વાળને ધોતી વખતે અને વાળ ધોયા બાદ કરો આટલું, ક્યારેય નહીં ખરે વાળ

15 Jun, 2015

 બદલાતી જીવનશૈલીમાં શરીરની સાથે વાળને લગતી સમસ્યા પણ દિવસે-દિવસે ખૂબ જ ઝડપથી વધતી જઈ રહી છે. આજે 10 માંથી 9 સ્ત્રીઓ વાળની સમસ્યાથી પીડાઈ રહી છે. જેમાં વાળનું ખરવું અને સમયથી પહેલા વાળ સફેદ થવા આ સમસ્યા ઘર-ઘરમાં જોવા મળે છે. અનેક પ્રયત્નો અને દવાઓ પછી પણ વાળ ખરવાની સમસ્યા અટકતી નથી, કારણકે વાળ ખરવા પાછળ માત્ર શારીરિક કારણો જ જવાબદાર નથી પણ માનસિક તકલીફો જેવી કે તણાવની પણ મહત્વની ભુમિકા હોય છે.

 
માત્ર દવાઓથી જો વાળની સમસ્યા ઉકેલાતી હોત તો, દુનિયાના ધનવાન વર્ગના દરેક લોકોને ચાવી મળી જાત,પરંતુ એવું નથી. જેથી આજે અમે વાળ ખરવાની સમસ્યા માટે વાળ ધોતી વખતે અને વાળ ધોયા બાદ કઈ સાવધાની રાખવી તે માટે કેટલાક ઉપાય તમને જણાવીશું. જો તમે એપનાવશો તો ચોક્કસ ફાયદો થશે. 
 
શેમ્પૂ કરતા સમયે માથાની ચામડી અને વાળને તેજીથી ન ઘસો. આ વાતનું ખાસ ધ્યાન રાખો. આવું કરવાથી ન માત્ર વાળને પણ માથામાં રહેલા સિબેરિયસ ગ્લેડ પણ ઉત્તેજિત થઈ જાય છે. જેને કારણે વાળ ચિકણા તથા ખરાબ દેખાવા લાગે છે. જેથી તેને ઝડપથી ધોવા પડે છે. 
 
ક્યારેય તેલ લગાવ્યા વિના માથું ધોવું નહી કારણ કે તેલ લગાવ્યા વિના જો વાળ ધોવામાં આવે તો વાળ નિષ્તેજ અને શુષ્ક બની જાય છે જેથી વાળ ખરવા લાગે છે.
 
વાળને વારે-વારે ન ધુઓ. વારંવાર વાલ ધોવાથી વાળ નિષ્તેજ બને છે અને તે તેની કુદરતી ચમક ખોવાઈ જાય છે. 
 
વાળ સૂકવવા માટે ક્યારેય હેયર ડ્રાયરનો ઉપયોગ કરવો નહી.
 
હમેશાં ધ્યાન રાખવું કે તમારો ટુવાલ અને કાંસકો કોઈને ઉપયોગ કરવા આપવો નહી અને અમુક દિવસના અંતરમાં તમારો કાંસકો સાફ કરતા રહેવો જેથી તેમાં લાગેલી ગંદકી તમારા વાળમાં ચોંટે નહી. 
 
કોઈપણ શેમ્પૂ હોય ક્યારેય સીધુ હાથમાં લઈને વાળમાં લગાવવું નહીં. કારણ કે શેમ્પૂમાં કેટલાક કેમિકલ્સ રહેલાં હોય છે અને ઘટ્ટ શેમ્પૂ સીધુ માથામાં લગાવવાથી તે વાળમાં રહી જાય છે જેથી 30 ટકા જેટલું શેમ્પૂ હોય તો તેમાં 70 ટકા જેટલું પાણી મિક્ષ કરીને જ તેનાથી માથું ધોવું, સીધું શેમ્પૂ વાળમાં લગાવવું નહીં.
 
મોટાભાગના સ્ત્રીઓને આદત હોય છે કે તે વાળ ધોયા પછી ટુવાલથી વાળને ઝાપટે છે, વાળને ઝડપથી સુકવવા માટે એવું કરવાથી વાળ વિખેરાય છે અને વાળના ભાગ પડવા લાગે છે અને વાળ ટુટી જાય છે.
 
વાળને ધોયા પછી વારે-વારે હાથ ફેરવવાની આદત ખરાબ છે. દિવસભર આપણા હાથમાં કેટલીય ધૂળ અને કીટાણુંઓ લાગી જતી હોય છે અને પછી તે હાથ આપણે ચહેરા પર અને વાળમાં લગાવીએ છીએ. આ કીટાણું અને ધૂળવાળા હાથ ડેન્ડ્રફ અને વાળ તૂટવાનું કારણ બને છે. 
 
વાળ નબળા થવાનું તથા તૂટવાનું મુખ્ય કારણ એ છે કે આજકાલ સ્ત્રીઓ સમય ન મળવાથી અથવા ઉતાવળ હોવાની ભીના વાળ ઓળે છે જેથી વાળને બહુ નુકસાન થાય છે અને વાળ ખરવા લાગે છે જેથી ક્યારેય વાળ ધોયા પછી ભીના વાળ હોય ત્યારે વાળ ઓળવા નહી.