Bigg Bossના ઘરમાં કયા સ્પર્ધકો મચાવી શકે છે ધમાલ, જાણો અત્યારે

01 Sep, 2015

સપ્ટેમ્બર મહિનો આવે એટલા ટીવી રસિયાઓને સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ' યાદ આવી જાય તે સ્વાભાવિક છે. આ વર્ષે 'બિગ બોસ'ની નવમી સિઝન શરૂ થવાની છે. 10 સપ્ટેમ્બરથી આ શોનો પહેલો પ્રોમો ટેલિકાસ્ટ થશે. આ શોને સલમાન ખાન જ હોસ્ટ કરવાનો છે. નવાઈની વાત એ છે કે આ વર્ષે સલમાન ખાને પોતાની ફી ડબલ કરી દીધી છે. ગયા વર્ષે સલમાનને પાંચ કરોડ રૂપિયા મળ્યાં હતાં, જ્યારે આ વર્ષે 10 કરોડ રૂપિયા વસૂલ કરશે.

 
આટલું જ નહીં આ વર્ષે ચેનલે 'બિગ બોસ'નો સમય પણ બદલી નાખ્યો હોવાની ચર્ચા છે. આ વર્ષે 'બિગ બોસ' નવ વાગે નહીં પરંતુ સાડા દસે આવશે. કહેવાય છે કે 'અશોકા', 'સ્વરરાગિની' અને 'તુમસ હૈં મેરી આશિકી'ના સમયને ચેનલ ચેન્જ કરવા માંગતી નથી અને તેથી જ આ શોને પ્રાઈમ ટાઈમમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે નહીં. 
 
તાજેતરમાં જ શો મેકર્સે રાધે માનો શો માટે સંપર્ક સાધ્યો હતો. ત્યારથી જ આ શોમાં કોણ-કોણ જોવા મળશે, તેની અટકળો થઈ રહી છે. તો ચાલો નજર કરીએ આ વખતે ઘરની અંદર રહીને કોણ મચાવશે ધમાલ....
 
શ્વેતા બાસુ
સના સઈદ
રશ્મી દેસાઈ-નંદિશ સંધુ
રાધે મા
આશા નેગી
રાહુલ યાદવ
વીજે બાની
ગુરમીત રામ રહિમ સિંહ
 

Loading...

Loading...