લચકો દાળ બનાવવાની QUICK RECIPE

15 May, 2015

સામગ્રી
 
1 કપ અડદ દાળ
1 ચમચો ઘી
½ ચમચી જીરૂ
½ ચમચી હળદર
1 ચમચો ગોળ
મીઠુ સ્વાદ મુજબ
 
રીત
 
દાળને ધોઈને 1 કલાક પલાળી દો.  પછી પાણી કાઢી લો અને તેને કુકરમાં અડધો કપ પાણી સાથે બાફવા મુકો. 3 સીટી વાગે ત્યાં સુધી બાફો. એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમા જીરાનો વઘાર કરો. જીરૂ તડતડે એટલે તેમાં બાફેલી દાળ, હળદર, ગોળ અને મીઠુ ઉમેરીને પકાવો. 10 મિનીટ સુધી પાકવા દો. ધ્યાન રહે દાળ બહુ ઘાટી ન થઈ જાય. દાળને મધ્યમ તાપે પકાવો. હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને ઘી સાથે સર્વ કરો.