કિસ ફાયદાકારક કે નુકસાનકારક ?

24 Feb, 2018

 કિસીંગ કોઇ પણ રીલેશનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ૧૦ સેકેન્ડના એક કિસીંગ દરમ્યાન ૮ કરોડ બેકેટીરીયા એકબીજાના મોઢામાં ચાલ્યા જાય છે. આ વાત નેધરલેન્ડના વૈજ્ઞાનિકોના એક ગ્રુપે કહી છે. આ વૈજ્ઞાનિકોએ ર૧ કપલના કિસીંગ પર નજર રાખી. આ દરમ્યાન જાણવા મળ્યું કે જે લોકો દિવસમાં નવ વખત એકબીજાની કિસ લે છે, તેનામાં લાળ દ્વારા બેકેટીરીયા ટ્રાન્સફર હોવાની સંભાવના વધારે હોય છે.

નેધરલેન્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એપ્લાઇડ સાઇન્ટિફિક રિસર્ચ (ટીએનઓ)ના ગ્રુપ દ્વારા એક કપલને કિસિંગ આદત માટે લઇને ઘણા સવાલ પુછયા. તેમાં આ મુખ્ય સવાલ હતો કે વીતેલા વર્ષો તેમણે કેટલીવાર એકબીજાને કિસ કરી અને છેલ્લી વખત લોકડ લિપ્સવાળી કિસ કયારે કરી હતી. સાઇન્ટીસએ પછી આ કપલ્સને જીભ અને લાળનું સેમ્પલ પહેલા લીધુ અને તેના બાદ ૧૦ સેકન્ડના ચુંબન પછીનું સેમ્પલ લીધું.
 

 
કિસીંગ પછી એક પાર્ટનરને પ્રોબાયોટિક ડ્રિંક પીવા કહયું, જેની મદદથી આસાનીથી બેકટીરીયાની ઓળખ સંભવ છે. દસ સેકન્ડના ચુંબન પછી લગભગ આઠ કરોડ બેકેટીરીયા ટ્રાન્સફર થાય છે. આ સ્ટડી જર્નલ માઇક્રોબિઓમમાં છપાઇ હતી. આ ટીમના પ્રમુખ પ્રોફેસર રેમકો કોર્ટ જણાવે છે કે, ફ્રેંચ કિસીંગ દ્વારા બેકટીરીયા વધુ તેજીથી અને મોટી સંખ્યામાં એકના મોઢામાંથી બીજાના મોઢામાં પહોંચે છે.
કિસ દરમ્યાન શરીરમાં અડ્રેનાલીન નામક હોર્મોન હોય છે જે દિલ માટે ઘણુ ફાયદાકારક છે. આ પુરા શરીરમાં રકત પ્રવાહ માટે પંપ થવામાં મદદ કરે છે. આ બ્લડપે્રશર ઓછુ કરવા અને શરીરમાં રકત પ્રવાહ ઠીક રાખવામાં મદદ મળે છે. આ સિવાય કિસિંગ ઘણા પ્રકારથી તમારા દિલને ફિટ રાખતા તમારા કાર્ડિયોવસ્કુલર બીમારીઓથી બચવામાં મદદ કરે છે. આ રિસર્ચ મુજબ કિસ કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ નિયંત્રિત રહે છે.