રાશિ મુજબના ગીફ્ટ કરો પત્ની કે પ્રેમિકાને આ વસ્તુઓ!

10 Sep, 2015

 

 
મેષ રાશિની મહિલાઓને ડાર્ક રંગો ગમે છે જેમ કે ડાર્ક રેડ, મરુન, ડાર્ક પિંક, બ્રાઉન, પર્પલ.
 
વૃષભ રાશિની મહિલાઓને સદાબહાર રંગો ગમે છે. જેમ કે પિંક, લાલ, બ્લુ, લાઇટ પિંક.
 
મિથુન આ રાશિની મહિલાઓને ગ્રીન, સફેદ અને ટર્કોઇશ રંગો વધુ પસંદ હોય છે
 
કર્ક આ રાશિની યુવતીઓને યુનિક રંગો ખાસ ગમે છે. જેમ કે ગ્રે શેડ્સ, લાલ કે ક્રીમ રંગ.
 
સિંહ આ રાશિની છોકરીઓને બ્રાન્ડેડ વસ્તુઓનો ખૂબ જ શોખ હોય છે. તો રંગ કોઇ પણ હોય પણ બ્રાન્ડ સારી હોવી જોઇએ.
 
કન્યા એવરગ્રીન કલર્સ આ રાશિની છોકરીઓની પહેલી પસંદ છે. માટે જ પિંક, રેડ, ગ્રીન, વ્હાઇટ અને ફિરોજી રંગ આ રાશિની છોકરીઓને ગમે છે.
 
તુલા આ રાશિના લોકોને લાઇટ રંગો ગમે છે જેમ કે લાઇટ પિંક, લાઇટ રેડ, લાઇટ યેલા.
 
વૃશ્ચિક આ રાશિની યુવતીઓને બધાની અલગ રહેવું ગમે છે. તેમને રેડ, બ્રાઇટ પિંક, મરુન, કોપર કલર અને બ્રાઇટ રંગો વધુ પસંદ હોય છે.
 
ધનુર મોંધા પ્રોડક્ટ આ રાશિની યુવતીને ખૂબ જ ગમે છે. તો આ રાશિની યુવતીઓને આવી બ્રાન્ડેડ અને મોંધી વસ્તુઓ જ ગીફ્ટ કરજો. કારણ કે જેવું તેવું તેમને નહીં હાલે!
 
મકર મકર રાશિની યુવતીઓને ડાર્ક રંગો પસંદ હોય છે જેમ કે રેડ, મરુન, ડાર્ક પિંક, બ્રાઉન, ગ્રીન, પર્પલ.
 
કુંભ આ રાશિની યુવતીઓ પરંપરાવાદી હોય છે. તેમને ટ્રેડિશનલ ગીફ્ટ વધુ ગમે છે. વળી રેડ અને પિંક રંગો પણ તેમને ખાસ ગમે છે.
 
મીન આ રાશિની યુવતીઓને ટ્રેન્ડી વસ્તુઓ વધુ ગમે છે. હાલ જે ફેશનમાં હોય ટ્રેન્ડમાં હોય તેવી જ વસ્તુઓ આ રાશિની યુવતીઓને ગીફ્ટમાં આપવી જોઇએ. વધુમાં તેમને પીળો, ગોલ્ડન અને ઓરેન્જ જેવા બ્રાઇટ રંગો વધુ પસંદ હોય છે.