આંખોને સુંદર બનાવતા આઇલાઇનર લગાવવાની ખાસ ટિપ્સ

03 Jan, 2015

આઈલાઇનર પ્રત્યેક યુવતીનો પ્રિય મેકઅપ છે અને દરેક યુવતીની વેનિટી બેગમાં તે તો ચોક્કસ મળશે. આઈલાઇનર લગાવવા માટે કોઈ ટ્રેનિંગ કે પ્રેક્ટિસની જરૂર નથી હોતી. તમે તેને જુદી-જુદી રીતે લગાવી શકો છો. આપણે અહીં કંઈક એવી જ ટિપ્સ વિશે જાણીશું...

ટાઇપ ૧ : જો તમે કૈટી આંખો ઇચ્છતા હોવ તો આ સ્ટાઇલથી લગાવવી, જેથી આઈલાઇનર બહુ જ બોલ્ડ અને કોમળ લાગે. આ સ્ટાઇલ લગાવવી બહુ જ સરળ છે. પહેલાં ઉપરની પાંપણ ઉપર અને પછી નીચેની પાંપણ ઉપર લાઇનર લગાવી તેને આંખના બહારના ખૂણેથી રાઇટની નિશાની કરતા હોય એ રીતે લગાવો.

ટાઇપ ૨ : લાઇનર લગાવ્યા બાદ તેને ફેલાવવું તે એક ફેશન બની ગયું છે. તેનાથી તમારી આંખોને એક નવી ચમક મળે છે. બંને પાંપણ ઉપર હંમેશની જેમ આઈલાઇનર લગાવો અને પછી તેને સહેજ ફેલાવી દો. ખાસ કરીને ઉપરની પાંપણના કિનારા ઉપર અને નીચેની પાંપણ ઉપર. તેને વધુ પ્રાકૃતિક દેખાડવા માટે ડાર્ક કલરના આઇશેડોનો ઉપયોગ કરો તથા તેનેે ફેલાયેલા લાઇનર પાસે ટચ કરાવો.

ટાઇપ ૩ : આ આઈલાઇનર લગાવવાની બહુ જ સામાન્ય અને લોકપ્રિય સ્ટાઇલ છે. તમારે તમારી આંખોની ચારેય બાજુ એકસરખા પ્રમાણમાં લાઇનર લગાવવાનું રહેશે અને તમે રેડી છો. કેઝ્યુઅલ મેકઅપના સમયે અને રાતની પાર્ટી માટે આ સ્ટાઇલ બેસ્ટ છે.

ટાઇપ ૪ : આજકાલ કોન્ટ્રાસ્ટ કલર ફેશનમાં છે. લાઇટ કલર જેમ કે વ્હાઇટ અથવા અન્ય કલરના આઇશેડો લગાવો અને તેને પાંપણની ઉપર લગાવતા બ્રો બોન સુધી લઈ જાવ. ત્યારબાદ તમે જેમ લાઇનર લગાવો છો તેમ લગાવો અને પછી જુઓ કે તમે કેટલા અલગ દેખાઈ રહ્યાં છો.

ટાઇપ ૫ : રંગ બધી જ વસ્તુઓમાં મહત્ત્વપૂર્ણ હોય છે, પછી તે મેકઅપ જ કેમ ન હોય. બ્લેક આઈલાઇનર ઉપર કોઈ અન્ય કલરનું લાઇનર લગાવવું ફેશન બની ગયું છે. તમે પછી કોઈ પણ કલરનાં ટોપ કે બ્લાઉઝ પહેરો, તે કલરનું આઈલાઇનર લગાવી તમે પોતાની જાતને વધુ આકર્ષક બનાવી શકો છો.