આ 1 ઔષધીનો રસ પીવાથી સંપૂર્ણ શરીર રહેશે રોગમુક્ત, આ છે પ્રયોગવિધિ

30 Sep, 2015

 ધૃતકુમારી અર્થાત્ એલોવેરા 5000 વર્ષ જૂની રામબાણ ઔષધી છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 ઉપજાતિઓ છે જેમાંથી કેટલીક ગણતરીની જ ઔષધીય ગુણોથી યુક્ત હોય છે. તેની કેટલીક પ્રજાતિઓમાંથી એક છે જે સૌથી વધુ પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મિલર જેને અલોવેરા પણ કહેવામાં આવે છે.

 
આપણા શરીરના પર્યાપ્ત વિકાસ માટે 21 એમીનો એસિડની જરૂરિયાત હોય છે. તેમાંથી 18 એમીનો એસિડ માત્ર એલોવેરામાં મળે છે. એલોવેરામાંથી જ્યૂસમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, પોટેશિયમ, ક્રોમિયમ, તાંબુ વગેરે ખનિજ લ પ્રાપ્ત થાય છે.
 
શું છે એલોવેરામાં ખાસઃ-
 
એલોવેરામાં 18 ધાતુ, 15 એમિનો એસિડ અને 15 વિટામિન મોજુદ હોય છે. તે લોહીની ખામીને દૂર કરીને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. એલોવેરાને જ્યૂસ ગર્ભાશયના રોગો અને પેટના વિકારોને દૂર કરે છે. ગરમી, ઠંડી અને વરસાદને કારણે નિકળતા ફોલ્લી-ફોડા ઉપર પણ તેનો રસ લગાવવાથી આરામ મળે છે. ગુલાબ જળમાં અલોવેરાનો રસ મેળવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરો ચમકી જાય છે.
 
શરીરમાં રહેલા હૃદય વિકાર, સાંધાના દુખાવો, ડાયાબિટીસ, યુરીનરી પ્રોબ્લેમ્સ, શરીરમાં જમા ઝેરી પદાર્થ વગેરેનો નાશ કરવામાં મદદગાર થાય છે. એલોવેરા એ ઘર આંગણે જ ઊગતી એક ઉત્તમ ઔષધિ છે. વાળનું સૌંદર્ય, ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્યને લગતી કોઇપણ બાબતમાં એલોવેરા અક્સિર ઇલાજ છે. 
 
નુકસાનકારક તત્વોને શરીરમાંથી બહાર કાઢે છેઃ-
 
પ્રદૂષણ, જંકફૂડ, અસુરક્ષિત લાઈફ સ્ટાઈલ, સ્મોકિંગ અને ડ્રિન્કીંગ વગેરેથી બોડીમાં નુકસાનદાયક તત્વો પેદા થાય છે. એલોવેરા જ્યૂસના નિયમિત સેવનથી શરીરના આ નુકસાનકારક તત્વો બહાર થઈ જાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
 
વજન ઘટાડવામાં સહાય કરે છેઃ-
 
રોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાથી વજન ઘટવા લાગે છે. તેના સેવનથી વારંવાર ભૂખ નથી લાગતી. સાથે જ પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. એલોવેરાના જ્યૂસમાં અનેક પોષક તત્વો હોય છે, જે શરીરને નબળુ નથી થવા દેતા.
 
વાળ અને ત્વચાને સ્વસ્થ બનાવે છેઃ-
 
એલોવેરાના જ્યૂસના સેવનથી રૂક્ષ સ્કીન હેલ્ધી બની જાય છે. તેના નિયમિત સેવનથી ત્વચામાં નિખાર આવી જાય છે. વાળ હેલ્દી અને શાઈની બની જાય છે. ખોડાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
 
એનિમિયામાં પણ છે અસરદારઃ-
 
એલોવેરાનો જ્યૂસ લોહીની ઉણપને દૂર કરી દે છે. એલોવેરાના 6 થી 8 છોલેલા ટુકડા, 5-7 તુલસીના પાન અને 4-5 લીમડાના પાન લઈને ભેગા કરીને પીસી લો. આ મિશ્રણને ગરમ કરીને ઉકાળો બનાવીને પીવાથી એનિમિયા દૂર થાય છે.
 
દાંતને સ્વસ્થ રાખે છેઃ-
 
એલોવેરા જ્યૂસ દાંતની પીળાશને સાફ કરી દે છે. તેને રોજ પીવાથી દાંત હંમેશા સ્વસ્થ જર્મ ફ્રી રહે છે. તે શ્વાસની દુર્ગંધને પણ દૂર કરે છે. એલોવેરાના જ્યૂસના કોગળા કરવાથી મુખના છાલા સારા થઈ જાય છે.
 
રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છેઃ-
 
એલોવેરા જ્યૂસ એક પ્રકારનું એનર્જી ડ્રિન્ક છે. તેના નિયમિત સેવનથી દિવસભર તાજગી અને સ્ફૂર્તિ મહેસૂસ થાય છે. તે બોડીની સિસ્ટમને ઠીક કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
 
લાઈલાજ બીમારીઓમાં પણ રામબાણનું કામ કરે છેઃ-
 
ગિલોય રસ 10-20 મિલિગ્રામ, એલોવેરાનો રસ 10-20 મિલિગ્રામ, ઘઉંના જુવારા 10-20 મિલીગ્રામ, તુલસીના 7 પાન, લીમડાના 2 પાન, આ બધાનો જ્યૂસ બનાવીને સવાર-સાંજ લો. તે કેન્સર અને અન્ય લાઈલાજ બીમારીઓમાં દવાનું કામ કરે છે.
 
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભદાયક છેઃ-
 
એલોવેરા જ્યૂસ બ્લડસર્ક્યુલેશનને ઠીક કરે છે. એટલા માટે તે બ્લડપ્રેશરના રોગીઓ માટે ખૂબ જ લાભદાયક રહે છે. દિલ સાથે સંબંધિત બીમારીઓને પણ તે દૂર કરે છે.
 
શરીરને આંતરિક ઠંડક આપે છે
 
એક ગ્લાસ ઠંડા નારીયેળ પાણીમાં બેથી ચાર ચમચી એલોવેરાનો રસ અથવા તો પલ્પ ભેળવીને પીવાથી શરીરને ઠંડક મળે છે.
 
આંતરડાને સાફ કરે છે
 
શરીરના નાના અને મોટા આંતરડાને પણ સાફ કરે છે. આનાથી શરીરને નવી ઊર્જા અને શક્તિ પ્રાપ્ત થાય છે. એલોવેરામાં શરીરને રોગાણુરહિત રાખવાના ગુણ પણ રહેલા છે. એલોવેરાના જ્યૂસનું સેવન આપણા શરીરની નાની-મોટી રક્ત નળીઓની સફાઇ કરે છે, તેમાં નવી શક્તિ તથા સ્ફૂર્તિ ભરે છે.
 
 
એલોવેરા એક એવી ઔષધી છે જે દરેક ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે. એલોવેરા ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. એલોવેરામાં વિટામિન એ,બી,સી,ડી અને કેટલીક જાતના મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેથી જો રોગોથી બચવું હોય તો નિયિમિત એલોવેરા જ્યૂસ પીવું જોઈએ.