એન્ડ્રોઇડ યુઝરને કામ લાગે તેવી 10 ટિપ્સ

29 Jul, 2015

એન્ડ્રોઇડ ફોનમાં તેવી અનેક વસ્તુઓ છે જેના વિષે જાણીને તમે વધુ અપડેટ રહી શકો છો. અને આજકાલ તો નવા નવા ફોન તેમની સાથે નવી નવી અપડેટ પણ લઇને આવે છે. ત્યારે આવી નવી અપટેડથી માહિતીગાર રહેવું જ જોઇએ. ત્યારે આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ શીખવાડવાના છીએ જેને જાણીને તમે પણ એન્ડ્રોઇડ ફોનનો વધુ સરળતાથી અને સારી રીતે ઉપયોગ કરી શકો. ત્યારે આજના આ આર્ટીકલ દ્વારા તમારે તમારા એન્ડ્રોઇડ ફોનની બેટરી લાઇફ કેવી રીતે સુધારવી. કેવી રીતે લેડસ્કેપ વ્યૂને અનેબલ અને ડિસેબલ કરવું. સાથે જ ડાઉનલોડ અને અનઇનસ્ટોલ કરવા જેવી બાબતો પર ટિપ્સ આપશું. ADVERTISEMENT તો જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર અને જાણો કેવી રીતે આ ટ્રિક્સ જાણીને તમે પણ તમારા ફોનને વધુ કારગર સાબિત કરી શકો છો...

ગૂગલ નાઉ
ગૂગલને તમારું પર્સનલ આસિસ્ટન્ટ જ સમજો. આ માટે ગૂગલ એપ ખોલી ગૂગલ નાઉ ટાઇપ કરો. અને ત્યારબાદ પોતાની જરૂરિયાત મુજબ ડિટેલ તેમાં નાખો. તમે ગૂગલને તમારો ફેવરેટ સ્ટોક, ગેમ અને મૂવી વિષે જણાવી શકો છો. તે તમને તે અંગેના નોટીફિકેશન મોકલતું રહેશે. વળી તે તમને ટ્રાંન્સપ્રોટેશન વિષે પણ જાણકારી આપશે.

લોક સ્ક્રિન અને પાસકોડ
પાસકોડ લગાવવું થોડુંક મુશ્કેલ છે. પણ એક વાર કર્યા બાદ તમારું કામ સરળ થઇ જશે. કારણ કે ફોનમાં આપણી અનેક પર્સનલ ડિટેલ હોય છે. તો સેટિંગમાં જઇને લોક સ્ક્રિન અને ટાઇપ કરી સ્ક્રિન લોકર કરી પોતાનો મનપસંદ પીન પસંદ કરો. વળી તેમે તેમાં ફેસ કે પેટર્ન સિસ્ટમ પર પણ પસંદગી ઉતારી શકો છો.

બેટરી સેટિંગ
ફોનની બ્રાઇટનેસને માપમાં રાખો. સેટિંગમાં જઇને ડિસપ્લેમાં જાવ અને સ્લાઇડર મુજબ એડજેસ્ટ કરો. વળી સ્ક્રિન ટાઇમ આઉટ ઓપશન પર જઇને ટાઇમ પણ સેટ કરી શકો છો. અને આ રીતે બેટરી બચાવી શકો છો.

અનેબલ અને ડિસેબલ
જો તમે કંઇક લખતા હોવ અને કે કંઇ બ્રાઉઝ કરતા હોવ ત્યારે સ્ક્રીન રોટેટ થવા લાગે તો તમે તેને પણ કંટ્રોલ કરી શકો છો. ડિસપ્લેમાં જઇ તમે પ્રોટિરેટ કે લેડસ્કેપ મોડ પર સેટિંગ કરો. જેનાથી તમારું આ કામ સરળ થઇ જશે.

એડ એન્ડ ચેન્ઝ વોલપેપર
ડિફોલ્ટ વોલપેપરનો ઉપયોગ ના કરવો હોય તો મોબાઇલના ખાલી એરિયાને ટચ કરો અને તેને હોલ્ડ કરો. ત્યાર બાદ પોપઅપ મેન્યુમાં સેટ વોલપેપર ઓપશનમાં જઇને પોતાની મરજી મુજબ વોલપેપર સેટ કરો.

ડાઉનલોડ અસેન્શિયલ એપ
ગૂગલ પ્લે સ્ટોરમાં મિલિયન એપ છે. જેમ કે વેધર ચેકિંગ, કેલેન્ડર રિમાઇન્ડર, મૂવી અને ગેમ ડાઉનલોડ જોનો ઉપયોગ તમે કરી શકો છો.

અનઇનસ્ટોલ એપ
જે એપની તમને જરૂર ના હોય તેને સેટિંગમાં જઇને એપ્લિકેશન મેનેજરમાં જઇને તે એપ પર ક્લિક કરીને તેને અનઇનસ્ટોલ પણ કરી શકો છો. જો કે અમુક એપ તેવા પણ હોય છે જેને ફોનમાંથી રિમૂવ નથી કરી શકાતા.

ફોન ખોવાય તો!
એન્ડ્રોઇડ ડિવાઇઝ મેનેજર એપ દ્વારા તમે જીપીએસની મદદથી તમારો ફોન શોધી શકો છો. વળી આવા એપ દ્વારા તમે તમારા ફોનને લોક પણ કરી શકો છો.

ઓર્ગનાઇઝ એપ ઇન ફોલ્ડર
ફોનના એપને તમે એક ફોલ્ડરમાં પણ મૂકી શકો છો જેથી તમે તેને સરળતાથી શોધી શકો. એપના લોગોને પ્રેસ કરો અને હોલ્ડ કરી તેને ડ્રેગ કરી એક ફોલ્ડરમાં મૂકી શકો છો.

એડજેસ્ટ બેન્ડવિથ મેનેજમેન્ટ ક્રોમ
આને ઓન કરી શકાય છે. આ દ્વારા ઓછામાં ઓછો ડેટા યૂઝ થશે. આ ઓપશન તમને ક્રોમમાં મળશે. ક્રોમમાં જઇને રીડ્યૂસ ડેટા યુઝર ઓપશન સિલેક્ટ કરો. આનાથી નકામા વાઇટ સ્પેમ ઓછા થઇ જશે. અને ઇમેજ નાની થઇ જશે.