ગેલેરીમાં કેવી રીતે હાઇડ કરશો વોટ્સઅપ ફોટો!

26 Oct, 2015

વોટ્સઅપમાં દરેક અનેક લોકો તમને ફોટો શેયર કરતા હશે. જો તમે કોઇ ગ્રુપમાં જોડાયેલા હશો તો ના જાણે કેટલાક વીડિયો અને ફોટાઓ રોજ તમારી ગેલેરીમાં અને વોટ્સઅપમાં આવતા હશે. પણ ધણીવાર આપણી જાણ બહાર કેટલાક અભદ્ર ફોટોઓ આપણા ગ્રુપમાં આવતા હોય છે અને ગેલેરીમાં સેવ થઇ જતા હોય છે. કાં તો પછી આપણને તેવા ફોટો ખબર હોય છે પણ આપણે ગેલેરીમાંથી તેને ડિલિટ કરવાનું ભૂલી જઇએ છીએ અને જ્યારે કોઇને ગેલેરીની ફોટો બતાવવા જઇએ છીએ ત્યારે આપણને ક્ષોભમાં પડવું પડતું હોય છે. વોટ્સઅપની આ બેસ્ટ ટ્રિકો, તમે હજી સુધી ટ્રાય કરી કે નહીં! સાથે જ જો તમારી પ્રેમિકા કે ગર્લફેન્ડે તમને કોઇ તેવા ફોટો વોટ્સઅપ પર મોકલ્યા હોય છે જે ખાલી તમારા માટે જ ખાસ હોય અને તમને ગેલેરીમાં તે ફોટો રાખવા માંગતા હોવ પણ બધાને બતાવા ના માંગતા હોવ તો આ આર્ટીકલ તમારા કામમાં આવી શકે છે. આ 8 ચિહ્નો તમને કહી દેશે કે તમને WhatsAppનું વ્યસન છે આજે અમે તમને બતાવાના છીએ કે કેવી રીતે ગેલેરીમાં તમે તમારા વોટ્સઅપના ફોટોઓને હાઇડ કરી શકો છો. તો વાંચો આ રસપ્રદ અને રોચક આર્ટીકલ અને જાણો કેવી રીતે ગેલેરીમાં હાઇડ કરશો વોટ્સઅપથી આવેલા તમારા ખાસ ફોટોઓને...

એપ્સ વોટ્સઅપ ફોટોને ગેલેરીમાં હાઇડ કરવા માટે એડ્રાઇડ યૂઝર પ્લે-સ્ટોરથી ઇએસ ફાઇલ એક્સપ્લોરર, ટોટલ ફાઇલ્ડ કમાન્ડર મેનેજર અને એસ્ટ્રો ફાઇલ મેનેજર જેવા એપ્સ ડાઉનલોડ કરો.

સ્ટેપ 1 તેને ઇનસ્ટોલ કર્યા પછી ઇએસ ફાઇલ એક્સપ્લોરર પર ક્લિક કરો.

સ્ટેપ 2 એપની ડાબી બાજુ દેખાતા બ્લુ ટિક પર ક્લિક કરો અને સ્કોલ ડાઉન કરી હોમ વિકલ્પ પર જાવ.

સ્ટેપ 3 દેખાઇ રહેલા વિકલ્પમાંથી whatsapp પસંદ કરો અને પર whatsapp ઇમેઝ પર જાવ.

સ્ટેપ 4 ત્યાં ગયા પછી ડાબી અને નીચેની તરફ ફાઇલ ક્રિએટ કરવાનો વિકલ્પ તમને દેખાશે.

સ્ટેપ 5 તે પર ક્લિક કરો અને .nomedia નામથી એક ફાઇલ બનાવો.

સ્ટેપ 6 હવે તમારા whatsappના ફોટો ગેલેરીમાં દેખાવાના બંધ થઇ જશે.

સ્ટેપ 7 જો તમારે ફરીથી તે ફોટા ગેલેરીમાં જોઇએ છે તો તમારે .nomedia ફાઇલ ડિલિટ કરવી પડશે.