સર્વેમાં બહાર આવ્યું કે હુકમ ચલાવતી સ્ત્રીઓ હોય છે સારી પત્નીના તમામ ગુણ!

19 Feb, 2018

 ઘરમાં જ્યારે છોકરીઓ પોતાની જ મરજી પ્રમાણે વસ્તુઓ કરતી હોય છે ત્યારે ધણા મા-બાપ તેમને ટોકતા હોય છે કે અહીં તો ચાલશે તારું પણ સાસરે જઇને શું કરશે! ત્યારે આવા તમામ મા-બાપ અને છોકરીઓ માટે એક સારા સમાચાર છે. પોતાનો જ એક્કો ચલાવતી સ્ત્રીઓમાં સારી પત્ની હોવાના અનેક ગુણો છે તેવું એક સર્વમાં બહાર આવ્યું છે. સર્વે મુજબ આવી મહિલાઓ સફળ પત્નીઓ સાબિત થાય છે. વળી આજની 21મી સદીની મહિલાઓ સ્માર્ટ અને હોશિયાર હોય છે તેમને પોતાનો વૈચારિક અભિગમ હોય છે. ત્યારે કેવી રીતે હુકમ ચલાવતી મહિલાઓ સારી પત્ની બની શકે છે તે વાત જાણો...
પ્રોત્સાહિત કરે છે 
આ પ્રકારની મહિલાઓ પુરુષોને સારી રીતે પ્રોત્સાહિત કરી શકે છે. જેની પુરુષોને અનેક વાર જરૂર પડે છે. વળી તેમના આ એટિટ્યૂડના કારણે તે પુરુષોને કદી નિરાશ નથી થવા દેતી.
કામ પૂર્ણ કરે છે 
આ પ્રકાર મહિલાઓ તેમનું કોઇ પણ કામ અધુરુ નથી છોડતી. તે જે કામ ઉઠાવે છે તેને પુરુ કરે છે.
સ્માર્ટ, આત્મ-નિર્ભર અને મજબૂત 
આવી મહિલાઓ સ્માર્ટ, આત્મ નિર્ભર અને અંદરથી મજબૂત હોય છે. તે પોતાની જાતને કોઇથી પણ ઓછી નથી સમજતી.
ફાલતું ટાઇમપાસ નહીં 
આવી મહિલાઓ ફાલતું વાતોમાં ટાઇમપાસ કરવામાં બિલકુલ નથી માનતી. તે ટાઇમપાસ કરવાના બદલે કોઇ યોગ્ય કામમાં પોતાનો સમય વ્યતિત કરવાનું વધુ પસંદ કરે છે.
તમારી ઢાલ 
આવી સ્ત્રી તેમના પતિની ઢાલ બનીને ઊભી રહે છે. અને મુશ્કેલીના સમયે હંમેશા પોતાના પતિની સાથે રહે છે.
સેક્સમાં બિન્દાસ 
વળી આવી સ્ત્રીઓ શારિરીક સંબંધ બનાવતી વખતે વધુ હોર્ની હોય છે.
શું કરું શું ના કરું! 
દબંગ મહિલાઓને તે કહેવાની જરૂર નથી પડતી કે તેમને ક્યારે શું કરવું અને ક્યારે શું નહીં. તેમને તેની સારી એવી સમજ હોય છે.
પોતાનાથી ખુશ 
આવી મહિલાઓ પોતાથી ખુશ હોય છે. તે પોતાના ફિગરનું પણ ધ્યાન રાખે છે. અને પોતાની દેખાવનો પણ ખ્યાલ છે.
બોસની જેમ રિલેશનમાં રુલ કરે છે. 
આવી દબંગ મહિલાઓ પોતાના સંબંધને બનાવી રાખવા માટે પતિ અને બાળકો પર રુલ કરે છે. જો કે પરિવારમાં કોઇ એક વ્યક્તિ તો તેવું હોવું જ જોઇએ. આવી સ્થિતિમાં પુરુષોને ઓછી મહેનત કરવી પડે છે.
લક્ષ્ય
આવી મહિલાઓ દ્રઢ મનોબળ વાળી હોય છે. તે જે વિચારે છે તે કરીને રહે છે.
વાતચીતમાં આગળ 
ડોમિનેટ કરતી મહિલાઓ વાતચીતમાં આગળ હોય છે. વળી તેમને સારા-નસારાની પણ ખુબ જ સારી રીતે ખબર હોય છે.
સકારાત્મક 
આવી મહિલાઓમાં ગજબનો આત્મવિશ્વાસ હોય છે અને તે ખૂબ જ સકારાત્મક હોય છે. વળી તે પોતાની આસપાસના વાતાવરણને પણ સકારાત્મક રાખે છે.
રિલેશનને મધુર બનાવી રાખે છે 
આવી સ્ત્રીઓ તેમના સંબંધને હંમેશા મધુર બનાવી રાખે છે. વળી સાથીને સમજાવા અને સમજવામાં પણ આવી મહિલાઓ આગળ હોય છે.