7 reasons : કેમ આ વર્ષની બ્લૉકબસ્ટર ફિલ્મ બની શકે છે પીકે?

20 Nov, 2014

આમિર ખાનની આગામી ફિલ્મ પીકે 19મી ડિસેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ પોતાના પ્રથમ પોસ્ટર સાથે જ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે, તો ફિલ્મના ટીઝરે લોકોની ઉત્સુકતા ઓર વધારી દીધી છે. રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીકે ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત અનુષ્કા શર્મા, સંજય દત્ત, સુશાંત સિંહ રાજપૂત અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકાઓમાં છે.

પીકે ફિલ્મના પ્રથમ પોસ્ટરમાં આમિર ટ્રાંઝિસ્ટર સાથે નજરે પડ્યાં કે જેમાં તેઓ ન્યુડ હતાં. પહેલા જ પોસ્ટરથી પીકે ચર્ચામાં આવી ગઈ. ફિલ્મના ગીતો પણ ધૂમ મચાવી રહ્યા છે, પરંતુ માત્ર આમિર જ નહીં, બલ્કે અમે અહીં એવા સાત કારણો આપને ગણાવવા જઈ રહ્યા છીએ કે જે પીકેને આ વર્ષની બ્લૉકબસ્ટર ફિલ્મ સાબિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


ક્રિસમસ રિલીઝ

ક્રિસમસ રિલીઝ આમિર માટે મહત્વની હોય છે. તેમની છેલ્લી ત્રણ ફિલ્મો 3 ઈડિયટ્સ, ગઝની અને ધૂમ 3 ક્રિસમસ પ્રસંગે રિલીઝ થઈ અને સુપરહિટ રહી. પીકે પણ ક્રિસમસ પ્રસંગે જ રિલીઝ થઈ રહી છે. અહીં સુધી કે આમિરે ટ્વિટર પર પણ પોસ્ટ કર્યુ હતું - પીકેની રિલીઝ ડેટ ફાઇનલી લૉક થઈ ચુકી છે... આ ક્રિસમસે... માય લકી ડેટ... જય હો!!

પોસ્ટર/એક્ટર્સ લુક

પીકેના પોસ્ટર્સ અને ટીઝરે ખૂબ ચર્ચા મેળવી છે. અહીં સુધી કે આમિરના ફર્સ્ટ લુકથી જ પીકે મીડિયા એંટેશન પામી રહી છે. પહેલા પોસ્ટરમાં જ હીરો ન્યુડ દેખાયા હતાં. ટીઝરે પણ લોકોની ઉત્સુકતા વધારી છે. આમિર જ નહીં, પણ અનુષ્કાનો બદલાયેલો લુક અને સંજય દત્તનો રાજસ્થાની લુક પણ આકર્ષી રહ્યો છે. આ બધી બાબતો લોકોને પીકે જોવા મજબૂર કરશે.

સૌથી લાંબુ કિસિંગ સીન

હા જી, આમિર અને કિસ... પીકેમાં આમિર-અનુષ્કા વચ્ચે એક કિસિંગ સીન ફિલ્માવાયું છે. કહે છે કે આ હિન્દી સિનેમાનું સૌથી લાંબુ કિસિંગ સીન હશે. હવે આ ખુલાસો તો ફિલ્મ જોતા જ થશે.

અનુષ્કા-આમિરની જોડી

અનુષ્કાએ અત્યાર સુધી શાહરુખ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સાથે જોડી બનાવી છે. પહેલી વખત નવા લુકમાં તેઓ આમિર સાથે દેખાશે. પોસ્ટર-ટીઝરમાં આમિર-અનુષ્કાની કેમેસ્ટ્રી લોકોને ગમી છે. હવે લોકોને ઑન-સ્ક્રીન જોવાનો ઇંતેજાર છે.

રાજૂ-સંજૂ

રાજકુમાર હીરાણી અને સંજય દત્તની જોડી લાજવાબ છે. મુન્નાના પાત્રને આપણે આજ સુધી ક્યાં ભુલ્યા છીએ. મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મો આપનાર રાજકુમાર હીરાણીની ફિલ્મમાં પુનઃ એક વાર સંજય દત્ત દેખાશે. ભલે તેઓ લીડ રોલમાં નથી, પણ આશા છે કે દર્શકોને હસાવવા અને લાગણીશીલ કરવામાં સંજૂ જરૂર સફળ રહેશે.

રાજૂ-આમિર

સંજયની જેમ જ આમિર સાથે પણ રાજકુમાર હીરાણી કમ્ફર્ટેબલ દેખાય છે. 3 ઈડિયટ્સની સફળતા બાદ આ જોડી પર આંગળી ચીંધી ન શકાય. દર્શકોને હવે 19મીનો ઇંતેજાર છે.

મેગાસ્ટાર્સ વચ્ચે સુશાંત

સુશાંત સિંહ રાજપૂતનું ફૅન લિસ્ટ પણ કોઈ નાનુ નથી. કાઇ પો છે અને શુદ્ધ દેસી રોમાંસમાં જાદૂ પાથરનાર સુશાંત પહેલી વખત આમિર-અનુષ્કા-સંજૂ જેવી મોટી સ્ટારકાસ્ટ સાથે દેખાશે. તેમને મેગાસ્ટાર્સ વચ્ચે જોવું રસપ્રદ હશે. ટીઝરમાં તેઓ વધુ નથી દેખાતાં, પણ ફૅન્સ તો પીકેમાં તેમનો ખાસ અંદાજ જોવા એક્સાઇટેડ રહેશે જ.