અમેરિકામાં DFW ગુજરાતી સમાજનો સ્‍પેશ્‍યલ એવોર્ડ મેળવતી યુવા વોલનટીયર સુશ્રી ધારિણી પટેલ

08 Nov, 2014

અમેરિકામાં DFW ગુજરાતી સમાજ તરફથી સમાજ સેવકનો સ્‍પેશ્‍યલ એવોર્ડ બહુજ ઓછા લોકોને આપવામાં આવે છે. આ એવોર્ડ અત્‍યાર સુધીમાં મહાનુભાવોને જ આપવામાં આવ્‍યો છે.

         પહેલી વખત આ એવોર્ડ કોઈ જુવાન વ્‍યકિત કે જે અમેરિકામાં ઉછરેલી જુવાન વ્‍યકિત, આટલા જુસ્‍સા સાથે સમાજસેવા છેલ્લા પાંચ વર્ષથી એકધારી રીતે કરે છે. તેને આપવામાં આવ્‍યો છે.

         ખૂબ જ આનંદ અને ઉત્‍સાહથી આ એવોર્ડ આપણી દિકરી સુશ્રી ધારિણી પટેલ (સુશ્રી સુનિલા સુપુત્રી) ને ૨૦૧૪ દિવાળી ડિનર વખતે આપવામાં આવ્‍યો હતો.

         સુશ્રી ધારિણી પટેલ ને યુવાન વોલન્‍ટીયર તરીકેની સેવાઓને DFW ગુજરાતી સમાજ દ્વારા マદયપૂર્વક આવકારવામાં આવી હતી. કે જે બાળકોની સાર સંભાળ લેવી, રજુઆતો કરવી, ટિકિટ વિન્‍ડો ઉપર સેવાઓ આપવી, જરૂરિયાતમંદોને મદદ કરવી સહિતની પ્રવૃતિઓ કરે છે. તેણે DFW ચરોતર લેઉવા પટેલ સમાજ તથા ગુજરાતી સમાજનું ગૌરવ વધાર્યુ છે. તે પ્‍લાનો, ટેકસાસ, મુકામે ૧૨ મા ગ્રેડમાં અભ્‍યાસ કરે છે. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.