ગરમી ની સીઝન શરુ થઇ રહી છે ત્યારે તમારા વાળનl સંભાળ કેવી રીતે કરશો

22 Feb, 2018

ગરમી ની સીઝન શરુ થવા જઈ રહી છે, આજે આપણે સામાન્ય વાળ ખરવાની (Hair loss)સમસ્યાથી કેમ બચવું તે વિષે ચર્ચા કરીશું.

 
વાળ ખરવામાં થોડા વાળ ખરવાથી લઇ ટાલ પડી જવા સુધી અસર થતી હોય છે. સામાન્ય રીતે આપણા લગભગ ૫૦ થી ૧૦૦ વાળ દરરોજ ખરતા હોય છે. જો આના કરતાં વધુ વાળ ખરતા હોય, તો એ ચિંતાજનક કહી શકાય. ક્યારેક એમ પણ જોવા મળે છે કે વાળ આછા થવા લાગે છે અને એક અથવા અધિક જગ્યા પર ટાલ થઈ જાય છે. વાળ ખરવાનાં ઘણાં બધાં અલગ-અલગ કારણો હોય છે. ચિકિત્સા વિજ્ઞાનના આધાર પર વાળ ખરવાના કેટલાય પ્રકાર હોય છે:
લાંબી બીમારી, મોટી શસ્ત્રક્રિયા અથવા ગંભીર સમસ્યાઓ જેવા શારીરિક તણાવના કારણે બે કે ત્રણ મહીના બાદ વાળ ખરવા એ એક સામાન્ય પ્રક્રિયા છે. અંત:સ્ત્રાવોના સ્તરમાં આકસ્મિક ફેરફાર આવ્યા બાદ પણ આમ થતું હોય છે, વિશેષ કરીને સ્ત્રીઓમાં બાળકને જન્મ આપ્યા બાદ પણ આમ થઈ શકે છે. સાધારણ રીતે વાળ ખરતા રહે છે પરંતુ ટાલ નથી પડી જતી.
 
દવાઓની આડ અસરને કારણે ઔષધના ગૌણ પ્રભાવો : વાળ ખરવા એ કેટલીક ઔષધિઓનો ઉપયોગ કરવાને કારણ થઇ શકે છે અને આવું અચાનક આખા માથાના ભાગ પર પ્રભાવી થઇ શકે છે.
 
ચિકિત્સાકીય બીમારીનાં લક્ષણો: વાળ ખરવા એ ચિકિત્સા બીમારીનું લક્ષણ હોઈ શકે છે જેમ કે અવટુગ્રંથિ (થાઇરૉયડ) વિકૃતિ, સેક્સ હાર્મોન્સમાં અસંતુલન અથવા ગંભીર પોષાહાર સમસ્યા વિશેષ કરીને પ્રોટીન, લૌહ, જસ્તા અથવા બાયોટીનની કમી. આ કમી ખાન-પાનમાં પરેજી કરવા વાળાઓ અને જે મહિલાઓને માસિક ધર્મના સમયમાં વધારે પડકો રક્ત સ્રાવ થાય છે, તેમાં આ સામાન્ય બાબત છે.
 
માનસિક તાણ તથા ચિંતા ઘટાડી, યોગ્ય આહાર લઈને, વાળ ઓળવાની યોગ્ય રીત અપનાવીને અને આ ઉપરાંત જો શક્ય હોય તો વાળને ખરતા અટકાવે તેવી દવાઓનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યાને અટકાવી તેમાંથી બચી શકાય છે. ભુસીના ઉત્પાતને કારણે વાળ ખરવાની સમસ્યામાંથી વાળની સફાઈ પર ધ્યાન આપવાથી, અન્ય વ્યક્તિના કાંસકા, બ્રશ, ટોપી વગેરેનો વપરાશ બંધ કરીને બચી શકાય છે. યોગ્ય દવાઓની સહાયતા વડે પણ આનુવંશિક ટાલ પડવામાંથી કેટલીક વાર અટકાવી શકાય છે.
 
જો તમે વાળ ની સ્વચ્છતામાં થોડું ધ્યાન રાખશો તો ખરવાની સમસ્યા માં લાભ થશે.
 
હવે ગરમીના દિવસો શરુ થવાના છે ત્યારે પરસેવા થી માથા માં ગંદકી થઇ છે તેના કારણે વાળ વધુ ખરે છે સ્કિન ઓયલી થવાથી સમસ્યા વધી જાય છે, સારા શેમ્પુ નો ઉપયોગ કરી ને વાળને ધુવો.
 
ગરમીની સીઝન માં વાળ ને ટ્રિમિંગ કરાવવું જોઈએ
 
જો શુષ્ક વાળ હોઈ તો મૉઇસ્ચરાઇઝર યુક્ત શેમ્પુ વાપરવું જોઈએ.
 
ગરમી માં તડકા થી પણ વાળ ને બચાવવા જોઈએ ગરમી માં તેલ લગાવવું ખાસ જોઈએ, તેનાથી માથાની ગ્રંથિઓ સતેજ થાય છે અને લોહીનું ભ્રમણ વધી જાય છે.