જેવા આલિશાન બંગલાનું આપણે સપનું જોઇએ છીએ, ધોનીએ એવો જ બંગલો બનાવ્યો છે પોતાના બાઇકસ માટે

17 Aug, 2018

 ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ બે જ વસ્તુને પ્રેમ છે, પહેલો ક્રિકેટ અને બીજો બાઇક. ધોનીનો બાઇક પ્રેમ જગજાહેર છે. જયારે પણ સમય મળે છે, ધોની રાંચીના રસ્તા પર બાઇક લઇને નીકળી પડે છે. ક્રિકેટ મેદાન પર પણ ઇનામમાં બાઇક ગમે તે ખિલાડીને મળે ગ્રાઉન્ડની ચકકર ધોની જ લગાડે છે.

ધોનીની પત્ની સાક્ષીએ રાંચિ સ્થિત પોતાના ઘરની ઘણી શાનદાર તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. સોશ્યલ મીડિયા પર પહેલીવાર ધોનીના આ મહેલની જે તસવીરો સામે આવી છે તે ખરેખર શાનદાર છે. ધોનીનો આ ડ્રીમ હોમ કોઇ આલીશાન મહેલથી ઓછો નથી. તેની તસવીરોન જોઇને લાગે છે કે તેને કેટલું પ્રેમથી બનાવ્યું છે.
 

ધોની હાલમાં જ પોતાના આખા પરિવારની સાથે આ નવા ઘરમાં શિફટ થયો છે. આ ઘરની સૌથી ખાસ વાત એ છે કે તેમાં એક ભાગમાં એક એવી જગ્યા છે, જયાં ધોનીની પસંદીગા બાઇક રાખી છે. પહેલીવાર તેને જોઇને લાગે છે કે કે આપણે બાઇકસના કોઇ શોરૂમની બહાર ઉભા છીએ.

ધોનીએ ખાસ કરીને આ ઘરને પોતાની ઢગલાબંધ પસંદીગા બાઇક માટે બનાવ્યું છે. જેમાં તેની ૧૦૦થી વધુ બાઇક હોય છે દેશી અને વિદેશી બાઇકસમાં જુની અને નવા મોડલની બાઇકસ પણ સામેલ છે.

જયારે પણ ધોની રાંચીના રસ્તા પર બાઇક લઇને નીકળે છે, તેની એક ઝલક પામવા માટે હજારો ફેન્સની ભીડ જમા થઇ જાય છે.