ગુણોની ખાણ છે મોસંબીનું જ્યૂસ, આ ચમત્કારી ફાયદા જાણી રોજ 1 ગ્લાસ પીશો

08 Sep, 2015

રોગી અને નિરોગી સૌ કોઇ માટે આ મોસંબી શ્રેષ્ઠ છે. તેનો રસ અમૃત સમાન ગુણકારી હોવાથી કેટલીક માંદગીઓમાં રોગીઓને ફક્ત તેના રસ પર જ રાખવામાં આવે છે. મોસંબી એ મનુષ્યોને મળેલી કુદરતની અમૂલ્ય ભેટ સમાન છે. દેખાવમાં મોટા લીંબુ જેવી અને સ્વાદમાં થોડી ઘણી સંતરા જેવી મોસંબી આમ તો આખા એશિયન કોન્ટિનન્ટમાં થાય છે, પણ ભારત અને પાકિસ્તાન આ બે દેશોમાં આનું જુસ વધુ પીવાય છે. આ ફ્રૂટની ખાસિયત એ છે કે સિટ્રસ ફેમિલીનું હોવા છતાં એ એસિડિક નથી અને માટે જ એને સ્વીટ લાઇમ કહેવામાં આવ્યું છે. આ ફ્રૂટ ફાઇબરયુક્ત હોવાથી સ્કિન અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે. 
 
લીંબુ કરતાં મોસંબી વધુ ગુણકારી છે. શરીરની સાતેય ધાતુઓને વધારી લોહીના દોષ દુર કરે છે. એ પૌષ્ટીક, હૃદય માટે ઉત્તેજક, આહારનું યોગ્ય પાચન કરનાર, તરસ શાંત કરનાર અને ઠંડક આપનારી છે. તાવમાં મોસંબીનો રસ સર્વોત્તમ છે. એનાથી બાળકોની પાચનશક્તિ સુધરે છે, અને ચામડીનો રંગ પણ સુધરે છે. નિયમિતપણે મોસંબી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
 
-મોસંબીમાં કાર્બોહાઇડ્રેટ ૧૦.૯%, ચરબી ૧.૦%, પ્રોટીન ૧.૫%, પાણી ૮૪.૬% તેમજ લોહ તત્ત્વ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન એ, બી અને સી પર્યાપ્ત માત્રામાં રહેલાં છે.
 
-મોસંબીના સેવનથી શરીરમાં રક્ત અને કાન્તિ વધે છે. તાવના રોગી માટે તેનો રસ ખૂબ જ પથ્ય ગણાય છે. ટાઇફોઇડના તાવમાં જ્યારે દર્દીને ખોરાક બંધ હોય ત્યારે ઔષધની સાથે પોષણ માટે મોસંબીનો રસ થોડો થોડો આપતા રહેવું જોઇએ. તેનાથી આંતરડાંને આરામ મળે છે અને નબળાઇ પણ દૂર થાય છે.
 
-મોસંબી ઠંડી હોવાથી સળેખમ કે શરદીવાળાઓને અનુકૂળ આવતી નથી. છતાં પણ શરદીમાં જો તેનો રસ લેવો હોય તો તેમાં થોડો આદુંનો રસ મેળવીને લેવો જોઇએ.
 
કઈ રીતે સેવન કરી શકાય મોસંબીનો રસ
 
દરરોજ સવારે નાસ્તમાં, એક ગ્લાસ મોસંબીનો જ્યૂસ પીઓ. તમે ઈચ્છો તો તેમાં થોડુ નવશેકું પાણી અને મધ પણ મિક્ષ કરીને પી શકો છો. આ સિવાય તમે તેમાં સિંધાલૂણ મીઠું નાખીને પણ પી શકો છો. આનાથી તેના સ્વાદમાં તો વધારો થશે જ સાથે તે વધુ સ્વાસ્થ્યવર્ધક બનશે.
 
વજન કંટ્રોલમાં રહે છે
 
સ્વાદમાં હળવો મીઠો અને ખાટ્ટો સ્વાદ ધરાવતી મોસંબીનો રસ દિવસમાં બે ગ્લાસ રોજ પીવાથી શરીરને ભરપૂર ઊર્જા મળે છે સાથે જ વજન પણ કંટ્રોલમાં રહે છે.
 
કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે
 
મોસંબીનો રસ રોજ પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. જેના કારણે અનેક સમસ્યાઓથી બચી શકાય છે.
 
થાકમાં લાભકારી
 
અતિશય કામના કારણે જેમને થાક અનુભવાતો હોય તેમના માટે મોસંબીનો રસ ઘણો લાભદાયક છે. કામના કલાકો વચ્ચે, રિસેસ કે લંચ દરમિયાન એક ગ્લાસ મોસંબીનો રસ રોજ પીવાથી થોડા સમયમાં જ શરીરમાં શક્તિ, સ્ફુર્તિ અને કાંતિની વૃદ્ધિ થાય છે.
 
પાચન સમસ્યાઓમાં ગુણકારી
 
પાચનની તકલીફોમાં મોસંબીનો રસ ઘણો ઉપયોગી છે. મંદાગ્નિ, અરૂચિ, અપચો જેવાં પાચનની સમસ્યાઓમાં મોસંબીના એક ગ્લાસ રસમાં કાળા મરીનું થોડું ચૂર્ણ અથવા આદુંનો થોડો રસ મેળવીને રોજ સવારે પીવું જોઇએ. સાથે પચવામાં હળવો આહાર લેવો. આ મંદાગ્નિજન્ય વિકારોનો આ ખૂબ જ ઉત્તમ ઇલાજ છે.
 
કોણી અને બગલની કાળાશ માટે
 
મોસંબીનું જૂસ ફક્ત ચહેરો જ નહીં, પણ શરીરના કોઈ પણ ભાગ માટે ઇફેક્ટિવ છે. બગલ, કોણી અને ગોઠણ પર પિગ્મેન્ટેશનને લીધે કાળાશ આવી જાય તો ત્યાં મોસંબીનું જૂસ લગાવવાથી કાળાશ દૂર થઈ સ્કિન ટોન ફરી પહેલાં જેવો બનાવી શકાય છે. એ સિવાય કોઈ જંતુનો ડંખ હોય તો એના લીધે પડતાં લાલ ચાઠાં પર પણ મોસંબીનો રસ લગાવવાથી ફાયદો થાય છે. 
 
ડિટોક્સિફિકેશન
 
મોસંબીમાં રહેલું ફાઇબર શરીરની અંદરની સિસ્ટમને સુધારે છે. મતલબ કે નકામાં ઝેરી તત્વોને બહાર કાઢી સિસ્ટમ સાફ રાખે છે અને શરીર ડિટોક્સિફાય થવાને લીધે ચહેરા પર ગ્લો આવે છે. વધુમાં બ્લડ પ્યુરિફાય થવાથી કોઈ ચામડીના રોગો હોય તો એ પણ મટે છે. 
 
હોઠની સોફ્ટનેસ માટે 
 
દિવસમાં ત્રણથી ચાર વાર હોઠ પર મોસંબીનો રસ આંગળી વડે લગાવવાથી કાળાશ દૂર થાય છે તેમ જ જો હોઠ સુકાઈ ગયા હોય અને સ્કિન નીકળતી હોય તો એમાં પણ રાહત મળે છે અને હોઠ ફરી સુંવાળા બને છે. 
 
ખીલથી છુટકારો
 
જે રીતે સંતરાની છાલને સુકવીને એનો પાઉડર બનાવી લગાવવાથી સ્કિનને ફાયદો થાય છે એ જ રીતે મોસંબીની છાલને સૂકવી એની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ખીલથી છુટકારો મળે છે.