National

દીકરાએ ૩ વર્ષ ફ્રિઝમાં રાખી વૃદ્ધ માંની લાશ, અંગુઠાથી પેન્શન કાઢવા માટે સડાવતો રહયો ડેડબોડી

 પેન્શન મેળવવા છેલ્લા ત્રણ વર્ષથી માતાનો મૃતદેહ ‘મમી’ સ્વરૂપે ફ્રીઝરમાં સાચવી રાખનાર સુબ્રતા મજુમદારને અટકાયતમાં લેવામાં આવ્યો હોવાનું પોલીસે કહ્યું હતું. 

માતાનાં મૃતદેહને સાચવી રાખવા તેણે ‘મમીફિકેશન’ની ટૅક્નિકનો ઉપયોગ કર્યો હતો. 

ફ્રીઝરમાં સાચવી રાખેલાં માતાનાં મૃતદેહ સાથે રહેતા અને છેલ્લા ત્રણ વર્ષથી માતાનું પેન્શન ઉપાડતા સુબ્રતા મજુમદારને પોલીસે બુધવારે રાત્રે અટકાયતમાં લીધો હતો. 

પોલીસના જણાવ્યાનુસાર સુબ્રતા મજુમદારની માતનું મૃત્યુ ૭ એપ્રિલ ૨૦૧૫ના રોજ ખાનગી નર્સિંગ હૉમમાં થયું હતું, પરંતુ માતાનો મૃતદેહ સાચવી રાખવા તેણે મમીફિકેશનની ટૅક્નિકનો અને આઈસક્રમ તેમ જ અન્ય ખાદ્યપદાર્થોની સાચવણી માટે ઉપયોગમાં લેવાતાં ફ્રીઝરનો ઉપયોગ કર્યો હતો. 

મળેલી બાતમીને આધારે દક્ષિણ કોલકતાસ્થિત બે માળનાં તેનાં નિવાસસ્થાન ખાતેથી સુબ્રતોને અટકાયતમાં લેવામાં આવ્યો હોવાનું જણાવતાં પોલીસે કહ્યું હતું કે અમે સુબ્રતોની માતાનાં મૃતદેહનો કબજો મેળવ્યો હતો. 

માતાનાં પેન્શન અકાઉન્ટમાંથી રૂપિયા કઢાવવા સુબ્રતો ડૅબિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો. 

જીવંત હોવાનાં પ્રમામપત્ર વિના બૅંકે કઈ રીતે સુબ્રતાની માતાનું પેન્શન અકાઉન્ટ ચાલુ રાખ્યું તેની અમે તપાસ કરી રહ્યા છીએ, એમ પોલીસે કહ્યું હતું. 

સુબ્રતાની માતા બિના મઝુમદાર ફૂડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા-એફસીઆઇમાં નોકરી કરતી હતી, પરંતુ તેણે પાંચ વર્ષ પહેલા નોકરી છોડી દીધી હતી. 

મૃતદેહની જાળવણી માટે સુબ્રતાએ માતાનાં શરીરનાં આંતરિક અવયવો કાઢી લીધા હતા. મૃતદેહની જાળવણી માટે તેણે ફૉર્માલ્ડિહાઈડ જેવા રસાયણોનો ઉપયોગ કર્યો હતો. સુબ્રતો પડોશીઓ સાથે હળતોમળતો નહોતો. વધુ ક્ષમતા ધરાવતું ઍરકન્ડિશનર ઇમારતના ખાલી પડી રહેલા પહેલા માળે તેણે બેસાડ્યું ત્યારે પડોશીઓને શંકા ગઈ હતી. આ મશીન સતત ચાલુ રહેતું હોવાનું પડોશીઓએ પોલીસને કહ્યું હતું.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated News