7 દિવસનો આ ડાયેટ પ્લાન આપનું 7 કિલો વજન ઉતારશે

26 Dec, 2014

જનરલ મોટર્સનો આ ડાયેટ પ્લાન 7 દિવસની અંદર 5થી 7 કિલો સુધીનું વજન ઉતારે છે. તેથી જ જો આપ ટુંકા ગાળામાં વજન ઉતારવાં ઈચ્છતાં હોવ તો તમે આ પ્લાન ફોલો કરી શકો છો. આ 7 દિવસનાં ડાયેટ પ્લાન ફોલો કર્યા બાદ જો દર મહિને એક અઠવાડિયું આ પ્લાન ફોલો કરવામાં આવે અને અન્ય દિવસોમાં થોડું ધ્યાન રાખવામાં આવે તો વજન વધતું નથી અને તમે ફ્રેશ અને બ્યુટિફૂલ રહો છો.

પણ તે માટે તમારે નિયમિત સાત દિવસ સુધી આ પ્લાન ફોલો કરવાનું રહે છે. જેમાં મુખ્ય છે તમારે દિવસનું વધુમાં વધુ પાણી પીવાનું રહે છે. દિવસનાં આશરે 10થી 15 ગ્લાસ પાણી આપને પીવું જરૂરી છે.

Day-1. પહેલાં દિવસને ફક્ત 'ફ્રૂટ ડે' તરીકે પસાર કરો. આ દિવસે તમે જોઈએ એટલાં ફ્રૂટ્સ ખાઈ શકો છો. તેમાં કેળા,કેરી,દ્રાક્ષ જેવાં ફ્રૂટ્સ ખાવાનાં નથી. આપ વધુમાં વધુ સંતરા, નારંગી, સફરજન, દાડમ, જામફળ, સ્ટ્રોબેરી અને તરબૂચ ખાઈ શકોછો. તમારે દિવસનાં કેટલાંયે ફ્રૂટ્સ ખાવા હોય તેટલાં ખાઈ શકો છો. તેમાં કોઈ બંધન નથી. જોકે તમે કોઈ ફ્રૂટ્સ જ્યુસ પી શકતા નથી.

Day-2. કાચાં શાકભાજી બીટ, ગાજર, ટમેટાં, કાકડી, કોબી અથવા બાફેલા શાકભાજી. વધારામાં બટાકા, શક્કરીયાં, પરવળ, ચોળી, ફણસી, દુધી, કાકડી અને બધા જ પ્રકારની ભાજી ખાઈ શકો છો. તેમાં એક બાફેલું બટાકું ખાઈ દિવસની શરૂઆત કરો.  તેમજ સૂપ પી શકો છો.

Day-3. પહેલાં ને બીજા દિવસે જે ખાધુ હોય તે જ રીપીટ કરવાનું છે. તેમાં તમે બાફેલું ટાકું નથી ખાઈ શકતાં. આ સીવાય તમે બધુ જ ખાઈ શકો છો. તે સાથે તમારે ખુબ પાણી પીવાનું રહે છે.

Day-4. દિવસનાં વધુમાં વધુ 6 કેળાં તમે ખાઈ શકો છો અને 4 ગ્લાસ દૂધ પણ પી શકો છો. જ્યારે સાંજે જમવામાં આપ સૂપ પી શકો છો. જેમાં (કેપ્સીકમ, ડુંગળી, લસણ અને ટામેટાં) નો ઉપયોગ કરી શકો છો. આ સૂપમાં આપ 2 જ ટામેટાં લઈ શકો છો.

Day-5. દિવસે આપ ટામેટાં, કઠોળ, પનીર,સોયાબીન લઈ શકો છો. એટલ કે એક વાટકી કઠોળ અને તેની સાથે જ આપ ટામેટાંનો સૂપ પી શકો છો. આ દિવસે આપ 6 જેટલાં ટામેટાં ખાઈ શકો છો. કે તેનું સૂપ પી શકો છો. ધ્યાન રાખો કે આ દિવસે તમે કોઈ જ ફ્રૂટ ન ખાવો

Day-6. આજનાં દિવસે આપ કઠોળ ખાઈ શકો છો., પનીર અને બધાજ  શાક ખાઈ શકો છો પણ આ શાકમાં ટામેટાં નથી ખાઈ શકતાં એટલે જો તમે સૂપ પીવાનું વિચારતા હોવ તો લીલા શાકભાજીનું સૂપ પી શકો છો.

Day-7. આ તમારા ડાયેટ પ્લાનિંગનો સાતમો અને છેલ્લો દિવસ છે. આ દિવસની શરૂઆત આપ ફ્રેશ ફ્રૂટ જ્યૂસથી કરી શકો છો. તેમજ સવારનાં જમવામાં બ્રાઉન રાઈસ કે એક રોટલી ખાઈ શકો છો. કાચા કે બાફેલા શાક આજનાં દિવસે આપ ખાઈ શકો છો. સાંજનાં જમવામાં આપે વેજીટેબલ સૂપ લેવાનું છે. જેમાં આપ પનીરનો ઉપયોગ કરી શકો છો.