ઓફિસમાં બેઠાંબેઠાં વજન ઘટાડવાની 10 સાવ સહેલી ટિપ્સ

11 Oct, 2015

 સામાન્ય રીતે લોકો પોતાના વધતા વજન માટે ચિંતાતુર હોય છે પણ ઓફિસના વ્યસ્ત શેડ્યુલના કારણે તેમને  આ માટે કસરત કરવાનો સમય નથી મળતો. જોકે કેટલીક સહેલી ટિપ્સ છે જેનો ઉપયોગ કરવાથી ઓફિસમાં બેઠાંબેઠાં વજન ઘટાડી શકાય છે.

 
1.ઓફિસમાં રોજ 5 મિનિટ મેડિટેશન કરવાથી સ્ટ્રેસ ઘટે છે. તણાવ ઓછો થતા અનેક બીમારીઓથી બચી શકાય છે. 
2. ઓફિસમાં લંચ પછી રોજ સેલ્ફી લેવાથી વ્યક્તિને તેના વધતા વજનનો સતત ખ્યાલ આવે છે. આ કારણે તેમને વજન ઘટાડવાનું પ્રોત્સાહન મળે છે. 
3. ઓફિસમાં રોજ 2-3 વાર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાથી બહુ આરામ મળે છે. આખો દિવસ સીટ પર બેસી રહેવાથી નુકસાન મળે છે.
4. ઓફિસમાં જમ્યા પછી રોજ અડધી કલાક  કે જમ્યા પહેલાં અડધી કલાક આંટા મારવાથી વજન ઉતારવામાં સરળતા રહેશે.
5. લંચ બ્રેકમાં ગ્રીન ટી પીવાથી ફ્રેશ ફિલ થશે અને મેટાબોલિઝમ પણ સુધરશે.
6. લંચ બ્રેકમાં કોમ્પ્યૂટર સ્ક્રીન પર ચીટકી રહેવાને બદલે આ સમયને સારી રીતે પસાર કરવો જોઈએ.
7. ઓફિસમાં લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
8. વજન ઉતારવા બદલે શુગરયુક્ત પીણાં પીવાને બદલે પાણી અથવા તો ગ્રીન ટીનો વિકલ્પ પસંદ કરવો જોઈએ.
9. હંમેશા ઓફિસમાં બેસવાને બદલે ઓફિસની બહાર ચક્કર મારવા જોઈએ.
10. વધારેને વધારે પાણી પીવું જોઈએ. જો આ પાણી હુંફાળું હોય તો વધારે ફાયદો થાય છે.