટ નિયમિત ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે તે ઘણું આશીર્વાદરૂપ છે.