રોજ માત્ર 5 મિનિટ કરો ગૌમુખાસન, આર્થ્રાઇટિસ, સ્ત્રી રોગોમાં છે લાભકારી

29 Jan, 2016

 શરીર અને મનનું સંતુલન એટલે યોગ. જીવનશૈલીને લગતી ઘણી બધી વિકૃતિઓને દૂર કરવામાં યોગ અતિકારગર છે.

 
રોગોને દૂર કરે છે યોગ
 
આજના સમયમાં સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને ચિંતા જેવી વિકૃતિઓ ઝડપથી વધી રહી છે, એવામાં  યોગ સંપૂર્ણપણે લાભપ્રદ છે. યોગની શારીરિક ક્ષમતા, માંસપેશીઓની ગતિવિધિઓ અને હૃદયના ધબકારાંના નિયંત્રણ માટે ફાયદાકારક છે.
 

 
ગૌમુખાસન
 
ડાયાબિટીસ, પીઠ દર્દમાં, વારંવાર પેશાબ, સ્ત્રી રોગોમાં અત્યંત લાભકારી છે ગૌમુખાસન.
 
સ્થિતિ:
 
-આસન ઉપર પગ સીધા રાખી ટટ્ટાર બેસો.
 
-હવે જમણા પગને ઢીંચણમાંથી વાળી તેની એડી ડાબા નિતંબ પાસે તથા ડાબા પગને ઢીંચણમાંથી વાળી તેની એડી જમણા નિતંબ પાસે રાખો.
 
-બન્ને ઢીંચણ એકબીજાની ઉપર રહેવા જોઈએ.
 
-બંને હાથની હથેળી પગના પંજા ઉપર રાખી થોડી વાર ટટ્ટાર બેસો.
 
-હવે ડાબા હાથને પીઠની પાછળ નીચેની તરફથી લઈ જઈ હથેળીને ઉપરની તરફ ખેંચવી.
 
-હવે જમણા હાથને આકાશ તરફ સીધો ઊંચો કરી કોણીમાંથી વાળી પીઠ પાછળ રહેલા ડાબા હાથના આંગળાને પકડવાનો પ્રયત્ન કરવો.
 
-બંને હાથના આંગળા પકડાઈ જાય પછી જમણા હાથને ઉપર અને ડાબા હાથને નીચે તરફ ખેંચો. ચહેરો, ડોક સીધી. શ્વાસ સામાન્ય રોકાવ.
 
-આ રીતે પગ અને હાથને અદલાબદલી કરીને કરવું.
 
-શરૂઆતમાં બંને હાથના આંગળા એકબીજા સુધી ન પહોંચે તો જબરદસ્તી ન કરતાં હાથ રૂમાલનો ઉપયોગ કરો અથવા યોગ-શિક્ષકની મદદ લો.
 
-શરીરના જે જે સ્નાયુઓમાં ખેંચાણ છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો.
 

 
લાભ:
 
-જાંઘ,ઘૂંટણ, પીઠ, ખભા, છાતી અને હાથના સ્નાયુઓમાં ખેંચાણ આવે છે અને ફ્લેક્સિબલ બને છે.
 
-ડાયાબિટીસ, હરસ, પીઠ અને ખભાનું દર્દ તથા આર્થ્રાઇટિસમાં ફાયદો કરે છે.
 
-છાતીનો વિકાસ કરે છે.
 
-વારંવાર યુરિનની તકલીફ અને સ્ત્રીરોગોમાં પણ લાભકર્તા છે.
 
ઊંડા-લાંબા શ્વાસ લેવાની ટેવ પડે છે.
 
-બંને હાથના આંગળા પકડાઈ જાય પછી જમણા હાથને ઉપર અને ડાબા હાથને નીચે તરફ ખેંચો. ચહેરો, ડોક સીધી. શ્વાસ સામાન્ય રોકાવ.
 
-આ રીતે પગ અને હાથને અદલાબદલી કરીને કરવું.
 
-શરૂઆતમાં બંને હાથના આંગળા એકબીજા સુધી ન પહોંચે તો જબરદસ્તી ન કરતાં હાથ રૂમાલનો ઉપયોગ કરો અથવા યોગ-શિક્ષકની મદદ લો.
 
-શરીરના જે જે સ્નાયુઓમાં ખેંચાણ છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો.
 
ટિપ્સ:
 
આજનાયુગમાં વિદ્યાર્થીગણમાં પણ તનાવ અને સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે. ટ્યુશન ક્લાસિસ, પરીક્ષા, સ્પર્ધા વગેરે બાબતો જાણે-અજાણ્યે તણાવ તરફ લઈ જઈ રહી છે. શરીરને સુડોળ અને ચુસ્ત રાખી માનસિક એકાગ્રતા વધારવા યોગ જેવું ઉત્તમ અન્ય કોઈ નથી. યોગ વ્યક્તિની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી તેનો વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરી સંપૂર્ણ માનવ બનાવે છે. વ્યક્તિત્વ વિકાસ અને અભ્યાસમાં રુચિ વધારે છે. જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો જોવા મળે છે. યોગથી નિયમિતતા, વ્યસનમુક્તિ તેમજ યુવાવર્ગના અન્ય પ્રશ્નોને હલ કરી શકાય છે.
 
સાવધાની:
 
ઘૂંટણ, પીઠ, સાથળ કે ડોકમાં દર્દ - ફ્રોજન શોલ્ડર હોય તેમણે આસન ન કરવું.