સૌંદર્યવર્ધક નારંગી

13 Mar, 2015

  • આપનું સૌદર્ય વઘારવું હોય તો  બસ દરરોજ એક ગ્લાસ નારંગીનો રસ પીઓ
  • નારંગીનો રસ તમારી ત્વચાથી લઇને વાળ અને નખોની સુંદરતામાં વધારો કરે છે.
  • નારંગીના રસમાં વિટામિન સી, પોટેશિયમ અને ફોલિક એસિડ હોય છે

સામાન્યરીતે નારંગી બઘાને ભાવતી હોય છે પરંતુ બહું ઓછાને ખબર હશે કે તે સૌંદર્યવર્ધક પણ છે. આપને આપનું સૌદર્ય વઘારવું હોય તો  બસ દરરોજ એક ગ્લાસ નારંગીનો રસ પીઓ અને જુઓ તમારું શરીર કેવું તાજગી અને સુંદરતાથી મહેકી ઉઠે છે.

સ્વાસ્થ્ય અને સૌંદર્ય નિષ્ણાતોના એક ગ્રુપનું કહેવું છે કે નારંગીનો રસ તમારી ત્વચાથી લઇને વાળ અને નખોની સુંદરતામાં વધારો કરે છે. આ નિષ્ણાતો અનુસાર નારંગીમાં રહેલ યલો પિગ્મેન્ટ સૂર્યના કિરણો સામે આપણી ત્વચાના થનારા નુકસાનને ઓછું કરે છે. એ પણ માનવામાં આવે છે કે આ પિગ્મેન્ટ ત્વચાના લચીલાપણામાં સુધારો કરે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે નારંગીના રસમાં વિટામિન સી, પોટેશિયમ અને ફોલિક એસિડ હોય છે અને તે સુંદરતા માટે ફાયદાકારક છે. એક રિપોર્ટ અનુસાર વિટામિન સી કોલાજન(collagen) અને તેની સાથે લુટીન(Lutein)ના ઉત્પાદન માટે અનિવાર્ય છે. લુટિન અત્યંત પૌષ્ટિક હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે નારંગીના 200 મિલીલીટર રસમાં 60 મિલીગ્રામ વિટામિન સી હોય છે. વયસ્કોને દિવસભરમાં વિટામિન સીની આટલી માત્રાની જરૂરિયાત પડે છે.