ગુસ્સા પર કાબૂ મેળવવો હોય તો બસ આટલું કરો

17 Sep, 2015

 ગુસ્સો આવે ત્યારે શું બોલવાના છો તે વિચારો

 
ગુસ્સો આવે ત્યારે માણસને ભાન નથી રહેતું કે પોતે શું બોલે છે, માટે જ્યારે તમને લાગે કે તમારો પીત્તો ખસી રહ્યો છે ત્યારે શું બોલવા જઈ રહ્યા છો તેનો પહેલા વિચાર કરો.
 
માનસિક સંતુલન જળવાઈ રહે તે માટે કસરત કરો
 
કસરત કરવાથી મન અને શરીર પ્રફુલ્લિત બને છે. કસરત કરવાથી સ્ટ્રેસ લેવલમાં પણ ઘટાડો આવે છે, અને આ સ્ટ્રેસ માણસને ગુસ્સો લાવવામાં મહત્વનો ભાગ ભજવતું હોય છે.
 
નિરાકરણ લાવવા અંગે વિચારો
 
ગુસ્સો એ કોઈ બાબતનું સમાધાન નથી લાવી શકતો. માટે તમે તમારા મગજને ઠંડુ રાખીને ગુસ્સો આવવા પાછળના કારણો શોધો અને જ્યારે તમારી સામે ફરી એવી કોઈ ઘટના બને ત્યારે ગુસ્સો કરવાના બદલે સમસ્યાના સમાધાનનો રસ્તો શોધો.
 
નિરાકરણ લાવવા અંગે વિચારો
 
ગુસ્સો એ કોઈ બાબતનું સમાધાન નથી લાવી શકતો. માટે તમે તમારા મગજને ઠંડુ રાખીને ગુસ્સો આવવા પાછળના કારણો શોધો અને જ્યારે તમારી સામે ફરી એવી કોઈ ઘટના બને ત્યારે ગુસ્સો કરવાના બદલે સમસ્યાના સમાધાનનો રસ્તો શોધો.
 
ગમતી પ્રવૃત્તીઓમાં સમય પસાર કરો
 
આર્ટ, સ્પોર્ટ્સ, લેખન જેવી ગમતી પ્રવૃત્તીઓમાં કરીને મનને શાંત રાખવાનો પ્રયાસ કરો.
 
જતું કરવાની ભાવના વિકસાવો
 
ગુસ્સો અને દલીલબાજી કરીને મેળવેલી જીતથી માનસિક શાંતિ નહીં મળે. પરંતુ જતું કરવાની ભાવના વિકસાવવાથી માનસિક શાંતિની સાથે ગુસ્સા પર કાબૂ પણ મેળવી શકાશે.
 
વિચારોને બદલી જુઓ
 
ગુસ્સો આવે ત્યારે વ્યક્તિ ન કરવાનું વિચારી લેતી હોય છે પરંતુ ગુસ્સો આવે ત્યારે નેગેટીવિટીને બાજુ પર મુકીને તેમાંથી બહાર આવવાનો માર્ગ વિચારો.
 
માફી માંગવામાં શરમ ન અનુભવો
 
ગુસ્સે ભરાયેલી વ્યક્તિ પોતાનું અપમાન સહન નથી કરી શકતી, આવા સમયે શાંત ચિત્ત રાખીને જો તમારી ભૂલ હોય તો માફી માંગવામાં સહેજ પણ શરમ ન અનુભવો. એક વાર માફી માંગ્યા બાદ મન હળવું થઈ જશે.
 
સારા સાયકોલોજિસ્ટની સલાહ 
 
જો ગુસ્સા પર કાબૂ મેળવવા માટે કરેલા પ્રયાસો કારગત ન નીવડે તો સારા સાયકોલોજિસ્ટને મળીને તમારા ગુસ્સા પર કાબૂ મેળવવા માટેનો પ્રયાસ કરો.