ચશ્માને બાય બાય કહેવા, આ ઘરેલુ ઉપાયોમાંથી કોઇ ૧ અપનાવો

29 Jan, 2018

 અત્યારની ઝડપથી બદલાતી આ લાઇફસ્ટાઇલમાં આપણે આપણી આંખોનું ધ્યાન નથી રાખતા. જેને લીધે આપણી દુર અને નજીકની દૃષ્ટિ નબળી પડી જાય છે. જો તેમાં ધ્યાન ન આપવામાં આવે તો આંખોના નંબર વધી જાય છે અને આંખો પર ચશ્મા પહેરવા પડે છે. પરંતુ ઘણા ઘરેલુ ઉપચાર એવા છે જે આંખોને હેલ્ધી અને તેજ રાખવા માટે અસરકારક છે. જે આંખોની રોશની તો વધારે જ છે સાથે આંખોના ચશ્મા ઉતારવામાં પણ કારગર નીવડે છે.

બદામ : દરરોજ રાતે ૬-૭ બદામ પાણીમાં પલાળીને સવારે ખાખો
ગાજર : આામા વિટામીન એ, બી, અને સી હોય છે. દરરોજ ખાવાથી કે તેનો જયુસ પીવાથી આંખોની રોશની વધે છે.
ત્રિફળા : રાતે ત્રિફળાને પાણીમાં પલાળીને મુકી દો. સવારે તેનાથી આંખો ધુઓ.
સરસિયાનું તેલ : રેગ્યુલર રાતે સુતા પહેલા સરસિયાના તેલથી પગના તળિયામાં માલિશ કરો
વરીયાળી : એક ચમચી વરીયાળી, ર બદામ અને અડધી ચમચી સાકર પીસી લો. દરરોજ રાતે સુતા પહેલા એક ગ્લાસ દુધ સાથે લો.
દેશી ઘી : કાનપટ્ટી પર દેશી ઘીની હળવા હાથે રોજ ૫-૧૦ મિનિટ મસાજ કરો
ગ્રીન ટી : દરરોજ દિવસમાં ૨-૩ કપ ગ્રીન ટી પીઓ. આમાં રહેલા એન્ટીઓકસીડેન્ટસ આંખોને હેલ્ધી રાખે છે.
આમળા : આમળાનો મુરબ્બો બનાવી દિવસમાં બેવાર ખાઓ. આનાથી આંખોની રોશની વધશે.
જીરૂ : જીરૂ અને સાકરને સરખી માત્રામાં પીસી લો. દરરોજ આ મિશ્રણ એક ચમચીની ઘીની સાથે ખાઓ.
એલચી : ૩-૪ એલચીને એક ચમચી વરિયાળીની સાથે પીસી લો. આ મિશ્રણ રેગ્યુલર દુધમાં મિશ્ર કરી પીઓ.