મુકેશ અંબાણી રચશે ઇતિહાસ, ઇન્ટરનેટ પર જોવા મળશે ‘પદ્માવતી’

07 Nov, 2016

બોલિવૂડ સ્ટાર્સ રણવીર સિંહ, શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણ સ્ટારર ‘પદ્માવતી’ ટીવી અને ઇન્ટરનેટમાં ચાલી રહેલ યુદ્ધને એક નવી દિશા આપશે. સૂત્રો અનુસાર, ‘પદ્માવતી’ પ્રથમ ફિલ્મ હશે, જે સેટેલાઇટ માધ્યમોમાં ટીવી પહેલા ઇન્ટરનેટ પર જોવા મળશે. તમારી જાણકારી માટે અમે મને જણાવી દઇએ કે, ઇન્ટરનેટ પર ફિલ્મો ટીવી પર પ્રસારણ કર્યાનાં 7 દિવસ બાદ દેખાડવામાં આવે છે.

સૂત્રો અનુસાર, મુકેશ અંબાણીએ આ ફિલ્મને પોતાના ઝિયો નેટવર્ક પર રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રાખ્યુ છે. અને ‘પદ્માવતી’ની નિર્માતા કંપની વાયાકોમ18 અને ટીવી ચેનલ કલર્સનાં માલિક પણ છે. માટે મહદઅંશે આ સમીકરણ સરળ પણ બની રહેશે. આ પછીથી ટીવી અને ઇન્ટરનેટ બજારમાં મોટા બદલાવ થવાના સંકેત મળી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, ગત 6 મહિનાઓથી ચાર પ્રમુખ ચેનલોએ ફિલ્મોનાં ટીવી અધિકારો ખરીદવામાં ઘણા નિયમો લાગૂ કર્યા છે. ખરેખર ઇન્ટરનેટનાં પ્રમુખ પ્લેયર નેટ ફ્લિક્સ, અમેઝોનનુ કહેવુ છે કે, તેમને ફિલ્મ દેખાડવાની પરવાનગી ટીવી પર ફિલ્મનાં પ્રસારણ દરમિયાન કે તેના એક દિવસ પહેલા આપવામાં આવે. હાલમાં જ ફિલ્મ મદારીને ઇન્ટરનેટ માટે 4 કરોડમાં ખરિદવામાં આવી હતી. ઇન્ટરનેટનાં ખરિદ્યા બાદ ટીવી ચેનલે તેને ખરિદવામાં કોઇ રૂચિ દાખવી ન્હોતી.