ભોજન સાથે પીવી જોઈએ છાસ કે નહીં, જાણો શું કહે છે આયુર્વેદ?

12 Dec, 2014

કહે છે છાસ સારું પીણું તથા એડીશનલ ડાએટ છે. માનવામાં આવે છે કે છાસ શરીરમાં ઉપસ્થિત ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે. ગરમીમાં છાસ શરીર માટે અમૃત જેવું કાર્ય કરે છે. આ શરીરની પ્રતિરોધક શક્તિને વધારી દે છે. પણ છાસમાં ઘી ન હોવું જોઈએ.

  • ગાયના દૂધથી બનેલી છાસ સૌથી વધારે સારી માનવામાં આવે છે. છાસનું સેવન કરવાથી રોગ જે નાશ થાય છે, તે જીવનમાં ફરી ક્યારેય થતા નથી. છાસ ખાટી ન હોવી જોઈએ.
  • પેટના રોગમાં છાસને દિવસમાં ઘણીવાર પીવી જોઈએ. રોજ નાસ્તા તથા ભોજન પછી છાસ પીવાથી શક્તિ વધે છે. છાસને પીવાથી માથાના વાળ કટાણે સફેદ થાતા નથી.
  • ભોજનની સાથે તેને પીવાથી ખાવાનું પાચન પણ સારી રીતે થાય છે અને શરીરને પોષણ પણ વધારે મળે છે. છાસ પોતે પણ સરળતાથી પચી જાય છે. તેમાં જો એક ચપટી મરી, જીરા અને સીંધાલું મીઠું મેળવવાથી વધારે અસર કરે છે.
  • તેમાં સારા બેક્ટેરિયા પણ હોય છે, જે શરીર માટે લાભદાયક થાય છે. મીઠી લસ્સી પીવાથી ફાલતુ કેલેરી મળે છે, માટે તેનાથી બચવું જોઈએ. છાસ ખાવા સાથે લેવાથી કે પછી પીવાથી સારું રહે છે. પહેલા લેવાથી પાચક જ્યૂસ ડાઈલ્યૂટ થઈ જાય છે એવું માનવામાં આવે છે.