ગુજરાતનો અનોખો નજારો, આ સનસેટ પોઇન્ટસ જોઇને થઇ જશો મંત્રમુગ્ધ

20 Oct, 2016

માઉન્ટ આબુમાં સનસેટ જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટતી હોય છે જ્યારે ગોવા બીચના સનસેટનો નજારો અનેકવાર ફિલ્મોમાં જોવા મળતો હોય છે. પરંતુ, ગુજરાતમાં પણ એવા બેસ્ટ સનસેટ પોઇન્ટસ છે જે અન્ય લોકેશનને ટક્કર મારે એમ છે. આમ તો તમે કોઇ જગ્યા, હાઇવે, બીચ કે રેલ યાત્રા દરમિયાન સનસેટના રંગોને કેમેરામાં કેપ્ચર કર્યા જ હશે પણ આ તસવીર કોઇ પરદેશના લોકેશનની નહી પણ ગુજરાતમાં જ દરિયા કિનારાની આસપાસ આવેલા શહેરમાં દેખાતા સનસેટની છે. જેમાં દરેક જગ્યાએથી સનસેટનો નજારો કંઇક અલગ જ જોવા મળી રહ્યો છે.