Apnu Gujarat
 • ગુજરાત : એક નજરે

   ગુજરાત પૌરાણિક ભૂમિ જે પશ્ચિમે અરબી સમુદ્રથી જોડાયેલી છે. ઉત્તર-પૂર્વના સિમાડા અનુક્રમે રાજસ્‍થાન તથા મધ્‍યપ્રદેશ સાથે જોડાયેલા છે. પશ્ચિમ અને દક્ષિણે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલ છે.

   રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું. આઠમી સદીમાં જેણે આ ભૂમિ પર શાસન કર્યું હતું. પાષાણ યુગમાં ઉદ્દભવ પામેલી સાબરમતી નદી અને હિન્‍દુ સંસ્‍કૃતિની ધરોહર ધરાવતા હડપ્‍પન અવશેષો લોથલ, રામપુર તથા અમરી વગેરે સ્‍થળોએ જોવા મળે છે.

   ગિરનાર પર્વતમાં મળી આવેલા શિલ્પ-સ્‍થાપ્ત્‍યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની ગવાહી પૂરે છે. જેણે શક અને હુણોએ કબ્‍જે કરેલા વિસ્‍તારમાંથી ખદેડી મૂકી ગુજરાત પ્રદેશમાં સામ્રાજ્ય કર્યું હતું.

   ૯મી સદી દરમિયાન સોલંકી યુગનો ઉદય થયો જેના શાસનકર્તાએ ગુજરાતમાં ગૌરવવંતો ઇતિહાસ બનાવ્‍યો.

   ત્‍યારબાદ સુદીર્ધકાળ સુધી મુસ્‍લિમ શાસક અહેમદ પહેલો - જેણે ગુજરાત પર સૌ પ્રથમ સ્‍વતંત્ર મુસ્‍લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૯માં અમદાવાદ શાસનની ધૂરા સંભાળી. ઇ.સ. ૧૫૭૦માં સમ્રાટ અકબરે મારવા અને ગુજરાત પ્રાંતની શાસન ધૂરા સંભાળી.

   ઇ.સ. ૧૮૧૮ માં બ્રિટીશની ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીએ સૌ પ્રથમ સૂરત ખાતે તેમનો પાયો નાંખ્‍યો અને ટૂંકાગાળામાં સમગ્ર પ્રાંત ઉપર તેણે શાસન જમાવ્યું.

   મયાંતરે ગુજરાતનો કારોબાર વિવિધ રજવાડાંઓના હાથમાં હતો. ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્‍યારથી લઇ ૧ મે, ૧૯૬૦ સુધી સૌરાષ્‍ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઇ રાજ્ય હસ્‍તક હતો. બાદમાં મહારાષ્‍ટ્ર રાજ્યમાં મુંબઇ સમાવી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો.

   ગુજરાતના સ્થાપના કાળથી રાજધાની અમદાવાદ બની હતી. સન ૧૯૭૦માં ગાંધીનગરનું નિર્માણ કરી રાજ્યની રાજધાની ગાંધીનગર લઇ જવામાં આવી.

 • ગુજરાતનો ઇતિહાસ

   ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. જેનો ઉત્તર સીમા પાકિસ્‍તાન અને રાજસ્‍થાન સાથે પૂર્વ સીમા મધ્‍યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્‍ટ્ર, કેન્‍દ્રશાસિત પ્રદેશ દિવ, દમન, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે.

   ગુજરાત : રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

   પ્રાચીન ઇતિહાસ સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્‍ટ્રના આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુજર થયું. જે પછીથી હિંદુ, મુસ્‍લિમ, ખ્રિસ્‍તી અને શીખ ધર્મમાં પરિવર્તિત થયું.

   ભૂસ્તર શાસ્‍ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્‍યા. હડપ્‍પા સંસ્‍કૃતિ સમયના શહેરો લોથલ, રામપુર, અચરજ અને બીજા જગ્‍યાઓના પણ અવશેષો મળી આવેલ છે.

   પ્રાચીન ગુજરાત પર મોર્ય શાસકે પણ શાસન કરેલું. ગુજરાતના કેટલાક સ્‍થળો સમ્રાટ ચંદ્રગુપ્‍ત મોર્યએ જીતેલા. જ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોકે તેમાં વિસ્‍તાર કરેલો. શરૂઆતના ત્રણ મૌર્યના સ્તૂપો મળી આવેલ હતાં. ઇ.સ. પૂર્વ ૨૩૨ સમ્રાટ અશોકનું મૃત્‍યુ થવાથી તેના સામ્રાજ્યમાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્‍યું. રાજા શુંગારુએ રાજકીય કૂનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો.

   મૌર્ય સામ્રાજ્યના પતન પછી કેથેલિસ્‍ટએ આ પ્રાંતમાં ઇ.સ. ૧૩૦થી ૩૯૦ શાસન કર્યું. રૂદ્ર દમનના શાસન હેઠળ સામ્રાજ્યમાં માલવા (મધ્‍યપ્રદેશ), સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને રાજસ્‍થાન મેળવ્‍યા. ઇ.સ. ૩૦૦થી ૪૦૦ દરમિયાન આ વિસ્‍તાર ગુપ્‍ત સામ્રાજ્યના તાબા હેઠળ આવ્‍યું જે પછીથી મૈત્રકા નામથી ઓળખાયું. ધ્રુવસેનાના શાસન કાળ દરમિયાન મહાન ચાઇનીઝ પ્રવાસી અને વિચારક હુ-એન-ત્‍સાંગએ ઇ.સ. ૬૪૦માં ભારતની મુલાકાત લીધી.

   મૌર્ય સામ્રાજ્યના પતન અને સંપ્રતી સૌરાષ્‍ટ્ર આવવાના દરમિયાન, ડેમેટ્રીસ્‍ટના તાબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયેલ હતું. સ્‍થાનિય રજવાડાઓની સંખ્‍યા ૨૩ હતી. તેમાના મુખ્‍ય ત્રણ હિન્‍દુ રજવાડાઓ ચાવુરા, સોલંકી અને બાઘીલાહ હતા તેમણે ભારત પર ૫૭૫ વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે ગુજરાત મોહંમેદન્‍સના કબ્‍જામાં હતું. ચવુરા જાતિએ ૧૯૬ વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું.

   ઇ.સ. ૯૦૦ દરમિયાન સોલંકી શાસન આવ્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્‍તાર તેમના તાબામાં હતું. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતાં. કારણકે પ્રતિહારાઓ, પરમારો અને સોલંકી ગુજરોને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્‍લા હિન્‍દુ શાસક સોલંકી અને રાજપુત હતા. જેમણે ઇ.સ. ૯૬૦ થી ૧૨૪૩ સુધી શાસન કર્યું. એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્‍લા હિન્‍દુ શાસક કરનદેવ વાઘેલા ઇ.સ. ૨૯૭માં દિલ્‍હીના સુલતાન અલાદ્દીન ખીલજીથી પરાજય પામ્‍યા હતાં.

 • ગુજરાતના શહેરો

   ભૌગોલિક તેમજ વ્‍યૂહાત્‍મક સ્‍થાન ધરાવતા ગુજરાતમાં વૈવિધતામાં બેજોડ છે. ગુજરાતનું ખમીર અને તેની સમૃદ્ધ સાંસ્‍કૃતિક વિરાસત તેના દરેક શહેરો અને સ્‍થળોના સ્થાપ્ત્ય કળા, સંગીત, સાહિત્‍ય, પ્રાદેશિક રીતરિવાજો, રાંધણકળા, મેળાની ઉજવણી અને તહેવારોની આસ્થામાં જોવા મળે છે.

   ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. રાષ્‍ટ્રપિતા પૂ. ગાંધીજીના નામ સાથે જોડાયેલું ગાંધીનગર રાજ્યના મુખ્‍ય શહેર અમદાવાદથી ૩૨ કિ.મી. ના અંતરે આવેલું છે. દેશના શ્રેષ્‍ઠ અને હરિયાળા શહેરોની ગણતરીમાં તે ગૌરવવંતુ સ્‍થાન ધરાવે છે.

   રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મુખ્‍ય શહેરો છે. જે તેમના સ્‍થાન, રીતરિવાજો, ઇતિહાસ, સ્‍થાપત્‍યો, સંસ્‍કૃતિ અને વિચારસરણી સાથે વિપુલ સંપત્તિ, સૌંદર્ય અને સુખસગવડ અને ત્યાંની જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે.

   અહીંનું સામાજીક જીવન, વિવિધ સ્થાનિય ભાષ-બોલી, રિત-રીવાજો, તહેવારો, ઉત્‍સવો, પહેરવેશ, ખાણીપાણીનાં રિવાજો અને ગુજરાતના વિવિધ પ્રાંતોમાં રહેતા લોકોના રહેઠાણોની તેના વૈવિધતા સભર વારસાને ઉજાગર કરે છે.. ગુજરાતમાં સ્‍વભાવે માયાળુ, ખંતીલી પ્રકૃતિ અને મહેનતકશ ગુજરાતી લોકો શહેરો, ગામડાંઓ અને નાના કસબામાં રહી તેની આર્થિક ઉપાર્જન પ્રવૃતિ કરે છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ કસબીઓએ પોતાના ધંધા-વ્‍યવસાયનો વ્‍યાપ ગુજરાતમાં અને પરપ્રાંતની સાથે સાથે દેશના સીમાડા ઓળંગી સમુદ્રપારના દેશોમાં પણ વિકસાવ્‍યો છે.

   ગુજરાતમાં સ્‍વભાવે માયાળુ, ખંતીલી પ્રકૃતિ અને મહેનતકશ ગુજરાતી લોકો શહેરો, ગામડાંઓ અને નાના કસબામાં રહી તેની આર્થિક ઉપાર્જન પ્રવૃતિ કરે છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ કસબીઓએ પોતાના ધંધા-વ્‍યવસાયનો વ્‍યાપ ગુજરાતમાં અને પરપ્રાંતની સાથે સાથે દેશના સીમાડા ઓળંગી સમુદ્રપારના દેશોમાં પણ વિકસાવ્‍યો છે.

   ભાષા આપણી લાગણીને જીવંત રાખતું પરિબળ છે. ગુજરાતની મુખ્‍ય ભાષા ગુજરાતી છે. અંગ્રેજી ભાષાને વ્‍યવસાયી સ્‍તરે સ્‍વીકારેલી છે. ઉપરાંત ગુજરાતમાં ‘બાર ગાઉએ બોલી બદલાય’ તે ઉક્તિને પ્રમાણ માની ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્‍ટ્ર કચ્‍છ તેમજ મધ્‍ય ગુજરાતમાં ગુજરાતી ભાષાની બોલી ધર્મ-જ્ઞાતિ-રિવાજ મુજબ બોલાય છે. સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં કાઠિયાવાડી અથવા કચ્‍છી બોલી બોલાય છે. તેવી રીતે મધ્‍ય ગુજરાતમાં ચરોતરી બોલી બોલાય છે.

 • ગુજરાત હાઇવે

   GJ SH 1   
   Bagodara - Dhandhuka - Ranpur -Jasdan - Gondal   
   186.67 km
   --------------------------------------------------------------
   GJ SH 2
   Ahmedabad - Kathalal - Lasundra-Balasinor - Lunawada - Santrampur -Zalod
   116.52 km
   --------------------------------------------------------------
   GJ SH 1    
   Bagodara - Dhandhuka - Ranpur -Jasdan - Gondal    
   186.67 km
   --------------------------------------------------------------
   GJ SH 2
   Ahmedabad - Kathalal - Lasundra-Balasinor - Lunawada - Santrampur -Zalod
   116.52 km
   --------------------------------------------------------------
   GJ SH 2A
   Santrampur - Kadana - Dungarpur Road
   35.17 km
   --------------------------------------------------------------
   GJ SH 3        
   Ahmedabad - Mehmdavad - Nadiad    
   32.40 km     
   --------------------------------------------------------------
   GJ SH 4        
   Ahmedabad - Sarkhej - Dholka - Simaj -Vataman    
   45.80 km
   --------------------------------------------------------------   
   GJ SH 5        
   Umargam - Vapi - Dharampur - Vansda - Valod (Buhari) - Netrang - Rajpipla -Bodeli - Halol - Godhra - Lunawada -Malpur - Modasa - Shamlaji    
   332.20 km     
   --------------------------------------------------------------
   GJ SH 5A    
   Pavagadh Hill Road    
   5.20 km
   -------------------------------------------------------------- 
   GJ SH 5B    
   Godhra Link Road    
   7.31 km     
   --------------------------------------------------------------
   GJ SH 6        
   Lakhpat - Koteshwar - Narayan Sarovar -Kothara - Mandvi - Gandhidham -Jodia - Jamnagar - Khambhalia-Dwarka - Una -Mahuva - National Highway 8E - Bhavnagar - Khambhat -Amod - Dahej - Bharuch - Ankleshwar -Hasot - Olpad - Surat - Valsad - Tithal    
   1214.32 km     
   --------------------------------------------------------------
   GJ SH 7        
   Maliya - Halvad - Dhrangadhra -Viramgam - Sitapur - Becharaji -Chanasma - Patan    
   43.60 km     
   --------------------------------------------------------------
   GJ SH 8        
   Bagodra - Vataman - Tarapur - Dharmaj -Borsad - Vasad    
   101.76 km     
   --------------------------------------------------------------
   GJ SH 9        
   Waghai-Saputara    
   52.00 km     
   --------------------------------------------------------------
   GJ SH 10    
   Harij - Patan - Siddhpur - Kheralu - Sipor - Valasana - Idar - Dholvani - Vijaynagar      
   112.32 km     
   --------------------------------------------------------------
   GJ SH 11    
   Borsad - Umeta - Singhrot - Gotri -Vadodara - Dabhoi - Bodeli - Chhota Udaipur
   148.20 km     
   --------------------------------------------------------------
   GJ SH 12    
   Nadiad - Lingada - Umreth - Dakor -Thasara - Godhra - Kathwada     
   58.75 km     
   --------------------------------------------------------------
   GJ SH 13    
   Ankleshwar - Valia - Netrang - Dediapada - Sagbara     
   108.40 km     
   --------------------------------------------------------------
   GJ SH 14    
   Waghai - Ahwa - Chinchali - Babulghat    
   70.40 km     
   --------------------------------------------------------------
   GJ SH 15    
   Bilimora - Chikhli - Vansda - Waghai    
   55.00 km     
   --------------------------------------------------------------
   GJ SH 16    
   Bagodara - Dholka - Rasikpura - Khambhat    
   108.20 km     
   --------------------------------------------------------------
   GJ SH 17    
   Ahmedabad - Sarkhej - Sanand - Charodi - Viramgam - Wadhwan - Muli - Chotila    
   58.60 km     
   --------------------------------------------------------------
   GJ SH 18    
   Viramgam - Mandal - Dasada - Panchasar - Sami - Harij - Radhanpur    
   79.40 km
   --------------------------------------------------------------
   GJ SH 19    
   Surendranagar - Patdi - Dasada - Becharaji - Mehsana    
   106.00 km     
   --------------------------------------------------------------
   GJ SH 20    
   Dhrangadhra - Dudhrej - Surendranagar -Limbdi - Dhandhuka    
   99.60 km     
   --------------------------------------------------------------
   GJ SH 21    
   Halvad - Sara - Muli - Sayala - Sudamada -Paliyad - Botad - Gadhada - Dhasa -Damnagar - Paravadi - Gariadhar - Jesar -Asarana - Dungar - Victor - Port Chanch    
   169.70 km     
   --------------------------------------------------------------
   GJ SH 22    
   Halvad - Morvi - Tankara - Latipur - Dhrol - Jambuda    
   105.10 km     
   --------------------------------------------------------------
   GJ SH 23    
   Rajkot - Kalawad - Khatiya - Lalpur -Khambhalia    
   73.10 km     
   --------------------------------------------------------------
   GJ SH 24    
   Rajkot - Morvi - Navalakhi    
   125.32 km     
   --------------------------------------------------------------
   GJ SH 25    
   Bhavnagar - Shihor - Bobra - Rajkot    
   160.62 km     
   --------------------------------------------------------------
   GJ SH 26    
   Bedeshwar - Jamnagar - Kalawad -Jamkandorana - Dhoraji - Junagadh -Mendarada - Sasan - Talala - Veraval    
   121.40 km     
   --------------------------------------------------------------
   GJ SH 27    
   Jamnagar - Lalpur - Ranavav - National Highway 8B - Bhanvad    
   108.90 km     
   --------------------------------------------------------------
   GJ SH 28    
   Khambhalia - Advana - Porbandar    
   62.70 km
   --------------------------------------------------------------   
   GJ SH 29    
   Limbdi - Vankvaya - Bhatiya - Kuranga    
   22.00 km     
   --------------------------------------------------------------
   GJ SH 30    
   Junagadh - Khadia - Bilkha - Bagasara -Amreli    
   76.30 km     
   --------------------------------------------------------------
   GJ SH 31    
   Chorvad - Holiday Camp - Gadu - Keshod - Vanthali - Junagadh - Jetpur - Devda -Vasavad - Babra - Bhadeli - Gadhada -Umrali - Songadh - Palitana - Talaja    
   298.35 km     
   --------------------------------------------------------------
   GJ SH 31A    
   Porbandar - Rajkot - Bamanbore
   8.05 km     
   --------------------------------------------------------------
   GJ SH 41    
   Ahmedabad - Mahesana - Unjha - Palanpur    
   131.33 km     
   --------------------------------------------------------------
   GJ SH 59    
   Nadiad - Mahudha - Kathalal - Kapadwanj - Bayad - Dhansura -Modasa - Raighad    
   127.20 km     
   --------------------------------------------------------------
   GJ SH 60    
   Kheda - Mahmdavad - Mahudha - Alina - Dakor - Umreth - Bhalej - Anand -Vadtal    
   90.59 km    
   --------------------------------------------------------------
   GJ SH 80    
   Ahwa - Navapur till the boundary of the state in Maharashtra    
   37.40 km     
   --------------------------------------------------------------
   GJ SH 83    
   Umreth - Ode - Sarsa - Anand -Karamsad - Sojitra - Tarapur - Kanawada    
   70.60 km
   --------------------------------------------------------------   
   GJ SH 140    
   Bareja - Navagam - Vasna - Bujarg -Matar - Limbdi - Sojitra - Piplav - Petlad - Borsad    
   75.03 km
   --------------------------------------------------------------   
   GJ SH 143    
   Majara - Talod - Harsol - Ranasan -Gambhaoi - Bamna - Vankaner    
   84.30 km
   --------------------------------------------------------------
   GJ SH 145    
   Himatnagar - Dhansura - Malpur -Meghraj - Titoi - Shamlaji - Bhiloda - Idar    
   152.77 km     
   --------------------------------------------------------------
   GJ SH 160    
   Padra - Sadhli - Karjan - Vemar - Sinor-Poicha - Rajpipla - Dediapada Road Bridge and accesses    
   0084.85 km    

 • ગુજરાતના મહાપુરુષો

   ગુજરાતની મહાન વિભૂતિઓ વિષે વાત કરીએ ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્રીમદ રાજચંદ્ર, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીરચંદ ગાંધી,જમશેદ તાતા યાદ આવે. આ મહાન વિભૂતિઓ વિષે જેટલું લખીએ તે ઓછું જ પડે. અહીં માત્ર એમનો ટુંક પરિચય જ આપ્યો છે.

   તમે અન્ય મહાનુભાવો વિષે લખીને મોકલશો તો અહીં મુકીશું.

   મહાત્મા ગાંધી

   મહાત્મા ગાંધીને એમના ૪ મુખ્ય સદગુણોથી વિશ્વ યાદ કરે છે - સત્ય, અહિંસા, પ્રેમ અને સહિષ્ણુતા. જીવનમાં આ ૪ સદગુણો અપનાવીને તેઓ ભારત દેશની સ્વતંત્રતા માટે લડ્યા અને દેશને સ્વતંત્રતા અપાવી.
    એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ ૨ ઓકટોબર ૧૮૬૯માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ અને માતાનું નામ પુતળીબાઇ હતું. એ સમયના રીવાજ મુજબ એમના લગ્ન નાનપણમાં, તેઓ ભણતા હતા એ દરમ્યાન કસ્તુરબા સાથે થયા હતા.
   મેટ્રિક પાસ કરીને તેઓ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા. મોહનદાસ કઈ પહેલેથી જ મહાન નહોતા. બાળપણમાં તેઓ અન્ય સામાન્ય બાળકો જેવા જ હતા.
   તેઓ જીવનમાં એક જ વાર અસત્ય બોલ્યા હતા. તેઓએ એક જ વાર બીડી પીધી હતી, એક વાર માંસ પણ ખાધું હતું. બાળપણમાં કેટલીક ખરાબ સોબત થઇ જવાને લીધે આવું બન્યું હતું. પરંતુ એમણે આ બધી જ કુટેવો જલ્દીથી સુધારી લીધી હતી. એક દિવસ એમના પિતા પાસે આ કુટેવોની કબુલાત કરી લઈને ફરીથી આવી ભૂલો ન કરવાના સોગંદ લીધા હતા.
   એક વાર એમણે "રાજા હરિચંદ્ર" નાટક જોયું અને એમાંથી રાજા હરિશ્ચન્દ્રની સત્ય પરાયણતાથી ખુબ જ પ્રભાવિત થઇ ગયા હતા. શ્રીમદ રાજચંદ્રને પણ તેઓ ગુરુ માનતા. લિયો ટોલ્સટોયથી પણ તેઓ પ્રભાવિત હતા.
   મોહનદાસ ગાંધી ઇંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ પૂરો કરીને ૧૮૯૩માં ભારત પરત આવ્યા અને વકીલાત શરુ કરી. વકીલ તરીકે તેઓ ગરીબ અને સાચા લોકો માટે વકીલાત કરતા. અબ્દુલ શેઠ નામના એક મોટા વેપારીના અદાલતી કેસ લડવા તેઓ દક્ષિણ આફ્રિકા ગયા.
   દક્ષિણ આફ્રિકામાં તેમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો. ત્યાં એમણે જોયું કે ગોરી ચામડીના લોકો કાળી ચામડીવાળા ભારતીયો સાથે ખુબ જ તુચ્છ વ્યવહાર કરતા હતા. ગોરા લોકો તેમને પણ હેરાન કરતા અને એમનું વારંવાર અપમાન કરતા. એક વખત તેઓ ટ્રેઇનની  પ્રથમ વર્ગની મુસાફરીની ટીકીટ લઈને મુસાફરી કરતા હતા. તેમ છતાં ગોરા લોકોએ તેમને પ્રથમ વર્ગના ડબ્બામાંથી ઉતારી મુક્યા.
   એક વખત તેઓ પાઘડી પહેરીને અદાલતમાં ગયા. ગોરા ન્યાયધીશએ આની સામે વાંધો ઉઠાવ્યો અને પાઘડી ઉતારી નાખવા કહ્યું. ગાંધીજીએ આ અન્યાય અને અપમાન સામે લડત આપી. ત્યાં તેમણે સત્યાગ્રહ કર્યો અને સફળ થયા. આમ ત્યારથી સત્યાગ્રહની લડતની શરૂઆત થઇ.
   દક્ષિણ આફ્રિકામાં રહીને એમણે સત્યાગ્રહની લડત ચલાવી. ૧૯૧૫માં ભારત પાછા આવ્યા ત્યારે એમણે જોયુંકે ગોરા બ્રિટીશરો ભારતમાં પણ પ્રજા સાથે અત્યંત અમાનવીય વ્યવહાર કરતા હતા. આથી ભારતમાં એમણે સત્યાગ્રહની લડત શરુ કરી. ૧૯૩૦માં અસહકારની લડત શરુ કરી, દાંડીકુચ કરી. ૧૯૪૨માં "અંગ્રેજો ભારત છોડો"ની લડત શરુ કરી. આખો દેશ એમની લડતમાં જોડાયો. સ્વતંત્રતાની આ લડત દરમ્યાન એમણે ક્યારેય અંગ્રેજ શાશકો પ્રત્યે ધ્રુણા કે હિંસા નહોતા અપનાવ્યા. સત્યાગ્રહની અહિંસક લડતનો આખરે વિજય થયો અને ભારતને ૧૯૪૭માં આઝાદી મળી.
   ગાંધીજીનું વ્યક્તિત્વ એકદમ સાદું અને સરળ હતું. તેઓ કહેતા કે "મારું જીવન એ જ મારો સંદેશ". એમણે અસ્પૃશ્યતા નિવારણ માટે ઘણા પ્રયત્નો કાર્ય. તેમણે અસ્પૃશ્યોને "હરીજન" - "ઈશ્વરના સંતાન" એવું નામ આપ્યું. તેમણે દેશવાસીઓને જાત મહેનત કરવા જણાવ્યું. વિદ્યાર્થીઓને સ્વતંત્ર રોજગાર મેળવવા માટે જુદા જુદા હુન્નરો શીખવાની સલાહ આપી. હાથ વણાટ અને ખાદીને ખુબ જ પ્રોત્સાહન આપ્યું. ભારત દેશ મહદઅંશે ગામડાઓનો બનેલો હોવાથી ખેતીને પણ ખુબ જ પ્રાધાન્ય આપ્યું.
   ગાંધીજી ખુબ જ અધ્યાત્મિક હતા. એમણે ભાગવત ગીતા, કુરાન, બાઈબલ અને બીજાં અનેક ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. એમણે રાજકારણમાં આધ્યાત્મિકતા લાવવાનો પ્રયાસ કર્યો. સ્વતંત્રતા મળ્યા બાદ ઘણા રાજકીય નેતાઓનો સત્તા માટે મોહ જોઇને એમને બહુ દુઃખ થતું. એમણે નેતાઓને દેશના વિકાસ માટે કાર્યો કરવા હાકલ કરી. લોકોને પ્રેમ અને ભાઈચારાથી સાથે રહેવા વિનંતી કરી.
   ગાંધીજીની હત્યા થઇ એ ભારત દેશ માટે અત્યંત ખેદજનક કહેવાય. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ને દિવસે પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા ત્યારે એમના ઉપર ગોળી મારી હત્યા થઇ. આખા વિશ્વએ એમના મૃત્યુનો શોક પાળ્યો. ભારતની રાજધાની દિલ્હીમાં એમનાં અંતિમ સંસ્કાર કર્યાં હતા એ સ્થળને "રાજઘાટ" એવું નામ આપી ત્યાં સમાધિ કરવામાં આવી છે. એમનો મૃત્યુદિન દર વર્ષે "શહીદ દિન" તરીકે પળાય છે. મહાત્મા ગાંધી ખરેખર એક પવિત્ર આત્મા હતા.

   ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

   સરદાર વલ્લભભાઈ પટેલ

   સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ૧૮૭૫માં ગુજરાતના ખેડા જીલ્લાના કરમસદ ગામમાં થયો હતો. તેમના કુટુંબનો વ્યવસાય ખેતીનો હતો. શાળામાં તેઓ તોફાની વિદ્યાર્થી હતા. શાળા બાદ મેટ્રિકની પરીક્ષા પાસ કરીને તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. તેમણે ગોધરામાં વકીલાત ચાલુ કરી.
   તેઓ ખુબ જ સફળ વકીલ હતા. પોતાની મહેચ્છાઓ પૂર્ણ કરવા તેઓ ઇંગ્લેન્ડ જઈ બેરિસ્ટર બન્યા. મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઇ તેઓ રાજકારણમાં જોડાયા. ૧૯૨૩માં તેમણે સફળતા પૂર્વક બારડોલી સત્યાગ્રહની નેતાગીરી સંભાળી. ત્યારથી જ તેઓ "સરદાર" કહેવાયા. એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ભારતીય ધારાસભાના પ્રમુખ હતા.
   સ્વતંત્રતાની લડત દરમ્યાન તેમણે અનેક વાર જેલવાસ ભોગવ્યો. તેઓ મહાત્મા ગાંધીના સૌથી નિકટના અને વિશ્વાસુ સેવક હતા. એમણે કોંગ્રેસમાં બરાબર શિસ્તપાલન કરાવ્યું હતું. ૧૯૩૬માં થયેલ સામાન્ય ચુંટણીઓમાં કોંગ્રેસે બ્રિટીશ-ઇન્ડિયાના ૭ પરગણાની મોટા ભાગની બેઠકો જીતી લીધી હતી.
   ૧૯૪૭માં આઝાદી મળી અને ભારત-પાકિસ્તાનના ભાગલા થયા. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ થયા અને સરદાર પટેલ નાયબ વડાપ્રધાન બન્યા. ગૃહપ્રધાન તરીકે તેમણે દેશમાં કાયદા અને વ્યવસ્થાનું બરાબર પાલન કરાવ્યું. ભવિષ્યના ઈતિહાસકારો તેમની અસાધારણ સંગઠિત શક્તિને હંમેશ યાદ કરશે. તેમણે નાના નાના ૬૦૦ રજવાડાંઓને એકત્રિત કરીને રાજા-નવાબોના શાસન નાબુદ કર્યાં. આ તેમની અદ્વિતીય સિદ્ધિ ગણાય છે. માત્ર ૨ વર્ષના ટુકા સમયમાં લોહીનું એક ટીપું પણ વહાવ્યા વિના, સમજાવટથી તેમણે આ કાર્ય કર્યું.
   ભારત દેશના નકશાને બદલી નાખવાનો ખરો જશ સરદાર પટેલને જ જાય. સરહદ પારના હુમલાખોરો અને પાકિસ્તાની સેનાએ કાશ્મીર ઉપર હુમલો કરી કબ્જો જમાવી લેવાનો પ્રયત્ન કર્યો. સરદાર પટેલ એમનો આ ઈરાદો પારખી ગયા અને તાત્કાલિક ભારતીય સેનાને હવાઈ માર્ગે કાશ્મીર મોકલી દીધી. હુમલાખોરોની બાજી ફરી ગઈ અને તેમને ભાગી જવાની ફરજ પડી. જાન્યુઆરી ૧૯૪૯માં સંધિ થઇ. હૈદરાબાદના નિઝામે શરણે આવવાની ના પાડતાં એની સામે કડક હાથે પગલાં લઇ હૈદરાબાદને ભારતમાં ભેળવી દીધું. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગમે એટલા મજબુત વિરોધી સામે બાથ ભીડાવી સરદારે તેમનામાં રહેલી લોખંડી તાકાતનો પરચો કરાવ્યો.
   સરદાર પટેલને ભારતના સૌથી સફળ વહીવટકર્તા અને મુત્સદ્દી નેતા કહી શકાય. તેમને અપાયેલું "લોખંડી પુરુષ" એવું ઉપનામ ખરેખર સાર્થક છે. ૧૫ ડીસેમ્બર ૧૯૫૦માં એમનું અવસાન થતાં ભારતે રાજકીય નેતાગીરીની કદીયે ન પૂરી શકાય એવી ખોટ અનુભવી.

   ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

   સ્વામી દયાનંદ સરસ્વતી

   ગુજરાતના ગૌરવ સમા સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ૧૮૨૪માં મોરબી પાસે ટંકારામાં થયો હતો. એમનું બાળપણનું નામ મૂળશંકર હતું. એમનું કુટુંબ ખુબ જ ધાર્મિક હતું.
   બાળપણમાં થયેલા કેટલાક અનુભવોમાંથી પ્રેરણા લઇ તેમણે ૧૮૪૬માં ગૃહ ત્યાગ કરી સન્યાસ લીધો અને દયાનંદ નામ ધારણ કર્યું. એમણે સ્વામી વિરજાનંદ પાસે દીક્ષા લીધી હતી. એમનાં પ્રગતિશીલ વિચારોનો પ્રચાર કરવા એમણે ઘણા પુસ્તકો લખ્યાં. જેમાં મુખ્યત્વે "સત્યાર્થ પ્રકાશ", "સંસ્કારવિધિ", "વેદાભ્યાસ", "સંધ્યા", "ભાગવત ખંડનમ", "રત્નમાળા" અને "વેદાંગ પ્રકાશ" છે.
   સ્વામી દયાનંદને પ્રાચીન વેદોમાંથી પ્રેરણા મળી હતી. તેઓ વેદોને જ મૂળભૂત શાસ્ત્ર માનતા. તેમણે વેદોના અધ્યયનને ઘણું મહત્વ આપ્યું. એમના ધાર્મિક ઉત્થાનના કાર્યોએ ભારતવાસીઓમાં પોતાના ભવ્ય ભૂતકાળ પ્રત્યે વિશ્વાસ જગાડ્યો અને તેમનામાં દેશાભિમાનની ચેતના જગાડી.
   સ્વામી દયાનંદ માનતા કે વ્યક્તિના ગુણો અને કાર્યો દ્વારા જ એની જાતિ નક્કી કરાય નહીં કે તેના જન્મ વડે. એમણે એવો ઉપદેશ આપ્યો કે અસ્પૃશ્યતા એક અપરાધ ગણાય અને એ વેદિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે. એમણે બાળલગ્નોનો વિરોધ કર્યો અને સ્ત્રી-પુરુષ માટે લગ્નની વય વધારવા કહ્યું. એમણે વિધવા પુન:વિવાહને પણ પ્રોત્સાહન આપ્યું. તેઓ માનતા કે શિક્ષણ દ્વારા જ વ્યક્તિનું ચારિત્ર્ય ઘડાય છે. બાળકોને ફરજીયાત શિક્ષણ મળે એ માટે એમણે સરકારને અનુરોધ કર્યો.
   સ્વામી દયાનંદે એમના સામાજિક અને ધાર્મિક સિદ્ધાંતોને વાચા આપવા માટે ૧૮૭૫માં આર્ય સમાજની સ્થાપના કરી. એમણે આર્ય સમાજ માટે મુખ્ય ૨૯ સિદ્ધાંતો આપ્યા. ત્યાર બાદ ૧૮૭૭માં "આર્ય સમાજના ૧૦ સિદ્ધાંતો" અસ્તિત્વમાં આવ્યા. આ સિધ્ધાંતમાં મુખ્યત્વે "એક ઈશ્વર"નો સ્વીકાર છે - ઈશ્વર એક જ છે જે સર્વવ્યાપી, સત્ય, સર્વજ્ઞ, અવિનાશી, અનંત, દયાળુ અને સૃષ્ટિનો કર્તા છે. વેદો જ ખરા ગ્રંથો છે. આર્ય સમાજ મનુષ્યના આધ્યાત્મિક ઉત્થાન માટે કાર્ય કરે છે  આર્ય સમાજની સ્થાપના સાથે અનેક આર્ય ગુરુકુળો અને "દયાનંદ એંગ્લો-વેદિક કોલેજ" પણ સ્થપાયા. આજ દિન સુધી આર્ય સમાજ દ્વારા સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ ચાલુ રહી છે.

   ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

   શ્રીમદ રાજચંદ્ર

   શ્રીમદ રાજચંદ્રનું પૂરું નામ શ્રી રાઈચંદભાઈ રવજીભાઈ મહેતા હતું. એમનો જન્મ ૧૮૬૭માં સૌરાષ્ટ્રના વવાણિયા ગામમાં થયો હતો. તેઓ શ્રીમદ રાજચંદ્ર નામથી પ્રખ્યાત છે. મહાત્મા ગાંધી પણ એમને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા હતા.
   શ્રીમદ રાજચંદ્રને એમના પૂર્વ જન્મનું જ્ઞાન પણ હતું. આને જાતિ-સ્મરણ જ્ઞાન કહે છે. તેઓ તીવ્ર કુશાગ્ર સ્મરણશક્તિ ધરાવતા હતા. તેઓ એક જ વાર જે કાંઈ પણ વાંચતા કે સાંભળતા તેને યાદ રાખી શકતા. તેઓ ૭ વર્ષની ઉંમર પછી શાળાએ ગયા હતા. પરંતુ ફક્ત ૧ મહિનામાં જ સામાન્ય ગણિત શીખી લીધું અને ૨ વર્ષમાં તો તેમણે ૭માં ધોરણ સુધીનો અભ્યાસ કરી લીધો. ૮ વર્ષની ઉંમરે તેઓ કવિતા લખવા લાગ્યા અને પ્રથમ વર્ષમાં જ લગભગ ૫૦૦૦ પંક્તિઓ લખી નાંખી. ૯માં વર્ષે તેમણે રામાયણ અને મહાભારતની કાવ્ય રચનાઓ કરી હતી અને ૧૦માં વર્ષે તો તેઓ ગહન તર્કશક્તિ ધરાવતા થઇ ગયા.
   શ્રીમદ રાજચંદ્ર શતાવધાની હતા. તેઓ એક સાથે ૧૦૦ કાર્યો કરી શકતા. અત્યંત કુશાગ્ર એકાગ્રતા અને યાદશક્તિ ધરાવનાર જ આ કરી શકે. આવા અશક્ય જ લાગે એવા એકાગ્રતા અને યાદશક્તિના પ્રયોગો માટે એમને ઘણી સંસ્થાઓ અને લોકો દ્વારા સુવર્ણ ચંદ્રકો એનાયત થતા હતા. પરંતુ શ્રીમદજીને આવી પ્રખ્યાતીમાં રસ નહોતો. તેઓ એમ પણ જાણતા હતા કે આત્મ સાક્ષાત્કાર માટે આવી સિધ્ધિઓ બાધારૂપ થાય. આથી ૨૦ વર્ષની ઉંમરે પહોંચતા પહેલાં એમણે આવા અવધાન બંધ કરી દીધા.
   શ્રીમદ રાજચંદ્ર ખુબ જ પ્રમાણિક વેપારી હતા. એમણે ક્યારેય નફાખોરી માટે વેપાર નહોતો કર્યોં. તેઓ હંમેશાં સૌના ભલા માટે જ કામ કરતા.
   મહાત્મા ગાંધીજી શ્રીમદજીને પોતાના વડીલ મિત્ર અને અધ્યાત્મિક ગુરુ માનતા હતા. ગાંધીજી કહેતા કે સત્ય, અહિંસા અને આત્મ સુધારણાના પાઠ તેઓ શ્રીમદ રાજચંદ્ર પાસેથી શીખ્યા.
   શ્રીમદજીએ ઘણા આધ્યાત્મિક અને તાત્વિક લખાણો આપ્યાં છે જેમાં "મોક્ષમાલા", "ભાવાનાબોધ", "આત્મસિદ્ધિ શાસ્ત્ર" વિ. મુખ્ય છે. "આત્મસિદ્ધિ શાસ્ત્ર" ૧૪૨ પંક્તિઓમાં લખેલો કાવ્યાત્મક સંવાદ છે અને તત્વજ્ઞાનનો એક અદભુત ગ્રંથ ગણાય છે.
   શ્રીમદજી માનતા કે, "ધર્મ એ ધાર્મિક માન્યતાઓ અને વિખવાદો નથી. ધર્મ એ આત્માનો આધ્યાત્મિક ગુણ છે. કોઈ પણ ધર્મ લોકોને જુઠ્ઠું બોલવા કે ખોટું કામ કરવા નથી કહેતો. કોઈ પણ ધર્મ હિંસાને પણ માન્યતા નથી આપતો". તેઓ દરેક ધર્મને માન આપતા. એમણે સરળ શિખામણ આપી છે કે, "ઈશ્વરને પામવા માટે ખુબ જ સરળતાથી રહો".

   ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

   વીરચંદ ગાંધી

   વીરચંદ ગાંધી જૈન .વિદ્વાન હતા. ૧૮૯૩માં મળેલી સૌપ્રથમ વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
   એમનો જન્મ ગુજરાતના મહુવામાં (ભાવનગર પાસેના) થયો હતો. તેઓ ૧૪ ભાષાના જાણકાર હતા. ૧૮૮૫માં માત્ર ૨૧ વર્ષની વયે તેઓ ભારતના જૈન મંડળના પ્રથમ માનદ મંત્રી બન્યા હતા.
   તેઓ બેરિસ્ટર (વકીલ) હતા. તેમણે જૈનોના હક્કો માટે ઘણું કાર્ય કર્યું હતું. તેમણે જૈન ધર્મ ઉપરાંત અન્ય ધર્મો અને તત્વજ્ઞાન વિષે ઘણું લખ્યું હતું. પાલીતાણાના શેત્રુંજય પર્વત ઉપર આવેલ જૈન યાત્રાધામમાં યાત્રાળુઓ પાસેથી કર લેવામાં આવતાં એમણે એના વિરોધમાં લડત આપી અને સફળતાપૂર્વક સમાધાન કર્યું હતું.
   ૧૮૯૩માં મળેલી સૌપ્રથમ વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અમેરિકા જનાર સૌપ્રથમ જૈનધર્મી અને સૌપ્રથમ ગુજરાતી હતા. શિકાગોના જૈન મંદિરમાં એમની પ્રતિમા મુકવામાં આવી છે. સ્વામી વિવેકાનંદ પણ આ ધર્મ પરિષદમાં ગયા હતા. એમણે પણ વીરચંદ ગાંધીની મુક્તપણે પ્રસંશા કરી હતી.
   તેમણે "ગાંધી તત્વજ્ઞાન સંસ્થા" સ્થાપી હતી. સ્ત્રીઓની કેળવણી માટે "ભારતીય સ્ત્રી કેળવણી સંસ્થા" પણ સ્થાપી હતી. ૧૮૯૯માં મળેલી આંતરરાષ્ટ્રીય વાણિજ્ય સભામાં પણ ભાગ લીધો હતો.
   તેઓ ખરેખર ગુજરાતનું ગૌરવ હતા.

   ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

   જમ્શેત્જી નુંસ્સેર્વાનજી ટાટા

   જમ્શેત્જી નુંસ્સેર્વાનજી ટાટા ભારતના ઉદ્યોગ સામ્રાજ્યના સ્થાપક હતા. એમણે ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક એકમ "ટાટા ગ્રુપ" સ્થાપ્યું. જમ્શેત્જી ટાટા ભારતના ઉદ્યોગ સામ્રાજ્યના પિતામહ તરીકે ઓળખાય છે. એમનો જન્મ ૩ માર્ચ ૧૮૩૯માં ગુજરાતના નવસારી શહેરના પારસી કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ નુંસ્સેર્વાનજી ટાટા અને માતાનું નામ જીવનબાઇ ટાટા હતું.
   નુંસ્સેર્વાનજીનું કુટુંબ ધર્મગુરુઓનું હોવાથી તેઓ પણ ધર્મગુરુ જ બને એમ હતું. પરંતુ આ સાહસિક યુવાને કૌટુંબિક પરંપરા તોડીને ધંધો ચાલુ કર્યો. એમણે બોમ્બે (મુંબઈ)માં વેપાર શરુ કર્યો. જમ્શેત્જી ૧૪ વર્ષની ઉંમરે મુંબઈ ગયા અને એલ્ફીસટન કોલેજમાં અભ્યાસ કર્યો.
   એમણે જીવનના ૪ ધ્યેય નક્કી કર્યા: લોખંડનું ઉત્પાદન કરતું કારખાનું નાખવું, વિશ્વ સ્તરે અજોડ ગણાય એવી શિક્ષણ સંસ્થા ઉભી કરવી, અતિ સમૃદ્ધ (પંચતારક) હોટેલ બનાવવી અને એક હાઇડ્રો-ઇલેક્ટ્રિક એકમ સ્થાપવું.
   વિખ્યાત તાજ મહાલ હોટેલ ૧૯૦૩માં મુંબઈમાં શરુ થઇ. ટાટાના અનુગામીઓએ એમના બીજાં ૩ ધ્યેય હાંસલ કરવા કામ કર્યું. ટાટા સ્ટીલ કંપની બિહારના જમશેદપુરમાં નંખાઈ. ટાટા સ્ટીલ કંપની એશિયાની પ્રથમ અને ભારતની સૌથી મોટી સ્ટીલ કંપની છે. બેંગલોરની "ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ" વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ અને સંશોધન માટેની ભારતની અજોડ સંસ્થા છે. "ટાટા હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર સપ્લાય" જે હવે "ટાટા પાવર કંપની" નામે ઓળખાય છે તે ભારતની

 • ગુજરાતના વૈજ્ઞાનિકો

   ડો.હોમી જહાંગીર ભાભા

   હોમી જહાંગીર ભાભા ભારતના પરમાણુ (ન્યુકલિયર) વૈજ્ઞાનિક હતા. તેઓ "ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફંડામેન્ટલ રીસર્ચ"ના સ્થાપક હતા.
   તેમનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૦૯એ સંપન્ન પારસી કુટુંબમાં થયો હતો. મુંબઈમાં શાળા અને કોલેજનો અભ્યાસ પૂરો કરીને તેઓ કેમ્બ્રિજ યુંનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા.
   ભાભાએ બે પ્રખ્યાત સંશોધન સંસ્થાઓ "ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફંડામેન્ટલ રીસર્ચ" અને "ટ્રોમ્બે પરમાણુ (ન્યુકલિયર) મથક"ની સ્થાપના કરી હતી. આ બંને સંસ્થાઓ ભારતના પરમાણુ શસ્ત્રોના વિકાસ માટે સીમાચિન્હ રૂપ છે.
   ભાભાને ભારતના પરમાણુ સંશોધન કાર્યક્રમના પિતામહ માનવામાં આવે છે. એમના અવસાન બાદ (૨૪ જાન્યુઆરી ૧૯૬૬) "ટ્રોમ્બે પરમાણુ (ન્યુકલિયર) મથક"ને "ભાભા પરમાણુ સંશોધન સંસ્થા" એવું નામ આપવામાં આવ્યું છે.

   ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

   ડો.વિક્રમ સારાભાઇ

   વિક્રમ અંબાલાલ સારાભાઇ ભારતના મહાન ભૌતિક વૈજ્ઞાનિક હતા. તેઓ ભારતીય અવકાશ સંશોધન કાર્યક્રમના પિતામહ ગણાય છે.
   વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. એમનું કુટુંબ ખ્યાતનામ અને સંપન્ન જૈન કુટુંબ હતું. એમના પિતા અંબાલાલ સારાભાઇ કુશળ ઉદ્યોગપતિ હતા. તેઓ ઘણા કારખાનાઓ અને કાપડની મિલો ધરાવતા હતા.
   ડો.હોમી જહાંગીર ભાભા, જેઓ ભારતના પરમાણુ સંશોધન કાર્યક્રમના પિતામહ ગણાય છે, તેમણે ડો.સારાભાઈને ભારતનું પ્રથમ રોકેટ પ્રક્ષેપાત મથક સ્થાપવા ઉત્તેજન આપ્યું હતું. આ પ્રક્ષેપાત મથક અરબી સમુદ્રના કિનારે ત્રિવેન્દ્રમ નજીક થુમ્બામાં સ્થાપવામાં આવ્યું.
   ડો.સારાભાઈના અમેરિકાની પ્રખ્યાત અવકાશ સંશોથાન સંસ્થા નાસા સાથેના અથાક પ્રયત્નોને પરિણામે જુલાઈ ૧૯૭૫માં "ઉપગ્રહ માહિતી પ્રસારણ પ્રયોગ" શરુ થયો (જોકે દુર્ભાગ્યે એ વખતે ડો.સારાભાઇ હયાત નહોતા).
   ડો.સારાભાઇએ ભારતના સ્વદેશી ઉપગ્રહનું નિર્માણ કરી અવકાશમાં છોડવાનો પ્રોજેક્ટ શરુ કર્યો. એના પરિણામે ૧૯૭૫માં ભારતનો સૌપ્રથમ સ્વદેશી ઉપગ્રહ આર્યભટ્ટ રશિયાના અવકાશ મથક પરથી અવકાશની ભ્રમણ કક્ષામાં મુકવામાં આવ્યો.
   ડો.સારાભાઈને વિજ્ઞાનનું શિક્ષણ વ્યાપક બનાવવામાં ઘણો જ રસ હોવાથી એમણે ૧૯૬૬માં અમદાવાદમાં સાર્વજનિક વિજ્ઞાન કેન્દ્ર શરુ કર્યું. અત્યારે આ કેન્દ્ર "વિક્રમ એ.સારાભાઇ કોમ્યુનીટી સાયંસ સેન્ટર" તરીકે પ્રખ્યાત છે.
   ડો.સારાભાઈને વિજ્ઞાન ઉપરાંત રમતગમત અને અન્ય સંશોધનોમાં પણ રસ હતો. વિક્રમ સારાભાઈએ વિશ્વ ખ્યાતી ધરાવતી અનેક સંસ્થાઓ સ્થાપી હતી. આવી ખ્યાતનામ સંસ્થાઓમાં અમદાવાદનું "નેહરુ ફાઉન્ડેશન", "ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ" (જે મેનેજમેન્ટના અભ્યાસ માટેની વિશ્વની શ્રેષ્ઠ કોલેજોમાં ગણાય છે) નો સમાવેશ થાય છે. ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન માટે એમણે અમદાવાદમાં "ભૌતિક સંશોધન પ્રયોગશાળા (ફિસીકલ રીસર્ચ લેબોરેટરી)" ની સ્થાપના કરી.
   અમદાવાદના ધમધમતા કાપડ ઉદ્યોગના વધુ વિકાસ માટે એમણે કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સંશોધન કરવા "અમદાવાદ ટેક્ષટાઈલ રીસર્ચ અસોસીએસન (અટીરા)"ની સ્થાપના કરી. પર્યાવરણ ક્ષેત્રે વિકાસ સાધવા માટે એમણે "સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT)"ની સ્થાપના કરી.
   અંધજનોને શિક્ષણ અને હુન્નરો શીખવવા એમણે અમદાવાદમાં "અંધજન મંડળ" (બ્લાઈન્ડ મેન અસોસીએસન)ની સ્થાપના કરી. એમના પત્ની મૃણાલિની સારાભાઇ સાથે એમણે "દર્પણ અકાદમી" નામની નૃત્ય સંસ્થા પણ સ્થાપી.
   આ ઉપરાંત એમણે ભારતના વિકાસ માટે બીજી અનેક સંસ્થાઓ સ્થાપી જેવી કે - કલ્પક્કમમાં "ફાસ્ટર બ્રીડર ટેસ્ટ રીએક્ટર", કલકત્તામાં "વેરીએબેલ એનર્જી સાયકલોટ્રોન પ્રોજેક્ટ", હૈદ્રાબાદમાં "ઇલેક્ટ્રોનીક્સ કોર્પોરશન ઓફ ઇન્ડિયા લીમીટેડ (ECIL)" અને જદુગુડા, જારખંડમાં "યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ (UCIL)".
   ડો.વિક્રમ સારાભાઇ માત્ર ૫૨ વર્ષની વયે ૩૦ ડિસેમ્બર ૧૯૭૧માં અવસાન પામ્યા. આટલા ટુંકા જીવનમાં એમણે આટલાં બધાં કાર્યો કર્યાં. તેઓ સાચે જ એક દુરંદેશી હતા જેમણે ભારતના અવકાશ સંશોધન, ભૌતિક વિજ્ઞાન સંશોધન, ઔદ્યોગિક સંશોધન, મેનેજમેન્ટ ઈત્યાદી ક્ષેત્રના વિકાસ માટે ઘણું યોગદાન આપ્યું.

   ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

   પ્રોફેસર ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર

   પ્રોફેસર ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર ભારતના મહાન વૈજ્ઞાનિક હતા અને ગુજરાતના પ્રથમ રસાયણ વૈજ્ઞાનિક હતા. એમનો જન્મ ગુજરાતના સુરતમાં ઓગસ્ટ ૧૮૬૩માં થયો હતો.
   એમણે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. એમણે રસાયણ વિજ્ઞાન (કેમિસ્ટ્રી)માં બીએસસી કર્યું અને ૭૫% મેળવ્યા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના આમંત્રણથી તેઓ વડોદરા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા.
   જુન ૧૮૯૦માં એમણે કલાભવનની સ્થાપના કરી. એમણે સુથારીકામ, ચિત્ર, મકાન બાંધકામ, સ્થાપત્ય,વણાટકામ, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન વિ.ના અભ્યાસક્રમો શરુ કર્યા. ગરીબ વિદ્યાર્થીઓ માટે રહેવાની સગવડ પણ કરી આપી.
   એકવાર મુંબઈમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને કોઈ પણ દવા અસરકારક નહોતી થતી ત્યારે પ્રોફ.ગજ્જરે એક દવાની શોધ કરી જે પ્લેગના રોગ સામે ઘણી જ અસરકારક નીવડી. દવાની "પેટન્ટ" લઈને ઝડપથી પૈસા કમાઈ લેવાની વૃત્તિ એમનામાં નહોતી. એમણે આ દવા "પેટન્ટ" કરાવ્યા વિના જ બજારમાં મૂકી. એમનો એક માત્ર ધ્યેય ગરીબ લોકોની સેવા કરવાનો જ હતો. ૧૮૯૮માં એમણે પોતાના ખર્ચે જ એક ખાનગી પ્રયોગશાળા ઉભી કરી. એનું નામ એમણે "ટેકનો કેમિકલ પ્રયોગશાળા" રાખ્યું.
   પીળાં પડી જતાં મોતીને સાફ કરવા એમણે એક નવી જ પધ્ધતિ શોધી હતી. એમના એક વિદ્યાર્થી શ્રીકોટી ભાસ્કરના સહકારથી એમણે વડોદરામાં "એલેમ્બિક કેમિસ્ટ્રી" શરુ કરી.
   એમણે "રંગ રહસ્ય" નામે એક મેગેઝીન પણ ચાલુ કર્યું. વિજ્ઞાનના ઘણા અઘરા વિષયોનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.
   ૧૭ જુલાઈ ૧૯૨૦એ એમનું અવસાન થયું.

 • ગુજરાતના સાહિત્યકારો

   હેમચંદ્રાચાર્ય

   ૧૨મી સદીમાં પાટલિપુત્ર, કાન્યકુબ્જ, વલભી, ઉજૈન અને કાશી સમૃદ્ધ્ નગરો હતાં. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રનો સર્વજનહિતાય અને સર્વોપદેશાય અણહિલપુરની ધરતીપર જન્મ થતાં ગુજરાતનાં અણહિલપુર શહેરે પણ આ સમૃદ્ધિશાળી નગરોની ઉદ્દાત સુવર્ણ પરંપરામાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. આચાર્ય હેમચંદ્રને મેળવીને અજ્ઞાન અને ધાર્મિક રુઢિયો તથા અંધવિશ્વાસથી મુક્ત થી મુક્ત બની કીર્તિ નો કૈલાશ અને ધર્મનું મહાન કેન્દ્ર બની ગયું. સંસ્કૃત કવિઓના જીવન ચરિત્ર લખવામાં તકલીફ પડે છે. ગુજરાતના પ્રસિદ્ધ રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ બન્ને ધર્મ ઉપદેશક હોવાથી અને જૈન સાધુઓની જીવનપદ્ધતિને કારણે યુગ પુરુષ આચાર્ય હેમચંદ્ર વિષે બધું સાહિત્ય સુલભ છે અને તેમનાં જીવન, રચનાકાળ, કૃતિઓ, પ્રમુખ ઘટનાઓ વિગેરેને જૈન ઇતિહાસ માં સંભાળીને રખવામાં આવી છે.
   ભારતીય ચિંતન, સાહિત્ય, અને સાધનાનાં ક્ષેત્રમાં આચાર્ય હેમચન્દ્રનું નામ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેઓ એક મહાન ગુરુ, સમાજ-સુધારક, ધર્માચાર્ય અને અદ્ભુત પ્રતિભા હતા. સમસ્ત ગુર્જરભૂમિને તેમણે અહિંસામય બનાવી દીધી. તેમણે સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાઙમયનાં દરેક અંગો પર નવા સહિત્યની રચના કરી તથા નવા પંથકોને આલોકીત કર્યાં. સંસ્કૃત અને પ્રાકૃત પર પણ તેમનું પ્રભુત્વ સમાન હતું. તેમણે લખેલા 'કાવ્યાનુશાસન' ગ્રંથે તેમને ઉચ્ચકોટિના કાવ્યશાસ્ત્રોનાં રચયિતાઓની શ્રેણીમાં પ્રસ્થાપિત કર્યાં. પૂર્વાચાર્યો પાસેથી ઘણું મેળવી તેમણે પરિવર્તિ વિચરકોનાં ચિંતન માટે વિપુલ સામગ્રી પ્રદાન કરી.
   જન્મ : અમદાવાદથી સો કીલોમીટર છેટે ધંધુકામાં વીક્રમ સવંત ૧૧૪૫ની કાર્તીક પુર્ણીમાની રાતે થયો.
   માતા પીતા : પિતાનું નામ ચાચીંગ કે ચાચ અને માતાનું નામ પાહીણી દેવી હતું. બાળકનું નામ રાખ્યું ચાંગદેવ.
   માતા પિતાનો ધર્મ : માતા પાહીણી અને ચાંગદેવના મામા નાગદેવ જૈન હતા લાગે છે પિતા શિવ-પાર્વતીના ઉપાસક હતા. આચાર્ય હેમચંદ્રને કારણે એમની માતાને ઉચ્ચ સ્થાન મળતું હતું અને છેવટે જૈન સાધ્વી બનેલ.
   કીવદંત્તી :  હેમચંદ્રના જન્મ પહેલાં માતા પાહીણીને સ્વપન આવેલ. સાધુ દેવચંદ્રે એનું વિશ્લેષણ કરી કહેલ કે આ પુત્ર રત્ન જૈન્ સિદ્ધાંતનો સર્વત્ર પ્રચાર પ્રસાર કરશે.
   જીવન :  બાળ અવસ્થામાં જ ચાંગદેવે જૈન દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા દર્શાવી. જૈન સંઘની સહમતી અને ચતુર્વીધ સંઘની હાજરીમાં ખંભાત ના પાર્શ્વનાથ ચૈત્યાલયમાં કર્ણાવતીના ઉદ્દયન મંત્રીના સહયોગ અને ધામધૂમથી નવ વર્ષની ઉમરે વિક્રમ સવંત ૧૧૫૪ની માઘ સુદી ચૌદસને શનીવારે ચાંગદેવે દીક્ષા લીધી અને સોમચંદ્ર નામ રાખવામાં આવ્યું. સોમચંદ્રનું શરીર સુવર્ણ જેવું તેજસ્વી અને ચંદ્રમાં જેવું સુંદર હતું અને હેમચંદ્ર તરીકે ઓળખાયા.
   આચાર્ય પદ :
   ૨૧ વર્ષની ઉમરમાં સમસ્ત શાસ્ત્રોનું મંથન કરી વિક્રમ સંવત ૧૧૬૬માં સૂરિપદ પ્રદાન મહોત્સવમાં નાગપુરના ધનદ વ્યાપારી ભાગ્યશાળી થયા. સાહિત્ય અને સમાજસેવા કરવાની શરુઆત કરી અભયદેવસૂરિના શિષ્ય પ્રકાંડ વિદ્વાન આચાર્ય દેવચંદ્રસૂરી એમના દીક્ષાગુરુ, શિક્ષાગુરુ અને વિદ્યાગુરુ હતા.
   રાજાશ્રય: રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ રાજા
   વિ.સં. ૧૧૬૧ થી ૧૧૬૬ સાત વર્ષ જયસિંહ સાથે અતુટ સબંધ રહ્યો. માલવ વિજય પછી ભોજવ્યાકરણ સાથે પ્રતિસ્પર્ધા માટે ગુજરાતના પૃથક વ્યાકરણ ગ્રંથ 'શબ્દાનુશાસન' સિદ્ધરાજ જયસિંહના આગ્રહ અને અનુરોધથી બનાવ્યું. જયસિંહે વિ.સં. ૧૧૫૧ થી ૧૧૬૬ સુધી રાજ્ય કર્યું. મૃત્યુ વખતે ઉમર ૫૪ વર્ષ હતી. સિદ્ધરાજને કોઈ પુત્ર ન હોતો. રાજગાદી માટે જગડો થયો. છેવટે ૫૦ વર્ષના કુમારપાળનો વિક્રમ સંવત ૧૧૬૬માં માગસર વદી ચૌદશે રાજ્યાભિષેક થયો. હેમચંદ્રસૂરિ કર્ણાવતી થી પાટણ આવ્યા અને ઉદ્દયન મંત્રીએ એમનું સ્વાગત કર્યું. હેમચંદ્રના પ્રભાવથી ૧૮ પ્રાંતમાં ૧૪ વર્ષ સુધી પશુવધ બંધ હતો. ગુજરાતને તમામ દુર્વ્યસનોથી મુક્ત કરવા પ્રયાસ કર્યા. કહેવાય છે કુમારપાળે ૧૨ વ્રત સ્વીકારી દીક્ષા લીધી. જૈન રાજધર્મ થયો અને બધાધર્મની ઉન્નતી થઈ. કેદાર અને સોમનાથનો પણ ઉદ્વાર થયો. પૂર્વના ગ્રંથોમાં સંષોર્ધન થયું. કુમારપાળે ૭૦૦ લેખકોને બોલાવી હેમચંદ્રના ગ્રન્થોને લેખબદ્ધ કર્યા. ૨૧ મોટા જ્ઞાનભંડારો બનાવ્યા. જૈનોના મત પ્રમાણે ૧૦૦ શિષ્યોનો પરિવાર એમને ઘેરી બેસતો અને ગુરુ લખાવે એને લખી લેતા. જૈન્ ધર્મ અને સાહિત્યના પ્રત્યેક ક્ષેત્રમાં સર્જન થયું. એક વ્યક્તિની વ્યાકરણશાસ્ત્રની આ ઉપાસના અદ્દભુત છે. સાહિત્યની વિરાટ સમૃદ્ધિ થઈ.
   મરણ : વૃદ્ધાવસ્થામાં હેમચંદ્રસૂરિને લૂતા રોગ થયો. અષ્ટાંગયોગાભ્યાસ કરી રોગનો નાશ કર્યો. ૮૪ વર્ષની અવસ્થાએ અનશનની આન્ત્યારાધના ક્રિયા પ્રારંભ કર્યો. કુમારપાળને કહ્યું કે આપની ઉમરમાં હવે છ મહિના બાકી છે. કુમારપાળને ધર્મઉપદેશ આપી દશમ દ્ભારથી આચાર્ય હેમચંદ્રે પ્રાણ ત્યાગ કર્યો. શ્રી હેમચંદ્રનું સમાધિ સ્થળ શંત્રુજય પહાડ ઉપર છે. પ્રભાવકચરિત મુજબ કુમારપાળ રાજાથી આચાર્યનો વિયોગ સહન ન થયો અને છ મહીનામાં એ પણ સ્વર્ગે સિધાવ્યા.

   -----------------

   નરસિંહ મહેતા

   નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે. તેમના જીવન પરથી રચાયેલુ સાહિત્ય - શામળદાસનો વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ વગેરે ખૂબ જ પ્રચલિત છે.
   ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.
   નરસિંહ મહેતા (સંભવત : 1414-1480)
   નરસિંહ મહેતા સમય દ્રષ્ટિએ નહિ, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિ ભક્તકવિ છે. આ વડનગરા નાગરનો જન્મ તળાજામાં થયેલો. ત્રણ વર્ષની ઉંમરે પિતા ગુમાવતા જૂનાગઢમાં ભાઈને ત્યાં રહેતા હતા અને સાધુ સંતોમાં વખત ફુજારતા. નરસિંહ મહેતાએ ભાભીના મહેણાંથી ઘર છોડી દીધુ અને નિર્જન વનમાં મહાદેવની આરાધના કરવા લાગ્યા. તેમને આરાધનાથી પ્રસન્ન થયેલા આશુતોષ તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે. રાસલીલાંનુ અને કૃષ્ણનું સંકીર્તન જ જેનો વ્યવસાય બની ગયો હતો. એવા ગૃહસ્થ નરસિંહનું યોગક્ષેમ કૃષ્ણ જ સાચવે છે. પુત્ર શામળદાસનું લગ્ન પુત્રી કુંવરબાઈનું મોસાળુ, પિતાનું શ્રાધ્ધ અને શામળિયા પર લખેલી હુંડી તેમજ રાજા રા"માં ડાલિકની ઈચ્છા મુજબ મૂર્તિ પરનો હાર પહેરાવવાનું કામ એ બધા કાર્યો કરીને ભક્ત વત્સલ કૃષ્ણ ભક્તની અને એ રીતે પોતની લાજ રાખે છે. હરિજનવાસમાં ભજન કીર્તન કરનાર નરસિંહને નગરજનો અને નાગરોએ પણ અપમાનિત કર્યા હતા. લોકોના હૃદયમાં તો એ ઘટનાઓ દ્વારા તેમની કૃષ્ણભક્તિનો પ્રભાવ પડેલો હતો. તેમનું જીવન જ પછીના અનેક સાહિત્યકારો માટે આખ્યાનનો વિષય બન્યું હતુ.
   નરસિંહને પદ્ય રચનાનો ફાવતો પ્રકાર પદ છે. તેમાં નવી દેશીઓનો ઉપયોગ કરી સાધેલું વૈવિધ્ય અને ઝૂલણાં-બંધનો ઉપયોગ નોંધપાત્ર છે. ગરબીઓ તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા સુંદર ઊર્મિગીતો રૂપ પદો ગુજરાતી સાહિત્યને મળ્યાં છે. છૂટક પદોમાં લખાયેલું 'સુદામાચરિત્ર' આખ્યાનકારની બીજભૂત શક્તિ દર્શાવે છે. તેમના આત્મચરિત્રાત્મક કાવ્યોમાં શામળદાસનો વિવાહ 'હાર' સમેના પદૌ ઉપરાંત હુંડી, મામેરુ અને શ્રાધ્ધના પ્રસંગોને લગતા પદો છે. ગોપોઓની વિરહવ્યાકુળતા અને તેમના ઉત્કટ કૃષ્ણાનુરાગનું ચિત્રાત્મક વર્ણન ખાસ નોંધપાત્ર છે.
   'શૃંગારમાળા' ના પદોમાં કૃષ્ણ અએ ગોપીઓની કેલિના વર્ણનમાં માઝા મૂકતો શ્રૃંગાર છે. તેમને હાથે ભક્તિ-શૃગાર સ્થૂળ અને ઉત્કટ આલેખાયો છે. 'બારમાસ' ના પદોમાં ઋતુવર્ણન છે. 'બાળલીલા'માં વાત્સલ્યરસનું સુંદર નુરૂપણ છે. તેમાં આકશના ચંદ્ર માટેની બાલકૃષ્ણની રઢના પદ આકર્ષક છે.
   નરસિંહ મહેતાના પ્રભાતિયા એટલે ભક્તિબોધ અને જ્ઞાનના પદો, તે સંખ્યાએ અલ્પ, પરંતુ લોકપ્રિયતા પામી લોકકંથમાં સ્થાન પામ્યા હતા. દેહની નશ્વરતા, મનુષ્ય અવતારની દુર્લભતા અને સંસારી સુખનું મિથ્યાત્વ દર્શાવતા અનેક પદો સંસારીઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે. 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' માં સંતના લક્ષણો અને 'સુખદુ:ખ મનમાં ન આણીએ' તથા 'જે ગમે જગતગુરૂ દેવ જગદીશને' વગેરેમાં બોધવાણી છે.
   નરસિંહ મહેતાના પદો કાવ્ય અને વક્તવ્યની દ્રષ્ટિએ સમૃધ્ધ છે. પૂર્વાવસ્થામાં 'ભાગવત' અને 'ગીતગોવિંદ'ની અસર અને ઉત્તરાવસ્થામાં ઉપનિષદો, સાધુસંતોનો સંપર્ક અને ભાગવતના વેદાંતની સંયુક્ત અસર નરસિંહના સર્જનમાં જોવા મળે છે.
   --------------------

   મીરાંબાઈ

   મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરિકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.
   મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો.[૧] તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટી પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.
   બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, "તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.
   નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?)ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.
   મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બનનુ કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.
   પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતાં. તેમણે અંદરથી જ કહવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતાં. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વન્દ્વી પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહાર નીકળી આવ્યાં અને ખૂબ પ્રેમથી તેમને મળ્યાં. આ કથાનો ઉલ્લેખ સર્વપ્રથમ પ્રિયદાસની કવિતામાં મળે છે- "વૃન્દાવન આઈ જીવ ગુસાઈ જૂ સો મિલ ઝિલી, તિયા મુખ દેખબે કા પન લૈ છુટાયૌ."

   -------------

   અખા ભગત

   અખા ભગત મુખ્યત્વે અખો ના નામે જાણીતા છે. તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.
   જીવનના શરૂઆતના ગાળામાં તે સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. "એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.
   અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે.

   ------------------------

   આનંદશંકર ધ્રુવ

   ધ્રુવ આનંદશંકર બાપુભાઈ, ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’ (૨૫-૨-૧૮૬૯, ૭-૪-૧૯૪૨) : સાહિત્યમીમાંસક, દાર્શનિક ગદ્યકાર. જન્મસ્થળ અમદાવાદ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં. ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૮૯૨ માં એમ.એ. ૧૮૯૭ મા એલએલ.બી. ૧૮૯૫ થી ૧૯૧૯ સુધી ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તેમ જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ત્યારબાદ વારાણસી યુનિવર્સિટીમાં અધ્યાપક અને ઉપકુલપતિ. ‘સુદર્શન’નું તંત્રીપદ. ૧૯૦૨ માં ‘વસંત’ માસિકનો આરંભ. ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલોસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખ. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ. ૧૯૩૬ માં સર્વધર્મ પરિષદના અને ગુજરાત વિધાસભાના પ્રમુખ. ૧૯૩૭ માં વારાણસી યુનિવર્સિટી દ્વારા ડૉકટર ઑવ લિટરેચરની પદવી. સમકાલીન રાષ્ટ્રીય આંદોલનોમાં તેઓ સક્રિયપણે જોડાયેલા નહિ. એમનો સ્વદેશપ્રેમ ભાવનાત્મક હતો. પ્રજાની ધર્મવૃત્તિને સંસ્કારવી, ઉચિત દ્રષ્ટિ આપવી તેને જીવકાર્ય લેખેલું. ૧૯૩૭માં નિવૃત્ત.
   આનંદશંકરની સાહિત્યરુચિ અને સાહિત્યનાં ધોરણો પૂર્વપશ્ચિમની સમર્થ સાહિત્યકૃતિઓના પરિશીલનથી ઘડાયાં છે. ‘સાહિત્યવિચાર’ (૧૯૪૧) ને ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૪૭) એમની સાહિત્યકલા-મીમાંસાના પ્રતિનિધિરૂપ સંચયો છે. ‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી’ (૧૯૪૬)માં પણ કેટલાક સામયિક સાહિત્યવિષયક લેખો, પ્રવેશકો, ગ્રંથાવલોકનો વગેરે છે. તેઓ સાહિત્યને વિશાળ સંદર્ભમાં જોવાની સાથે પ્રથમતઃ તેને કલા તરીકે સ્વીકારે છે. એમણે કવિતાને ‘અમૃતસ્વરૂપ આત્માની કલા’ તથા ‘વાગ્દેવીરૂપ’ કહી છે અને આત્માના ખાસ ધર્મો ચૈતન્ય, વ્યાપન તથા અનેકતામાં એકતાને કવિતામાં આવશ્યક લેખ્યાં છે. સાહિત્યમાં ઉપદેશના તત્ત્વ માટે એમનું વલણ ‘કાંતાસંમિતતથી યોપદેશયુ’ જેનું હતું. તેઓ કાવ્યસૃષ્ટિની યથાર્થતાને બાહ્યજગતની ભિન્ન એવું સ્વાયત્ત સ્થાન ફાળવે છે અને પ્રતીકોને ‘સાંકેતિક વાસ્તવિકતા’ તરીકે સ્વીકારે છે.
   તત્કાલીન સાહિત્યવિવેચનાના ક્ષેત્રમાં જાગેલાં મતમતાંતરોની ચર્ચાવિચારણા કરતાં એમણે કેટલાક સારગ્રાહી અને મૂલગામી સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. કવિતામાં ઊર્મિને જ પ્રાધાન્ય આપતા રમણભાઈ નીલકંઠના અભિપ્રાયને પડકારતાં એમણે જણાવ્યું કે કવિતા સમગ્ર સંવિતનો વ્યાપાર છે; કેવળ ઊર્મિ જ નહિ, એમાં સંવેદન, પ્રત્યક્ષબોધ, કલ્પના-વિચાર આદિ અનેક તત્ત્વોનો સમાવેશ થાય છે. કલાસિકલ અને રોમેન્ટિક સાહિત્ય વિશે પોતાના વિચારો રજૂ કરતાં એમણે ‘કલાસિકલ’ માટે ‘સંસ્કારી સંયમ’ અને ‘રોમેન્ટિક’ માટે ‘જીવનનો ઉલ્લાસ’ શબ્દો પ્રયોજીને ઉક્ત બંને પ્રકારોનો સંબંધ, ઊગમ અને તારતમ્ય સ્પષ્ટ કર્યા. તેવી જ રીતે રમણભાઈના ‘વૃ્ત્તિમય ભાવાભાસ’નો ક. મા. મુનશીના ‘કલા અને નીતિ’ વિશેના વિચારનો અને ચંદ્રશંકર પંડ્યાના ‘સાહિત્યની દરેક પ્રવૃત્તિ રાષ્ટ્રનું ભલું કરવા માટે જ થવી જોઈએ’ એવા પ્રતિપાદનનો વિરોધ કરી ને તે તે વિષયોની સર્વગ્રાહી ચર્ચા દ્વારા તાત્ત્વિક સત્યની સમજ આપીને, એમણે તાર્કિક રીતે પોતાના મંતવ્યને સિદ્ધ કરી બતાવ્યું છે.
   એમની વિવેચના સિદ્ધાંતદર્શનમાં તેમ કૃતિવિચારણામાં પણ વ્યાપકપણે કલાના મૂળ રહસ્યનું વિશદ પૃથક્કરણ અને સમતોલ મૂલ્યાંકન કરવામાં સમર્થ અને સત્ત્વશાળી રહી છે. સાહિત્યસિદ્ધાંતોની સાથે સાહિત્યસ્વરૂપોની અને ભાષાની ચર્ચા પણ એમણે કરી છે. સાહિત્ય શબ્દનો યૌગિક અર્થ એમણે દર્શાવ્યો છે તેમાં એમની સંશોધનશક્તિ અને ઇતિહાસનિષ્ઠાનો સુભગ સમન્વય જોઈ શકાય છે.
   એમની પ્રતિભા ધર્મ વિશેના જાગ્રત ચિંતક તરીકેની પણ છે. સરળ અને લોકભોગ્ય શૈલીએ, ‘હિન્દુધર્મની બાળપોથી’ (૧૯૧૮)માં એમણે હિન્દુ ધર્મનું રહસ્ય બહુજનસમાજ માટે પ્રગટ કર્યું છે. ‘આપણો ધર્મ’ (૧૯૧૬) અને ‘હિન્દુ વેદધર્મ’ (૧૯૧૯) હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને દર્શનને સ્પષ્ટ કરતાં પુસ્તકો છે. ‘ધર્મવર્ણન’માં એમણે જગતના મુખ્ય ધર્મોના સિદ્ધાંતોનો પરિચય આપ્યો છે. નીતિ અને સદાચારમાં પોષક નીવડે એવી રસભરી કથાઓ ‘નીતિશિક્ષણ’માં આપી છે.
   સંસ્કૃત ભાષાના એમના બે ગ્રંથો ‘ન્યાયપ્રવેશક’ (૧૯૩૦) તથા ‘સ્યાદ્વાદમંજરી’ (૧૯૩૩) પણ નોંધપાત્ર છે. તેમાં જૈનબોદ્ધ દર્શનગ્રંથોનું વિદ્વત્તાપૂર્ણ સંશોધન છે. રામાનુજાચાર્યકૃત ‘શ્રીભાષ્ય’ (૧૯૧૩)નું ગુજરાતી અનુવાદ સાથેનું સંપાદન બે ભાગમાં પ્રસિદ્ધ થયું છે. એમનાં કેટલાક વ્યાખ્યાનો પણ સ્વતંત્ર પુસ્તિકારૂપે પ્રગટ થયાં છે. ‘સુદર્શન ગદ્યાવલિ’ (૧૯૦૯)માં એમણે મણિલાલ ન. દ્વિવેદીના લેખોનું સંપાદન કર્યું છે.
   અર્થપૂર્ણ મિતભાષિતા અને જીવન રસજ્ઞતા એ આનંદશંકરના નિબંધોની મુખ્ય લાક્ષણિકતા છે. અભિનવ ક્ષમતાવાળી અને લક્ષ્યગામી એમની શૈલીમાં ઊર્મિ અને ચિંતનનો સુભગ સમન્વય છે. સંસ્કૃત, અંગ્રેજી કે ગુજરાતી ઘરગથ્થુ શબ્દોનો તેઓ ઔચિત્યપૂર્વક અને યથાર્થ ઉપયોગ કરે છે. પ્રસન્નગંભીર પદાવલિમાં રાચતું એમનું ગદ્ય કેવળ પાંડિત્યદર્શી નથી. સંસ્કૃતશૈલીની સુદીર્ઘ વાક્યાવલિઓ કે સૂત્રાત્મક ટૂંકાં વાક્યો તેઓ સહજસામર્થ્યની યોજી શકે છે. (- નિરંજન વોરા)
   સાહિત્યવિચાર (૧૯૬૬) : આચાર્ય આનંદશંકર ધ્રુવના વિવેચનલેખોનો રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત સંગ્રહ. આ ગ્રંથમાં પ્રવચનો, નિવાપાંજલિઓ, જુદાં જુદાં પરિસંવાદ/પરિષદ વેળાનાં લખાણો વગેરે મળી પચાસ લેખો છે. લેખો પ્રાસંગિક હોવા છતાં તેમાં લેખકની સાહિત્યવિભાગના તથા કલાદ્રષ્ટિ યોગ્ય રીતે પ્રગટ થયાં છે. લેખક ‘સાહિત્ય’ સંજ્ઞાને વિશાળ અર્થમાં પ્રયોજે છે. એમના મતે ભાષા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન-સઘળાં શાસ્ત્રોનું પર્યવસાન સાહિત્યમાં થાય છે. એમની માન્યતા છે કે આત્માના લાગણી, બુદ્ધિ, જાતિ ને આધ્યાત્મિકતા એ ચારેય અંશો કાવ્યમાં અનિવાર્યપણે જોવા મળે છે. (- હર્ષવદન ત્રિવેદી)
   કાવ્યતત્ત્વવિચાર (૧૯૪૭) : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ના વિવેચનાત્મક લેખો તેમ જ ગ્રંથાવલોકનોને સમાવતો આ ગ્રંથ રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થયો છે. સમગ્ર ગ્રંથ બે ભાગોમાં વહેંચાયેલો છે: સાહિત્યચર્ચા અને ગ્રંથાવલોકનો. પહેલા ભાગમાં સાહિત્યનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા કરતા ૧૯ લેખો પૈકી ‘કવિતા’, ‘સુંદર અને ભવ્ય’ ‘કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો’, ‘રસાસ્વાદનો અધિકાર’, ‘સાહિત્ય’, ‘સૌંદર્યનો અનુભવ’ વગેરે વિષય મહત્ત્વના છે. બીજા ભાગમાં ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ધમ્મપદ’ ‘શાકુંતલ’, ‘વિક્રમોર્વશીય’ જેવી પ્રાચીન કૃતિઓનું અવલોકનાત્મક રસદર્શન છે. ‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસી’ એ બે લેખોમાં ઉક્ત કવિઓનું તુલનાત્મક અવલોકન છે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ અને ‘ધીરો’ એ બે લેખો પ્રાસંગિક પ્રવચનોનું સીમિત સ્વરૂપ છે. છેલ્લો લેખ ‘ઑથેલો અને એનું રહસ્ય’ એ શૅક્સપિયરની નાટ્યકૃતિનું રસદર્શી અવલોકન છે. આનંદશંકર ધ્રુવના કાવ્યવિચાર અંગેનું પુસ્તક શ્રી રમેશભાઈ એમ. ત્રિવેદી દ્વારા સંપાદિત આનંદશંકર ધ્રુવનો કવિતાવિચાર આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ છે.
   સમતોલ દ્રષ્ટિબિંદુ, વિષયની સૂક્ષ્મ તપાસ, અર્થસભર મિતભાષિતા અને રસજ્ઞ એવી સાહિત્યદ્રષ્ટિ જેવા ગુણોને કારણે આ ગ્રંથ ગુજરાતી વિવેચન-પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. (- હર્ષવદન ત્રિવેદી)

   -----------

   બળવંતરાય ઠાકોર

   તેઓનો જન્મ તા:૨૩-૧૦-૧૮૬૯નાં રોજ ગુજરાત રાજ્યનાં ભરૂચ શહેરમાં થયેલો. તેઓએ ૧૮૮૩ માં મૅટ્રિક પાસ કરી, ૧૮૮૯ માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતકની પદવી મેળવી અને ૧૮૯૧માં પુના ડેક્કન કૉલેજમાં એમ.એ. ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨ માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩ માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી. ૧૮૯૫ માં કરાચીની ડી.જે. સિંધ આર્ટસ કૉલેજમાં ઇતિહાસ, તર્કશાસ્ત્ર અને નૈતિક તત્વજ્ઞાન (મોરલ ફિલોસોફી)ના કામચલાઉ અધ્યાપક તરીકે કાર્યભાર સંભાળ્યો. ૧૮૯૬ માં બરોડા કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના કામચલાઉ અધ્યાપક તરીકે કાર્ય કર્યું. એ જ વર્ષે અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનનાં અધ્યાપક રહ્યા. ૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ થઈ. ૧૯૦૨માં પુનઃ અજમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૧૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત થયા. ૧૯૨૪માં નિવૃત્ત થયા, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮ થી ૧૯૩૭ સુધી વડોદરા અને ૧૯૩૭ થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા. તા: ૨-૧-૧૯૫૨ના રોજ તેમનું અવસાન થયું. નજીકના મિત્રવર્તુળમાં તેઓ ‘બલુકાકા’ નામથી ઓળખાતા હતા.

   ---------------

   દલપતરામ

   ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારકોમાં કવિ દલપતરામ ડાહ્યાભાઈનું નામ અગ્રગણ્યોમાં છે. સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં ઇ.સ. ૧૮૨૦ના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખે તેમનો જન્મ થયો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું ને ત્યાં સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. બચપણમાં એમણે ‘કમળલોચિની’ અને હીરાદંતી’ નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. ‘જ્ઞાનચાતુરી’ નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.
   કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે.

   -----------

   ગિજુભાઈ બધેકા

   બધેકા ગિજુભાઈ ભગવાનજી (૧૫-૧૧-૧૮૮૫, ૨૫-૬-૧૯૩૯) : બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ (જિ. અમરેલી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૦૫માં મૅટ્રિક. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩ થી ૧૯૧૬ સુધી વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય. મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત. પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.
   ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વ-ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. જ્ઞાનકોશોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે. મોન્ટેસોરી સિદ્ધાંતપદ્ધતિએ ઊભી કરેલી બાલમંદિરની પ્રવૃત્તિ પણ એમનાં સર્વ બાળસાહિત્યનાં લખાણોમાં પ્રેરક રહી છે.
   ‘મહાત્માઓનાં ચરિત્રો’ (૧૯૨૩), ‘કિશોરકથાઓ’- ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯), ‘રખડુ ટોળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૩) વગેરે છ જેટલાં એમનાં કિશોરસાહિત્યનાં પુસ્તકો જાણીતાં છે.
   બાળસાહિત્ય ગ્રંથમાળામાં પ્રત્યેકમાં આઠ પુસ્તિકાઓ સહિતની અવલોકન ગ્રંથમાળા, કથાનાટ્ય ગ્રંથમાળા, ગાતી ગ્રંથમાળા, ચાલો પ્રવાસે ગ્રંથમાળા, જીવનપરિચય ગ્રંથમાળા, જ્ઞાનવર્ધક ગ્રંથમાળા, પશુપક્ષી ગ્રંથમાળા, પાઠપોથી ગ્રંથમાળા, રમ્યકથા ગ્રંથમાળા અને હાસ્યવિનોદ ગ્રંથમાળા બાલોપયોગી છે.
   ‘બાળસાહિત્યગુચ્છ’માં ‘લાલ અને હીરા’, ‘દાદાજીની તલવાર’, ‘ચતુર કરોળિયો’ જેવાં પચીસ જેટલાં પુસ્તકો છે; તો ‘બાળસાહિત્યવાટિકા’- મંડળ : ૧ માં અઠ્ઠાવીસ પુસ્તકો અને મંડળ : ૨માં ચૌદ પુસ્તકો છે. આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો- ગધેડા’ (૧૯૩૪), ‘ઈસપકથા’ (૧૯૩૫), ‘આફ્રિકાની સફર’ (૧૯૪૪) જેવાં મહત્વનાં કહી શકાય એવાં બીજાં ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે.
   બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’ (૧૯૨૫), ‘મોન્ટેસોરી પદ્ધતિ’ (૧૯૨૭), ‘આ તે શી માથાફોડ ?’ (૧૯૩૪), ‘શિક્ષક હો તો’ (૧૯૩૫) જેવાં પંદર જેટલાં પુસ્તકો અને ‘બાળજીવનમાં ડોકિયું’ (૧૯૨૬), ‘શિક્ષણના વહેમો’ (૧૯૨૬), ‘તોફાની બાળક’ (૧૯૨૯), ‘દવાખાને જાય, ચાડિયો’ (૧૯૨૯) જેવી તેવીસ જેટલી પુસ્તિકાઓ એમના નામે છે. અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત ‘આગળ વાંચો-ચોપડી ૧-૨-૩, ‘કેમ શીખવવું’ (૧૯૩૫), ‘ચાલો વાંચીએ’ (૧૯૩૫) જેવાં ઉપયોગી પુસ્તકો અને ‘પેટલાદની વીરાંગનાઓ’ (૧૯૩૧), ‘સાંજની મોજો’ જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

   ----------------

   ગોવર્ધનરામ ત્રિપાઠી

   ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (જન્મ: ઓક્ટોબર ૨૦, ૧૮૫૫, મૃત્યુ: ૪ જાન્યુઆરી, ૧૯૦૭) નો જન્મ ખેડા જિલ્લા ના નડીઆદ ના ધર્મપ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠી ને ત્યાં થયો હતો. પિતા અત્યંત ધાર્મિક વ્રુત્તિના અને દિલના બહુ ભોળા. જ્યારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ. પિતા ની ધર્મનિષ્ઠા અને માતા ની વ્યવહારુતા - બન્ને ગોવર્ધનરામ વારસા માં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ વગેરે એ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
   ગોવર્ધનરામ નું પ્રાથમિક શિક્ષણ મુંબઈ ની બુદ્ધિવર્ધક શાળા માં થયો હતો. પછી અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદ માં અને ચોથા ધોરણથી મુંબઇ ની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ માં કર્યો. ઈ.સ. ૧૮૭૧ માં મેટ્રિક અને બી.એ. થયા. કૉલેજના અભ્યાસ દરમિયાન કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ગયેલો. પ્રારંભના વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી તે સંસ્કૃતમાં એમણે કરેલા ગિરનારવર્ણન પરથી તેમ જ કાલિદાસના ‘મેઘદૂત’ ના અનુકરણમાં શરૂ કરેલું ‘મનોદૂત’ કે પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જન્મેલા શોકથી ૧૮૭૫ માં રચાયેલું ‘હૃદયરુદિતશતક’ એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ સિવાય ૧૮૭૩ ના વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા ‘ઈઝ ધેર એની ક્રિયેટર ઑવ ધ યુનિવર્સ ?’, ‘ઘ સ્ટેટ ઑવ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસિડન્સી’ કે એવા અન્ય લેખો એમની વ્યાપક વિષયોને ઊંડાણ માં લેવાની મનોવૃત્તિના સૂચક છે. પરંતુ આ પ્રારંભિક લેખોમાં એમના જીવન-વિચારને સમજવામાં ખૂબ ઉપયોગી, ૧૮૭૭માં લખાયેલો ‘એ રુડ આઉટલાઈન ઑવ ધ જનરલ ફિચર્સ ઑવ ઍસેટિઝમ ઈન માય સેન્સ ઑવ ધ વર્ડ’ લેખ છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન એમણે જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા,

   ૧. એલ.એલ.બી. થઈ મુંબઈ માં વકીલાત કરવી,
   ૨. ક્યારેય નોકરી કરવી નહિ,
   ૩. ચાળિસમે વર્ષે નિવૃત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.

   અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહી, કારણ કે તેમનુ ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ પ્રવ્રુત્ત હતું. કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો.
   સંસ્કૃત માટે પણ એમનો શોખ વધતો ગયો. ઇતિહાસના વિષય ઉપર પણ તેમની ખાસ પ્રીતિ હતી. કૉલેજકાળથી જ કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. શરૂઆતમાં તેઓ ગુજરાતી કવિતાં કરતા સંસ્ક્રુત કવિતા રચવા તરફ વિશેષ રુચિ ધરાવતા હતા. વ્યાપક વિષયોમાં-ઊંડાણમાં જવાની તેમની જન્મજાત વ્રુત્તિ હતી.
   ગોવર્ધનરામની ઊઘડતી જતી જ્વલંત કારકિર્દીની નિયતિને જાણે ઈર્ષ્યા આવતી હોય તેમ ૧૮૭૪ ના વર્ષમાં દુ:ખો અને વિતંબણાઓએ તેમની પર ઘા પર ઘા કરવા માંડ્યા. તે વર્ષમાં તેમની પત્ની હરિલક્ષ્મીનું સુવાવડમાં અવસાન થયું અને તેમની બાળકી પણ માતાની પાછળ્ ચાલી નીકળી. એ જ વર્ષમાં પિતા માધવરામ ની પેઢી તૂટી. તેઓ બી.એ.માં નાપાસ થયા. આ સંકટપરંપરાને કારણે તેમનો ભોઈવાડમાં બંધાવેલો માળો વેંચવો પડ્યો. પછી આખું કુટુંબ મુંબઈ થી નડિયાદ ગયું. ગોવર્ધનરામ કૉલેજનો અભ્યાસ પૂરો કરવા માટે મુંબઈ માં જ રહ્યા. આવી આર્થિક આપત્તિઓને કારણે, ૧૮૭૯ થી ૧૮૮૩ સુધી એમને અનિચ્છાએ ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે થોડો સમય નોકરી સ્વીકારવી પડી હતી.
   ઈ.સ.૧૮૮૩ના અંત ભાગ માં તેમણે ભાવનગર છોડ્યુ ત્યારે દિવાનસાહેબે તેમને રૂ.૨૫૦/- ના પગાર થી ભાવનગરના ન્યાયખાતામાં રાખવાની ઈચ્છા બતાવી.આ ઉપરાંત જૂનાગઢના દીવાનસાહેબે રૂ.૩૦૦/- ની નોકરીની ઑફર કરી, પરંતુ હવે ગોવરધનરામને લાગ્યું કે પોતે સેવેલા સ્વપ્ન અને સિદ્ધાંતો પાળવાનો સમય આવી ગયો છે. એટલે નોકરી છોડીને સ્વતંત્ર વકીલાત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો.ભાવનગર થી માત્ર પચાસ રૂપિયાની મૂડી સાથે મુંબઈ આવીને વકીલાત શરૂ કરી. વકીલાત સરસ ચાલવા માંડી. ઈ.સ.૧૮૮૪ થી ઈ.સ.૧૮૮૭ સુધીમાં તેમણે પોતાના પિતાનું દેવું એકલે હાથે વાળી દીધું. ૪૦ વર્ષની વયે નિવ્રુત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અભ્યાસ કરવો, વિવિધ પ્રવ્રુત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તે જ વર્ષથી તેમણે નિયમિત પોતાની રોજનીશી લખવા માંડી હતી.
   ગોવર્ધનરામનો હવે સાહિત્યાકાશમાં ઉદય થઈ રહ્યો હતો. તેમનો સમર, ચિંતન અને પરિપાકરૂપ તેમનો હવે સુર્વણ યુગ નો ઉદય થયો ગણાયો. ઈ.સ.૧૮૭૭ માં શરૂ કરેલુ રસ ગંભીર કથા કાવ્ય 'સ્નેહ મુદ્રા' ઈ.સ.૧૮૮૪ માં તેમણે પોતાના હાથ માં લીધું, જે ઈ.સ. ૧૮૮૯ માં પ્રગટ થયું, પરંતુ આ સમયગાળાની સૌથી મહત્વ પ્રવ્રુત્તિ તો 'સરસ્વતી ચંદ્ર' ના પહેલા ભાગનો આરંભ થઈ ગયો હતો. ઈ.સ.૧૮૮૫ માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭ માં પ્રગટ થયો. આ જ અરસામાં એક બીજી મહત્વ ની ઘટના બની. ગોવર્ધનરામે પોતાના નાના ભાઈ હરિરામપાસે પુસ્તક-પ્રકાશનની પેઢી એન.એન.ત્રિપાઠીના સ્થાપના કરાવી. જેણે આજે પણ એક પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા તરીકે ઊજળું નામ રાખ્યું છે. ઈ.સ.૧૮૯૨માં 'સરસ્વતી ચંદ્ર' નો બીજોભાગ પ્રગટ થયો, ઈ.સ.૧૮૯૮ માં ત્રીજો ભાગ અને ઈ.સ.૧૯૦૧ માં ચોથો ભાગ પ્રગટ થયો હતો. અલબત્ત, ૧૮૮૩ થી જેની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (૧૮૯૨), ભા.૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા હતા.
   સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા છે. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે.
   ગૃહ, રાજ્ય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તો પણ એમની સર્જક તરીકેની ઊંચી શક્તિ ઘટનાસંયોજન, પાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્વથી પહેલા બે ભાગ કથાની દ્રષ્ટિએ વધારે રસિક બન્યા છે. પાછલા બે ભાગ માં સંઘર્ષ વિશેષત:વૈચારિક ભૂમિકાએ રહેતો હોઈ નવલકથા નિબંધાત્મક બની જાય છે.
   ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા. પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો ધંધો સમેટી લીધો. વીસ બાવીસની કાચી, યુવાન અને મુગ્ધ ઉંમરે જીવનનો નકશો ચીતરવો અને તેને નિશ્ચયપૂર્વક વળગી રહેવું, પ્રેક્ટિસ છોડીને સાહિત્યસર્જનમાં જીવન સમર્પણ કરવું -આ બધી વિરલ વાતો કહેવાય ,જે ગોવર્ધનરામે કરી બતાવી. ગોવર્ધનરામ નડિયાદ આવીને વસ્યા. તરત જ કચ્છ સંસ્થા ની તરફ થી દીવાનગીરીની રૂ.૧,૫૦૦/-ના પગાર ની નોકરીનો પ્રસ્તાવ આવ્યો જેનો તેમેણે મક્કમતાથી પણ આદરપૂર્વક અસ્વીકાર કર્યો. ઈ.સ.૧૯૦૨માં તેઓ એમ.એ ના ગુજરાતી વિષયમાં પરીક્ષક નિમાયા. આ માટે મુંબઈ જતાં તેમને બે ઉત્તમ મિત્રરત્નો સાંપડ્યાં-પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર અને સાક્ષર કેશવહર્ષદ ધ્રુવ. ઈ.સ.૧૯૦૪માં નડિયાદ માં પ્લેગ ફાટી નીકળ્યો. તેમાં તેમનાં માતુશ્રીનું અવસાન થયુ. ગાઢ મિત્ર પ્રો. ત્રિભુવનદાસ ની વારંવાર માંગણીને કરણે તેઓ ઈ.સ.૧૯૦૫ માં કુટુંબ સાથે મુંબઈ જઈ વસ્યા.
   ગોવર્ધનરામનું વાંચન વિશાળ હતું. તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. પશ્ચિમ આ વિસ્તીર્ણ સાહિત્યે તેમને વિચારક મનને આર્યસંસ્ક્રુતિનાં ઊંડાણો જોવા, સમજવા અને તુલનાત્મક દ્રષ્ટિથી તેનું મૂલ્ય આંકવા લલચાવ્યા. પરિણામે તેમની સર્વગ્રાહી તલસ્પર્શી મેઘાને એક નવું જ દર્શન લાવ્યું. એક નવી જ દિશા સાંપડી. આ નવી દિશા પૂર્વ અને પશ્ચિમના અંશોના સમન્વયની. તેમણે ઘણા બળો જોય હતા,અનુભવ્યાં હતાં. દેશના યુવાનો ઉપર તેમની મોહિની પથરાયેલી પણ તેમણે જોઈ હતી. પશ્ચિમી સુધારાનો એ વેગીલો પવન આર્યસંસ્ક્રુતિ મિટાવી દેવાની હોડ બકી હોય તેવો જોરશોરથી ફૂંકાઈ રહયો હતો. એ સમયે હિન્દુ સમાજને સુધારવાના શુભાશ્યથી દલપત-નર્મદ ભલે સાચા હોય તો પણ તેમણે માત્ર દોષો જ ગાયા હતા પણ, ગોવર્ધનરામની ગુણગ્રાહી દ્રષ્ટિને એ ન રુચ્યું. તેમણે આર્યસંસ્ક્રુતિનાં મૂલ્યોને ફરી પ્રસ્થાપિત કરવાનું મુનાસિબ માન્યું. તેમણે પૂર્વ-પશ્ચિમનાં શુભ બળોને ઉત્સાહથી આવકાર્યા અને બંને સંસ્કૃતિઓના પાવન સરિતાના સંગમનું ચિત્ર રચાયું. આવી વિચારસરણી-મનોમંથનનો પરિપાક તે 'સરસ્વતીચંદ્ર'.
   ગોવર્ધનરામનાં બીજાં સર્જનોમાં નવલરામની જીવનકથા તથા પિત્રુઅંજલિ-રૂપ લખેલું : 'માધવરામ-સ્મારિકા'. આ ઉપરાંત ધર્મ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આદિ અનેક વિષયો પર તેમનાં ભાષણો તેમ જ અંગ્રેજી અને ગુજરાતી સામયિકો માં તેમણે લખેલા કેટલાક લેખો પણ ઉચ્ચ કોટિના હતા. ઈ.સ. ૧૯૦૫ માં અમદાવાદ માં પહેલવહેલી ભરાયેલી ગુજરાતી સહિત્ય પરીષદ ના તેઓ પ્રમુખ પદે ચૂંટાયા હતા. તે "ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" માં તેમણે મધ્ય કાલીન ગુજરાતી કવિઓની સામાજિક અને ધાર્મિક જીવન પરની અસરનું ચિત્ર ઉપસાવ્યું છે, જ્યારે સ્ક્રેપ બુક્સ ભાગ ૧-૨-૩ ની મરણોત્તર પ્રકાશિત કૃતિમાં લેખકની અંગત નોંધો છે.
   ----

   ઝવેરચંદ મેઘાણી

   ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૮૯૭ [૧] માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ ઇ.સ. ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.

   ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
   કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

   ------------

   સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

   ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૯૮૯ માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દ્રઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
   ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.
   ૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩ માં મરણોત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાઠી ‘સાગર’ ની સંવર્ધિત સટિપ્પણ આવૃત્તિ (૧૯૩૧) પછી પણ આ બૃહત્ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે તેમજ એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યા છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અને કાન્તની કવિતાની છાયા છે છતાં કલાપીનું સર્જન એમના અનુભવો રણકો લઈને આવે છે અને એમનાં ઘણાં બધાં કાવ્યો તો એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પારાકાષ્ઠાએ હતો ત્યારે-૧૮૯૭-૯૮-માં-સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે એ સૂચક છે.
   વિશેષપણે પ્રેમના અને એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ ને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી કલાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુકાવ્યો અને ગઝલો જેવા આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્યપ્રકારમાં વહી છે. સંસ્કૃતવૃતબદ્ધ કવિતામાં, બોલાતી ગુજરાતી ભાષાના વિનિયોગથી નીપજેલી પ્રાસાદિક કાવ્યબાની, મસ્તરંગી સંવેદનની તીવ્રતાએ એમની ગઝલોમાં પ્રગટાવેલી લાક્ષણિક અભિવ્યક્તિછટા, ખંડકાવ્યોમાં ચરિત્રાંકનની સુઘડતા અને ઊર્મિવિચારનું મનોરમ આલેખન આગવી મુદ્રા આંકે છે. કલા સંયમના પ્રકૃતિગત અભાવને કારણે તથા કેળવણીનો પૂરતો લાભ ન પામવાને લીધે એમની કવિતામાં રચનાની શિથિલતા અને બાનીની અતિસરલતા તથા ગદ્યાળુતા જણાય છે; ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ વસ્તુલક્ષિતા ઝાઝી સિદ્ધ કરી શકાઈ નથી; પણ હૃદયંગમ ચિંતનશીલતા અને ઋજુ સંવેદનનું માધુર્યુભર્યું નિરૂપણ એમની કવિતાને હૃદ્ય બનાવે છે. છેલ્લાં વર્ષોમાં એમની કવિતામાં પ્રૌઢિ જણાય છે. ‘કલાપીનો કેકારવ’ની ૧૯૩૧ ની આવૃત્તિમાં સમાવાયેલા, ચાર સર્ગના ‘હમીરજી ગોહેલ’ના ત્રણ સર્ગોને ૧૯૧૨ માં કાન્તે સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રગટ કરેલા. સ્કૉટના ‘લેડી ઑવ ધ લેઈક’ ના સ્વરૂપને આધાર તરીકે રાખી ૧૮૯૭માં આરંભેલું આ કાવ્ય ચાર સર્ગે પણ અધૂરું જ રહ્યું છે. મહાકાવ્યરૂપે રચવા ધારેલી બે હજાર ઉપરાંત પંક્તિઓની આ ઇતિહાસ-આધારિત કૃતિ ખંડકાવ્યની વધુ નજીક છે. સંકલનની કચાશો અને નિરૂપણની દીર્ઘસૂત્રતાને લીધે શિથિલ છતાં કલાપીની રુચિર વર્ણનરીતિની દ્રષ્ટિએ તેમ જ દીર્ઘ કથાવસ્તુને આલેખતી કૃતિ લેખે એ નોંધપાત્ર છે.
   કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ’નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં ‘કાશ્મીરનો પ્રવાસ’, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ એ ગ્રંથમાં થયું છે. આ પ્રવાસકથનમાં પ્રકૃતિના સૌન્દર્યદર્શનના વિસ્મયને આલેખતાં ઊર્મિરસિત ને સુરેખ વર્ણનો તથા લોકજીવનનાં ઝીણાં નિરીક્ષણો નોંધપાત્ર છે. પ્રવાસના અનુભવોનું નિરૂપણ સાહજિક રહ્યું છે ત્યાં તાજગીયુક્ત જણાતું ગદ્ય જયાં અંગ્રેજી-સંસ્કૃત ગ્રંથોના વાચનનો પ્રભાવ પડયો છે ત્યાં કંઈક આયાસી બન્યું છે.
   પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્વચિંતનમાંથી વિચારસામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા ચાર સંવાદોમાં ઊર્મિનું બળ ને વિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની છટામાં મૂકી આપતા ગદ્યનું એમાં એક લાક્ષણિક રૂપ ઊપસે છે. ‘સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ મૂળ કાન્તને ઉદ્દેશીને લખાયેલો લાંબો ગંભીર પત્ર છે. કલાપીની ચિંતનક્ષમતાને એમાં સારો પરિચય મળી રહે છે.
   સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા ૬૭૯ પત્રો ‘કલાપીના ૧૪૪ પત્રો’ (સં.મુનિકુમાર ભટ્ટ, ૧૯૨૫) અને ‘કલાપીની પત્રધારા’ (સં.જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)માં ગ્રંથસ્થ થયા છે; તે સિવાય ‘કૌમુદી’ વગેરેમાં પ્રકાશિત, કેટલાક ગ્રંથોમાં આંશિક રૂપે ઉદધૃત ને આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા બાકી છે. પત્રોમાં કલાપીનું નિર્દંભ, નિખાલસ અને ઊર્મિલ વ્યક્તિત્વ ઊપસે છે તે ઉપરાંત એમનાં જીવનકાર્ય, સાહિત્યસાધના ને ચિંતનશીલતાનો પરિચય પણ મળે છે. આ પત્રો રોચક અને અવારનવાર વેધક બનતી ગદ્યશૈલીની દ્રષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે.
   સ્વીડનબોર્ગીય ચિંતનના આકર્ષણને લીધે, એમની ધાર્મિક માન્યતાઓના કંઈક પ્રચાર જેવી, જેમ્સ સ્પેડિંગની બે અંગ્રેજી નવલકથાઓનાં રૂપાંતર કલાપીએ કરેલાં. ‘રીથ એન્ડ ધ કિંગ’ નું ‘કાન્તનો દિનચર્યાલેખ’ નામે, મે ૧૯૦૦માં કરેલું રૂપાંતર કાન્તે ૧૯૧૨માં ‘માળા અને મુદ્રિકા’ નામે પ્રકાશિત કરેલું. એ ગાળામાં આરંભેલું બીજી નવલકથા ‘ચાર્લ્સ રોબિન્સન’ નું ‘એક આત્માના ઇતિહાસનું એક સ્વરૂપ’ નામે રૂપાંતર કલાપી પૂરું કરી શકેલા નહીં. એને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી ૧૯૩૩ માં રમણીક મહેતાએ ‘નારીહૃદય’ નામથી પ્રગટ કરેલું. કોઈ સાહિત્યરસથી નહીં પણ ધર્મશ્રદ્ધાથી પ્રેરાઈને કલાપીએ કરેલાં આ રૂપાંતરોનું ગદ્ય પ્રાસાદિક છે.
   કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા ૧૮૯૭ આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશો મળે છે, પણ એમનાં આ બંને પ્રકારનાં લખાણો ક્યાંકથી પ્રાપ્ત થતાં નથી.
   કલાપીનો કેકારવઃ કલાપીની ૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની અઢીસો જેટલી રચનાઓને સમાવતો સર્વસંગ્રહ. કલાપીના અવસાન પછી, ૧૯૦૩ માં કાન્તે હાથે એનું સૌપ્રથમ સંપાદન-પ્રકાશન થયું એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે ‘મધુકરનો ગુંજારવ’ નામે, ત્યાં સુધીનાં સર્વકાવ્યો ‘મિત્રમંડળ કાજે તથા પ્રસંગનિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા’ માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી પણ એ કામ અવસાનપર્યત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧ માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી (‘સાગર’)એ કાન્ત-આવૃત્તિમાં ન છપાયેલાં ૩૪ કાવ્યોને સમાવીને ૨૪૯ કાવ્યોની સંવર્ધિત અને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. સ્વતંત્ર મુદ્રિત ‘હમીરજી ગોહેલ’ પણ એમાં સમાવી લેવાયું. આ બૃહત્ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુસંચયો પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે.
   કલાપીનું સંવેદનતંત્ર સદ્યગ્રાહી હતું એથી સાહિત્ય ને ધર્મ ચિંતનના અનેક ગ્રંથોના વાચન--પરિશીલનના સંસ્કારો આ કવિતાના વિષયો ને એની નિરૂપણરીતિ પર પણ ઝિલાયેલા છે. ‘કેકારવ’ની પ્રકૃતિવિષયક કવિતા પર અને કલાપીની રંગદર્શી કાવ્યરીતિ પર વર્ડઝવર્થ, શેલી, કીટ્સ જેવા એમના પ્રિય કવિઓની અસર પડેલી છે. આ કવિઓના તેમ જ ટેનિસન, ગટે, મિલ્ટન, ગોલ્ડસ્મિથ આદિનાં કાવ્યોના મુક્ત અનુવાદો ને રૂપાંતરો તથા કેટલીક કૃતિઓનાં અનુસર્જનો ‘કેકારવ’માં છે. ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’, ‘શૃંગારશતક’ જેવી સંસ્કૃત કૃતિઓની અસર પણ ‘કેકારવ’ની કવિતા પર ઝિલાયેલી છે. સમકાલીન ગુજરાતી કાવ્યપરંપરાની કેટલીક છાયાઓ પણ એમાં ઝિલાયેલી જોવા મળે છે. આરંભની કવિતા પર દલપતરામની તેમ જ તત્કાલીન ધંધાદારી નાટકોનાં ગાયનો ને લાવણીઓની અસર છે ને તે પછી નરસિંહરાવ, ગોવર્ધનરામ, મણિલાલ, કાન્ત આદિની કવિતાની અસરો વિષય, છંદ, પ્રકારાદિ પર પડતી રહી છે. આ બધું છતાં કલાપીની વેદના-સંવેદના પોતીકી છે ને એના નિરુપણમાં એનો પોતાનો અવાજ રણકે છે.
   ‘કેકારવ’માં વિવિધ સ્વરૂપો પરની કવિતા મળે છેઃ ઉત્કટ ઊર્મિ ને ભાવનાશીલતાને બોલાતી ભાષાની સાહજિકતાથી અભિવ્યક્ત કરતાં હોવાથી એમાંનાં વૃત્તબદ્ધ કાવ્યો વિશિષ્ટ અસર જન્માવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ કેટલીક કચાશોવાળી જણાતી ગઝલો અંતર્ગત મિજાજની-એનાં મસ્તી ને દર્દેદિલીની-દ્રષ્ટિએ ધ્યાનાર્હ છે. શરૂઆતની વ્યક્તિપ્રેમની (ઈશ્કે મિજાજી) ગઝલો કરતાં પાછળની પ્રભુપ્રેમની (ઈશ્કે હકીકી) ગઝલો કાવ્યગુણે ચડિયાતી છે. ‘આપનીયાદી’ એનું નોંધપાત્ર દ્રષ્ટાંત છે. કલાપીનાં ખંડકાવ્યોમાં કાન્તના જેવી પરલક્ષિતા નથી ને ઉર્મિલતા તથા બોધાત્મકતાએ કાવ્યબંધને જેવી પરલક્ષિતા નથી ને ઉર્મિલતા તથા બોધાત્મકતાએ કાવ્યબંધને શિથિલ કરી નાખ્યો છે; છતાં ભાવનાસહજ સરળ નિર્વહણથી, મનોરમ દ્રશ્યચિત્રોથી, પાત્રચિત્તના મંથનના અસરકારક આલેખનથી ને ખાસ તો પ્રાસાદિક ભાષાશૈલીથી એ પોતાનું આગવાપણું સિદ્ધ કરે છે. ‘બિલ્વમંગળ’ એમનું ઉત્તમ ખંડકાવ્ય મનાયું છે. મહાકાવ્ય તરીકે રચવા ધારેલું એમનું બે હજાર ઉપરાંત પંક્તિઓનું, ચાર સર્ગે અધૂરું રહેલું ‘હમીરજી ગોહેલ’ ખંડકાવ્યની નજીક રહેતું ઇતિહાસવિષયક કથાકાવ્ય છે.
   વિષયનિરુપણની બાબતમાં ‘કેકારવ’માં પ્રેમવિષયક કવિતા સૌથી વધુ ધ્યાનપાત્ર છે. એક રીતે, સંગ્રહની મોટા ભાગની કવિતા એના ઊર્મિશીલ કવિની આત્મકથારૂપ છે. કલાપીના ૨૬ વર્ષના ટૂંકા આયુષ્યનાં છેલ્લા આઠેક વર્ષના અંગત પ્રેમજીવનનો જ, બહુધા, એમાં ચિતાર છે. સ્વભાવોકિતભર્યા ઈન્દ્રિયસ્પર્શી ચિત્રો રૂપે આલેખાયેલી પ્રકૃતિની કવિતા પણ રુચિર છે ને કવિની સૌંદર્યદ્રષ્ટિની પરિચાયક છે. કવિના આયુષ્યનાં છેલ્લાં બે વર્ષની કવિતા પ્રભુભક્તિની ને ચિંતનલક્ષી છે. અંગત જીવનના સગાવેગો શમતાં ચિત્તમાં પડેલા વૈરાગ્યસંસ્કારો જાગ્રત થવાથી ને સ્વીડનબોર્ગ આદિના ગ્રંથોના વાચનથી કવિ પરમ તત્ત્વની ખોજની દિશામાં વળેલા. એ સંવેદન પ્રૌઢ કાવ્યરૂપ પણ પામ્યું છે.
   ‘કેકારવ’ની કવિતાની નોંધપાત્ર વિશેષતા એને મળેલી વ્યાપક લોકચાહના છે. કલાપીએ સાક્ષર કવિઓ દ્વારા લખાતી દુર્બોધ કવિતાના સમયગાળામાં એ વખતે પ્રચલિત સ્વરૂપોમાં ને બદ્ધ- વૃત્તોમાં કાવ્યરચના કરી હોવા છતાં એમાં થયેલા પ્રાસાદિક ભાષાના સહજ વિનિયોગે ને પારદર્શી સંવેદનના વેધક આલેખને તેમ જ એમાંના રાગાવેગી પ્રેમસંબંધોના નિરૂપણે તથા ઊર્મિ-ઉદગારોમાં ભળેલા રંગદર્શી કવિના ભાવનાશીલ ચિંતને આ કવિતાને હૃદયસ્પર્શી ને લોકપ્રિય બનાવી છે. એટલે ક્યાંક કાવ્યભાવનાની મુખરતામાં તો ક્યારેક એના નિરૂપણના પ્રસ્તારમાં વરતાતી કલાસંયમની ઓછપ છતાં ને કવિના કંઈક સીમિત રહી જતા અનુભવની મર્યાદા છતાં ‘કેકારવ’ની કવિતા પોતાની આગવી વિશિષ્ટતાઓથી પોતાનું મહત્ત્વ ટકાવી રાખે છે.

   --------

   કનૈયાલાલ મુનશી

   કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક.મા.મુનશી; ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) (૧૮૮૭-૧૯૭૧) ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર હતા. તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો. તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપી બા હતું. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઓગણીસ વર્ષની ઉંમરે તેમણે એલિસ પ્રાઈઝ સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદિર્ઘ કારકિર્દી દરમ્યાન ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ, વગેરે જેવા હોદ્દા સંભાળ્યા. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહ્યા. ફેબ્રુઆરી ૮,૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું[૧].
   કનૈયાલાલ મુન્શીની પહેલી નવલકથા "પાટણની પ્રભુતા" જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ રાખ્યુ. "જય સોમનાથ" એ "રાજાધિરાજ" પછીની લખાયેલ કૃતિ છે પણ હમેશા પહેલી ગણાય છે.
   જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના "કૃષ્ણાવતાર" છે. જે અધુરી છે.

   -------------

   મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

   ભટ્ટ મણિશંકર રત્નજી, ‘કાન્ત’ (૨૦-૧૧-૧૮૬૭, ૧૬-૬-૧૯૨૩) : કવિ, નાટ્યકાર. જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલા ચાવંડ ગામમાં કારતક વદ ૮, સંવંત ૧૯૨૪ના રોજ બુધવારે થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ કવિતાવિલાસનો ફાળો હોવાનો સંભવ છે. ૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી. ૧૮૮૯માં થોડો વખથ સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦ થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને એની અંગભૂત ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા. આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જેણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના સ્નેહાતુર કલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પૂર્વે પ્રબળપણે આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણોની અનુભૂતિ સાથે, ૧૮૯૮માં લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. ૧૮૯૮માં એમણે ખ્રિસ્તી ધર્મનો કરેલો સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત બની રહ્યો.
   ૧૮૯૮ થી ૧૯૨૩ સુધી એમણે ખ્રિસ્તી ધર્મ-સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં બહુધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવન ઑફિસમાં કામગીરી બજાવી. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં એમનું અવસાન થયું.
   સાહિત્યક્ષેત્રે એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન કવિ તરીકેનું છે. અંગ્રેજીના પ્રભાવ નીચે વિકસતી આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાધીન રૂપ પહેલીવાર એમની કવિતામાં પ્રગટ થાય છે. ‘પૂર્વાલાપ’ (૧૯૨૩)માં એમણે પોતાનાં કાવ્યોનો સંચય કર્યા પછી ૧૯૨૬ ની રા. વિ. પાઠક સંપાદિત આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે કેટલાંક કાવ્યો ઉમેરાયેલાં છે તેમ છતાં હજુ કેટલાંક કાવ્યો અપ્રગટ રહેલાં તથા સામયિકો ને નાટક કે સંગીતના ગ્રંથોમાં કાન્તના નામે કે નામ વગર પડ્યાં રહેલાં છે. ૧૮૮૬ કે તે પૂર્વેથી માંડીને ૧૯૨૩ સુધીના કાવ્યસર્જનના આ પ્રવાહની દિશા અને ગતિ ૧૮૯૧ પછી એકદમ બદલાઈ જતી ભાસે છે. ત્યાં સુધી વૃત્તબદ્ધ અને એમાંયે વિશેષે લાંબાં વૃત્તાંતકાવ્યો આપનાર કવિ પાસેથી પછીથી અંગત ઊર્મિનાં થોડાં વૃત્તબદ્ધ કાવ્યો, તો વિશેષે ગઝલ, કવ્વાલી, અંજલી વગેરે પ્રકારની ગીતરચનાઓ અને સંગીતાનુકૂલ શબ્દરચનાઓ મળે છે; કાવ્યબાની સંસ્કૃતની શિષ્ટમિષ્ટ છટાથી તળપદી સરલતા અને સીધાપણા તરફ ઢળતી જાય છે; પ્રયોગશીલતા શાંત પડે છે અને કવિતાની સિદ્ધિઓથી ભરેલો અંક પૂરો થતો અનુભવાય છે. સૌન્દર્યતત્વના ઉપાસક કવિ હવે શિવતત્વના ઉપાસક પ્રતીત થાય છે. કવિતાના આ અસાધારણ દિશા-ગતિના પલટામાં ઊંચા કાવ્યાદર્શ અને અત્યંત સભાન, આયાસપૂર્ણ કાવ્યલેખનરીતિના થાકથી પ્રસંગોપાત્ત ઉદભવતી નિરાશા, પત્નીના મૃત્યુ જેવા અંગત જીવનના આઘાતો, વડોદરાના કલાભવનમાં ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવા ગ્રંથની કામગીરીનો બોજ અને સૌથી વિશેષ સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મના સ્વીકારમાં પરિણમેલું કવિનું આંતરમંથન કારણભૂત હોવાનો સંભવ છે.
   કાવ્યની કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ, પછીથી ‘ખંડકાવ્ય’ એ સંજ્ઞાથી ઓળખાયેલાં એમનાં વૃત્તાંતકાવ્યો છે. પુરાણકથા કે કવિસમયનો આશ્રય, માર્મિક જીવનક્ષણનું રહસ્યગર્ભી વસ્તુલક્ષી સ્વસ્થ આલેખન અને વૃત્તવૈવિધ્યથી સિદ્ધ કરેલું મનોરમ કાવ્યસ્થાપત્ય-એ એનાં લક્ષણો પછીથી ખંડકાવ્યનાં સ્વરૂપવિધાયક લક્ષણો બની ગયાં છે અને ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ એ ત્રણ કાવ્યોમાં એમની સિદ્ધિ અદ્યપર્યત અનુપમ રહી છે. આ ખંડકાવ્યોમાં પ્રણયની અતૃપ્તિની વેદના અને તે નિમિત્તે કઠોર વિધિશાસનનું કરુણ જીવનદર્શન વ્યક્ત થયેલું છે.
   નવેકની સંખ્યામાં મળતાં એમનાં ખંડકાવ્યો કરતાં એમનાં ઊર્મિકાવ્યો જથ્થામાં ઘણા વધારે છે. એમાં પણ ‘ઉપહાર’, ‘ઉદગાર’, ‘વત્સલનાં નયનો’, ‘સાગર અને શશી’ જેવી ગહન ભાવભરી, મૂર્ત શૈલીની સ્થાપત્ય સુંદર રચનાઓ છે; પરંતુ ઘણા ઊર્મિકાવ્યો કવિના અંગત જીવન સાથે સંકળાયેલાં છે અને વિવિધ પ્રસંગોની એમની લાગણીઓનું વહન કરે છે. એમાં મિત્રોને અને સ્વજનોને અનુલક્ષીને રચાયેલાં કાવ્યો છે, તેમ કેવળ પ્રાસંગિક કાવ્યો પણ છે. આ ઊર્મિકાવ્યો સર્જકના સચ્ચાઈભર્યા સંવેદન અને પારદર્શક અભિવ્યક્તિથી આસ્વાદ્ય બન્યાં છે.
   એમનાં ચાર નાટકો ‘સલીમશાહ અથવા અશ્રુમતી’, ‘રોમન આત્મશાસન અથવા રોમન સ્વરાજ્ય’, ‘દુઃખી સંસાર’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ અનુક્રમે ૧૯૦૮ થી ૧૯૧૪ દરમિયાન લખાયાં છે. એમાંથી ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ (બે નાટકો) ૧૯૨૪માં તથા ‘દુઃખી સંસાર’ ૧૯૧૫માં પ્રસિદ્ધ થયેલાં છે. ‘ગુરુ ગોવિંદસિંહ’ સિવાય ત્રણે નાટકો ભજવાયેલાં; તેમાં ‘રોમન સ્વરાજ્ય’ દેશી નાટક સમજે ફેરફાર સાથે ભજવેલું, જે કાન્તના નામ વિના ‘જાલિમ ટુલીયા’ નામથી ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલું છે. આ નાટકો મહારાજા ભાવસિંહજીની ઈચ્છાથી અને તેમનાં સૂચનો અનુસાર તેમ જ તત્કાલીન રંગભૂમિની અપેક્ષાઓને પણ નજરમાં રાખીને લખાયાં હતાં. ‘સલીમશાહ’ અને ‘દુઃખી સંસાર’માં તો, ખાસ કરીને એના પ્રહસન-અંશોમાં, ડાહ્યાલાલ શિવરામ કવિનું સહકર્તુત્વ છે. આમ, આ નાટકોને કાન્તની સ્વતંત્ર સર્ગશક્તિના પરિણામરૂપે જોવામાં મુશ્કેલી છે. તેમ છતાં એમાં જમાનાની ખરી સમસ્યાઓને વ્યવહારુ રીતે સ્પર્શ કરવાનો એમનો પ્રયત્ન તથા એમનાં વ્યક્તિત્વ અને વિચારોનો પ્રભાવ જોઈ શકાય છે. ‘સલીમશાહ’માં જાતિભેદ અને તજજ્ન્ય વૈરની દીવાલને તોડવા મથતી પ્રતાપપુત્રી અશ્રુમતી અને સલીમશાહના પ્રેમની કરુણ-કોમલ કલ્પિત કથા વર્ણવાયેલી છે; તો ‘ગુરુ ગોવિંદસિંહ’માં પણ સ્વદેશીનો સીમાડો છોડી સર્વદેશીપણા સુધી આંબવા જતી હિન્દુ-મુસ્લિમ ઐક્યની ભાવના આલેખાઈ છે. ‘રોમન સ્વરાજ્ય’માં બીજરૂપે રાજાશાહી વિરુદ્ધ પ્રજાશાસનનો નવીન અને પ્રભાવશાળી વિચાર પડેલો છે. ‘દુઃખી સંસાર’ આવા કશા નવીન વિચારના અનુપ્રવેશ વિનાનું એક સંસારચિત્ર માત્ર છે. સંસ્કૃતાઢ્ય શિષ્ટ વાણીને સ્થાને વ્યવહારુ બોલચાલની વાગ્ભંગિઓને પ્રયોજવા મથતું આ નાટકોનું ગદ્ય પણ તત્કાલીન સાહિત્યિક નાટકોમાં કંઈક જુદી ભાત પાડે છે. વ્યક્તત્વચિત્રણ અને લાગણીવિચારના આલેખનમાં કાન્તને કેટલીક સફળતા મળી હોવા છતાં આ નાટકોમાં નાટ્યવસ્તુનાં કલ્પન ને ગ્રથનમાં ઘણી શિથિલતાઓ રહી ગઈ છે. ‘દુઃખી સંસાર’ અને ‘જાલિમ ટુલીયા’માં વ્યવસાયી રંગભૂમિને છાજતું અતિરંજકતાનું વાતાવરણ છે; પરંતુ અન્ય નાટકોમાં લોકભોગ્યતાના અંશો હોવા છતાં એકંદરે શિષ્ટ રુચિ અને સાહિત્યિકતાની આબોહવા પ્રવર્તે છે.

   -----------------

   જ્યોતીન્દ્ર દવે

   જ્યોતીન્દ્ર દવે ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર છે, જેઓ હાસ્યલેખક તરીકે પોતાની ઓળખ ધરાવે છે. તેમનો જન્મ ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના મહત્વના શહેર સુરત ખાતે થયો હતો. એમનું અવસાન ૧૦ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તેમના માતાનું નામ ધનવિદ્યાગૌરી અને પિતાનું નામ હરિહરશંકર હતું. તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં અને પુત્રી – રમા પુત્ર – પ્રદીપ, અસિત ના તેઓ પિતા બન્યા. તેમણે સુરતમાં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. તેઓ મુખ્ત્વે પ્રાદ્યાપક રહ્યા અને ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના પ્રમુખ તરીકે સેવા આપી. તેમની મુખ્ય રચનાઓમાં રંગતરંગ ભાગ 1 થી 6, જ્યોતીન્દ્ર તરંગ, રેતીની રોટલી, વડ અને ટેટા (હાસ્ય નિબંધો), અમે બધાં (નવલકથા), વ્યતીતને વાગોળું છું (આત્મકથા), હાસ્ય નિબંધ સંગ્રહ- ૧૦, હાસ્યનવલકથા -૧, આત્મકથા વગેરે મુખ્ય છે. વળી તેમના ‘અવસ્તુદર્શન’, ‘અશોક પારસી હતો’, ‘મહાભારત: એક દ્રષ્ટિ’, ‘મારી વ્યાયામસાધના’, ‘સાહિત્યપરિષદ’ જેવા ઘણા નિબંધો પણ તેમણે ગુજરાતી ભાષાને આપ્યા. કાવ્યોમાં તેમણે ‘આત્મપરિચય’, ‘એ કોણ હતી ?’ તથા ‘લગ્નના ઉમેદવાર’ જેવી નાટ્યરચનામાં તેમણે તેમની પ્રતિભાનો પરિચય આપ્યો. ઉપરાંત ‘વિષપાન’ (૧૯૨૮) એ તેમની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. ‘વડ અને ટેટા’ (૧૯૫૪) એ મોલિયેરના પ્રહસન ‘માઈઝર’ નું રૂપાંતર છે. ‘સામાજિક ઉત્ક્રાન્તિ’ (૧૯૩૦) તથા ‘એબ્રહમ લિંકન-જીવન અને વિચાર’ (૧૯૬૧) એમના અનુવાદગ્રંથો છે.

   ------------

   નર્મદાશંકર લાલશંકર દવે

   દવે નર્મદશંકર લાલશંકર (૨૪-૮-૧૮૩૩, ૨૫-૨-૧૮૮૬) : કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક. જન્મ સુરતમાં. પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો. ૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર. આઠ મહિનાની સંધિવાની માંદગી પછી અવસાન.
   અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.
   ‘નર્મકવિતા’ : ૧-૩ (૧૮૫૮), ‘નર્મકવિતા’ : ૪-૮ (૧૮૫૯) ને ‘નર્મકવિતા’ : ૯-૧૦ (૧૮૬૦) ની બધી કવિતાઓનો સંચય ‘નર્મકવિતા’- પુસ્તક-૧ (૧૮૬૨)માં કરેલો છે. ઉપરાંત ‘નર્મકવિતા’-પુસ્તક-૨ (૧૮૬૩) અને અંતે ‘નર્મકવિતા’ (૧૮૬૪)માં એમની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે. એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો આદ્યવેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય-આવિષ્કારો, સંસારસુધારાના સીધા ઉદગારો અને દેશાભિમાનનાં ગીતોથી નર્મકવિતા વિશિષ્ટ બની છે.
   એમનાં ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.
   એમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે.
   એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)- એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.
   ‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. ‘રાજ્યરંગ’-ભા.૧,૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે.
   નર્મકવિતા (સમસ્ત, સંગ્રહરૂપે, ૧૮૬૪) : નર્મદનો કાવ્યસંગ્રહ. ઈશ્વરસંબંધી, નીતિસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષણસંબંધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા સૃષ્ટિસૌન્દર્યસંબંધી વગેરે કુલ દશ ખંડોમાં રચનાઓ વર્ગીકૃત છે. ઉપરાંત, કાવ્યશાસ્ત્રસંબંધી ગ્રંથો તેમ જ ‘પૂરવણી’ વિભાગનો સમાવેશ છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને ઓવી તેમ જ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ અહીં થયો છે. નર્મદે પહેલીવાર મધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. વાસ્તવાભિમુખતા અને જીવનાભિમુખતાને કારણે નવાં ક્ષેત્રો ઊઘડ્યાં છે; નવી નિરૂપણરીતિ પ્રગટી છે; તત્કાલીન સમયનું સર્વાંગ ચિત્ર ઝિલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનાઓમાં ‘જોસ્સો’ અને વધુ પડતો ‘કૃત્રિમ જોસ્સો’ ભળેલો છે. આત્મલક્ષિતાનું તત્વ પ્રમુખ બન્યું છે. શૈલી મસ્ત રહી છે. ખાસ તો અંગ્રેજી કવિતાના સંપર્કને કારણે ઓડ અને બેલડ પ્રકારની રચનાઓ પણ અહીં છે. સર્વ રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે. પરંતુ, સાથે સાથે પરલક્ષી કવિતા અને એમાંય ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ એ મહાકાવ્યના અધૂરા નમૂનાઓ તેમ જ વીરવૃત્તનો પ્રયોગ પણ અહીં છે. છતાં એકંદરે અભિવ્યક્તિની પરિષ્કૃતતા ઘણી ઓછી હોવાથી તથા સર્ગશક્તિ ઉત્તમ પ્રકારની ન હોવાથી ઊંચી કવિતા સિદ્ધ થયેલી જોવાતી નથી.
   મારી હકીકત (૧૯૩૩) : મૂળે નર્મદે ‘નર્મગદ્ય’- પુસ્તક ૨ ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દીવર્ષમાં પુસ્તકાકારે આ ચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે. દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી ઘરડાં વડીલો અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચુ શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાનો પવન અને કવિનો યશઃકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભોગે પણ પ્રામાણિક કથનની ખેવના અને આત્મનિરીક્ષણનો સજગ પ્રયત્ન-આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાન લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણો આ આત્મકથાની નિજી પૂંજી છે.
   નર્મકોશ (૧૮૭૩) : કવિ નર્મદાશંકરનો, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતો શબ્દકોશ. ‘નર્મકવિતા’ ના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી આ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦ ઉપરાંત શબ્દોને સમાવે છે. અન્ય કોશગ્રંથો, ગુજરાતી ભાષાના ગ્રંથો, પૂછપરછ અને પોતાનાં સ્મૃતિ તથા અનુભવ એમ વિવિધ સાધનોથી થયેલો શબ્દસંગ્રહ, ચકાસણીપૂર્વક શબ્દસંગ્રહ અને અર્થનિર્ણય કરી શાસ્ત્રશુદ્ધ કોશ આપવાની નેમ, તદભવ-તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ, જોડાયેલા અનુનાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને વ્યંજનવર્ણનો વિનિયોગ, ‘હ’-શ્રુતિનો બિંદીથી નિર્દેશ વગેરે આ શબ્દકોશની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે.
   નર્મકથાકોશ (૧૮૭૦) : રામાયણ, મહાભારત અને ભાગવતમાંના કથાપ્રસંગોને લક્ષમાં રાખી પાત્રગત ચરિત્રોને કક્કાવારી પ્રમાણે, નર્મદાશંકર લાલશંકર દવેકૃત આ કોશમાં આવરી લેવાયાં છે. અંશુમાનથી શરૂ કરીને હેડંબા સુધીનાં પાત્રો અને પાત્રો સાથેનો એમનો કથાસંદર્ભ અહીં રજૂ થયાં છે. મૂળ સંસ્કૃત પરથી નહીં પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી આ કોશ તૈયાર થયો છે. ગ્રંથને અંતે સંખ્યાત શબ્દાવલીની તેમ જ પર્વોત્સવ તિથ્યાવલી પણ મૂકી છે.

   ----------