જનનાંગોમાં આવતી ખંજવાળને કુદરતી રીતે દૂર કરવા, 10 ઘરેલૂ ઉપચાર

17 Jun, 2015

 જનનાંગોમાં ખંજવાળ સ્ત્રીઓમાં એક સામાન્ય સમસ્યા છે અને એવી કોઈપણ સ્ત્રી નહીં હોય જેને તેના જીવનકાળમાં જનનાંગોમાં ખુજલીની સમસ્યાનો સામનો ન કરવો પડ્યો હોય. જનનાંગ કે યોનિમાં આવતી ખુજલી તમને શરમજનક પરિસ્થિતિમાં મૂકે છે ખાસ કરીને ત્યારે જ્યારે તમે કામને કારણે ઘરની બહાર હોવ, કારણ કે ખુજલી આવે એટલે ઘણીવાર તેની પર નિયંત્રણ રહેતો નથી.

 
જનનાંગોમાં ખંજવાળ આવવાના અનેક કારણો હોઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ યીસ્ટ સંક્રમણ અથવા માસિક ધર્મના સમયે ઉપયોગમાં લેવાતા પેડ્સમાં રહેલું કેમિકલ પણ હોઈ શકે છે. બહુ વધારે ટાઈટ કપડા પહેરવાથી પણ આ સમસ્યા થતી હોય છે. આ સાથે સેક્સ સંબંધ બાદ સ્વચ્છતાના અભાવને કારણે પણ યોનિમાં ખુજલીની સમસ્યા પ્રસરે છે અને જ્યારે લાંબા સમય સુધી ખંજવાળ રહે છે તો યોનિમાં દુઃખાવો શરૂ થઈ જાય છે. જેથી આજે અમે તમને એવા સસ્તા અને અસરકારક ઉપચાર જણાવીશું જેનાથી આ સમસ્યા જડથી દૂર થશે.
 
એપ્પલ સીડર વિનેગર
 
એપ્પલ સીડર વિનેગરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. જો યોનિમાં ખંજવાળ આવવાની સમસ્યા બેક્ટેરિયલ કે ફંગલ સંક્રમણને કારણે છે તો એપ્પલ સીડર વિનેગરના પ્રયોગથી તેને દૂર કરી શકાય છે. તેના માટે બે ચમચી એપ્પલ સીડર વિનેગરને ગરમ પાણીમાં મિક્ષ કરીને દિવસમાં બે-ત્રણવાર યોનિને આ મિશ્રણથી ધોવી. લાભ થશે.
 
ઠંડો શેક
 
યોનિમાં ખુજલી રાતના સમયે વધુ આવતી હોય તો તેનાથી ઉંઘમાં બાધા આવે છે અને ખંજવાળને કારણે તમે થાક અને આળસ પણ અનુભવો છો. જેથી રાતે વધુ ખુજલીને રોકવા માટે યોનિ પર સીધુ બરફ લગાવવું અને યોનિને ઠંડો શેક આપવો. આનાથી સમસ્યા દૂર થશે.
 
લસણ
 
2-3 લસણની કળીઓ ચાવીને ખાવાથી આ સમસ્યામાં લાભ થાય છે. આ સિવાય એક જાળીદાર કાપડમાં લસણની પેસ્ટ બનાવીને તેમાં બાંધીને તે પોટલી યોનિની અંદર મૂકવાથી તેનાથી ગજબનો ફાયદો થાય છે. થોડી લસણની દુર્ગંધ આવશે પરંતુ ફાયદો ઝડપથી થશે.
 
દહીં
 
યોનિમાં આવતી ખુજલી દૂર કરવા માટે દરરોજ એક કપ ખાંડ વિનાનું દહીં ખાઓ. દહીનો ઉપયોગ કરવાની અન્ય રીત એ છે કે તેને યોનિ પર લગાવવું આનાથી તરત જ આરામ મળશે. દહીં સીધું ખુજલીવાળા સ્થાન પર લગાવવાથી યોનિની ખંજવાળ તરત જ બંદ થઈ જાય છે. નિયમિત આવું કરવાથી ગજબનો ફાયદો થાય છે.
 
તુલસીના પાન
 
તુલસીના પાનમાં એન્ટી માઈક્રોબિયલ, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેના માટે તુલસીના થોડા પાન લઈને તેને એક કપ પાણીમાં ઉકાળો. આની 20 મિનિટ એમ જ રહેવા દો જ્યાં સુધી પાણી ઘટ્ટ ન થઈ જાય. યોનિમાં ખંજવાળ પેદા કરનારા બેક્ટેરિયાને દૂર કરવા માટે આ પાણીને દિવસમાં બે વાર પીઓ.
 
એન્ટી બેક્ટેરિયલ પાઉડર
 
એન્ટી બેક્ટેરિયલ પાઉડર હર્બલ અને મેડિકેટેડ બન્ને પ્રકારમાં ઉપલબ્ધ છે. યોનિમાં ભેજને કારણે પેદા થતાં બેક્ટેરિયાને ખતમ કરવા માટે અને અન્ય કોઈપણ ફંગલ સંક્રમણ દૂર કરવા માટે યોનિમાં આ પાઉડર લગાવવાથી ફાયદો થાય છે.
 
મીઠાના પાણીથી સ્નાન
 
મીઠામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ખુજલી અને બેક્ટેરિયાને પ્રભાવી રીતે દૂર કરે છે. જ્યારે પણ તમને જનનાંગોમાં ખંજવાળનો અનુભવ થાય ત્યારે મીઠાના પાણીથી યોનિને ધોઈ લેવી. આનાથી તમને તરત જ આરામ મળશે અને બેક્ટેરિયા વધવાથી પણ આ ઉપાય રોકે છે. અથવા તો એવું પણ કરી શકો છો કે અડધુ ટબ ગરમ પાણી ભરો અને તેમાં અડધો કપ મીઠુ નાખવું. ત્યારબાદ ટબમાં પલાઢી મારીને બેસી જવું. બેસીને તમારી યોનિમાં આંગળીઓની મદદથી અંદર પાણી નાખવું જેનાથી અંદર રહેલાં બેક્ટેરિયા મરી જાય.
 
રોઝમેરી (મેંદીની પાન)
 
રોઝમેરીના પાનને 15 મિનિટ ગરમ પાણીમાં પલાળી તેને ઠંડુ થવા દો. યોનિને આ હર્બલ પાણીથી ધોવાથી ખંજવાળમાં તરત રાહત મળે છે.
 
યોનિને ડ્રાય રાખો
 
પરસેવા અને પાણીને કારણે યોનિમાં ભેજ રહેતો હોય તો તેનાથી ત્યાં બેક્ટેરિયા અને ફંગલ પેદા થાય છે. જેના કારણે સંક્રમણ અને ખંજવાળની સમસ્યા શરમજનક પરિસ્થિતિ ઉભી કરે છે. જેથી હમેશાં ધ્યાન રાખવું કે સંક્રમણથી બચવા માટે યોનિને ભેજથી દૂર રાખવી.
 
ઢીલા કપડા પહેરો
 
યોનિમાં આવતી ખંજવાળને રોકવા માટે હમેશાં ઢીલા અને આરામદેય કપડા અને અંતરવસ્ત્રો પહેરવા જોઈએ.